Surendranagar કુંભાપરા વિસ્તારમાં પડોશીઓ બાખડયા : બંને પક્ષની સામસામે ફરિયાદ

ઘર પાસે પાણી છાંટવા બાબતે થયેલ બોલાચાલી બાદ વાત વણસી8 મહિલા સહિત કુલ 21 સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો પ્રવીણભાઈએ પાણી તેમના ઘર સુધી ન છાંટવાનું કહેતા બોલાચાલી થઈ હતી સુરેન્દ્રનગરના કુંભારપરામાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા મજુરીકામ કરે છે. તા. 2જીએ સાંજે તેમના પડોશી નાગર ભીમાભાઈ શીહોરા તેમના ઘર બહાર પાણી છાંટતા હતા. આથી પ્રવીણભાઈએ પાણી તેમના ઘર સુધી ન છાંટવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેમાં નાગર ભીમાભાઈ શીહોરા, વિષ્ણુ પ્રવીણભાઈ પનારા, દીપક ખીમજીભાઈ, રાજેશ નાગરભાઈ શીહોરા, રાજુબેન ભાવીનભાઈ શીહોરા, કીશન ભરતભાઈ શીહોરા, ભાવીન નાગરભાઈ શીહોરા, કુંદનબેન શીહોરા, રમાબેન ભરતભાઈ, પ્રભાબેન ભરતભાઈ શીહોરા, મીનાબેન ભુરાભાઈ કાંજીયા અને દીપાબેન અનીલભાઈએ એકસંપ કરી ધોકા અને છરી વડે હુમલો કરી અલ્પેશ પ્રવીણભાઈને ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે નાગરભાઈ ભીમાભાઈ શીહોરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓના ઘર પાસે ફીનાઈલની તીવ્ર વાસ આવતી હોઈ પડોશી પ્રવીણ ડેડાણીયાને બધુ સાફ કરવાનું કહેતા તેણે મારા ઘર પાસે કેમ પાણી ઢોળ્યુ, વાસ તો આવતી રહેશે. તેમ કહી બોલાચાલી કરી હતી અને પ્રવીણ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા, અલ્પેશ પ્રવીણભાઈ, કીશોર ઉર્ફે કીશન પ્રવીણભાઈ, પ્રીતીબેન પ્રવીણભાઈ, અનસોયાબેન પ્રવીણભાઈ, વિશાલ ચતુરભાઈ અને અનીલ તથા બે અજાણ્યા શખ્સોએ પાઈપ અને છરી વડે હુમલો કરી કુંદનબેનને છરી વડે ઈજા પહોંચાડી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ. પી. ઝાલા ચલાવી રહ્યા છે.

Surendranagar કુંભાપરા વિસ્તારમાં પડોશીઓ બાખડયા : બંને પક્ષની સામસામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘર પાસે પાણી છાંટવા બાબતે થયેલ બોલાચાલી બાદ વાત વણસી
  • 8 મહિલા સહિત કુલ 21 સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો
  • પ્રવીણભાઈએ પાણી તેમના ઘર સુધી ન છાંટવાનું કહેતા બોલાચાલી થઈ હતી

સુરેન્દ્રનગરના કુંભારપરામાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા મજુરીકામ કરે છે. તા. 2જીએ સાંજે તેમના પડોશી નાગર ભીમાભાઈ શીહોરા તેમના ઘર બહાર પાણી છાંટતા હતા.

આથી પ્રવીણભાઈએ પાણી તેમના ઘર સુધી ન છાંટવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેમાં નાગર ભીમાભાઈ શીહોરા, વિષ્ણુ પ્રવીણભાઈ પનારા, દીપક ખીમજીભાઈ, રાજેશ નાગરભાઈ શીહોરા, રાજુબેન ભાવીનભાઈ શીહોરા, કીશન ભરતભાઈ શીહોરા, ભાવીન નાગરભાઈ શીહોરા, કુંદનબેન શીહોરા, રમાબેન ભરતભાઈ, પ્રભાબેન ભરતભાઈ શીહોરા, મીનાબેન ભુરાભાઈ કાંજીયા અને દીપાબેન અનીલભાઈએ એકસંપ કરી ધોકા અને છરી વડે હુમલો કરી અલ્પેશ પ્રવીણભાઈને ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે નાગરભાઈ ભીમાભાઈ શીહોરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓના ઘર પાસે ફીનાઈલની તીવ્ર વાસ આવતી હોઈ પડોશી પ્રવીણ ડેડાણીયાને બધુ સાફ કરવાનું કહેતા તેણે મારા ઘર પાસે કેમ પાણી ઢોળ્યુ, વાસ તો આવતી રહેશે. તેમ કહી બોલાચાલી કરી હતી અને પ્રવીણ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા, અલ્પેશ પ્રવીણભાઈ, કીશોર ઉર્ફે કીશન પ્રવીણભાઈ, પ્રીતીબેન પ્રવીણભાઈ, અનસોયાબેન પ્રવીણભાઈ, વિશાલ ચતુરભાઈ અને અનીલ તથા બે અજાણ્યા શખ્સોએ પાઈપ અને છરી વડે હુમલો કરી કુંદનબેનને છરી વડે ઈજા પહોંચાડી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ. પી. ઝાલા ચલાવી રહ્યા છે.