Bharuch: ભરૂચમાં સગા બાપનું રાક્ષસી કૃત્ય,સગીર દીકરીને બે વાર ગર્ભવતી બનાવી

સાવકી માતાએ દીકરી તરફ હમદર્દી દર્શાવી ફરિયાદ કરવા મદદ કરીપિતાએ દુષ્કર્મ, જાનથી મારી નાંખવાની ધમકી, બાળલગ્ન સહિતના ગુના આચર્યા ત્યાં પણ સાવકી માતાની ગેરહાજરીમાં દિકરીની એકલતાનો લાભ લઈ પિતાએ વારંવાર સગી સગીર દિકરી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું ઘોળ કળીયુગના આ દિવસોમાં એક પછી એક વિચિત્ર બનાવો સપાટી પર આવી રહ્યા છે. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ સગા બાપે રાક્ષસી કૃત્ય કર્યુ હોય તેમ પોતાની સગી અને સગીર દિકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને બે-બે વાર ગર્ભવતી બનાવી હતી. તો બીજીબાજુ સાવકી માતાએ દિકરી તરફ હમદર્દી અને મદદની ભાવના દર્શાવી પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ કરવા સાવકી દિકરીને સહાય કરી હતી. આ અંગે વિગતે જોતા ભરૂચ સીટી પોલીસ સી.ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ વર્ષ 2022 માં એક દિકરીના માતા-પિતાને બનતુ ન હોવાના પગલે છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા અને તેથી બીજી પત્ની સાથે તેની પહેલી પત્ની થકી થયેલ દિકરી સાથે રહેવા લાગ્યો હતો. બીજા સંતાનો અભ્યાસ અર્થે બહારગામ રહેતા હોય પતિ અને સગીર દિકરી ઘરમાં કેટલીકવાર એકલા જ રહેતા હતા. તેવામાં પિતાએ વારંવાર રાક્ષસી સ્વરૂપ ધારણ કરી સગીર દિકરી પર બળાત્કાર ગુજાર્યા હતા. તેવામાં સગીર દિકરી ગર્ભવતી બની જતા પિતાને મળેલ માહિતી મુજબ કોઈ ઝાડના મુળીયા ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. અમદાવાદ ખાતે દિકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ધમકી પણ આપી હતી કે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ દિકરીને લઈ પિતા તેની બીજી પત્ની સાથે વડોદરા રહેવા લાગ્યો હતો. ત્યાં પણ સાવકી માતાની ગેરહાજરીમાં દિકરીની એકલતાનો લાભ લઈ પિતાએ વારંવાર સગી સગીર દિકરી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સમયે પણ દિકરીને ગર્ભ રહી ગયો હતો.આ સમય દરમ્યાન પિતાએ એક નવી ચાલ રમી દાહોડના સતિષ નરપત મેડાને બોલાવી પોતાની સગીર દિકરીને તેની સાથે પરણાવી દીધી હતી. આમ અત્યાર સુધીમાં કાયદાની દ્રષ્ટીએ દુષ્કર્મ, જાનથી મારી નાંખવાની ધમકી, બાળલગ્ન વગેરેના ગુના બની ચુકયા હતા. તેવામાં મધ્યપ્રદેશ ખાતે રહેતા સગા-સંબંધીના ત્યાં સગીરાને સાવકી માતા સાથે મળવાનું થતા તેણે પિતાએ કરેલ તમામ દુષ્કર્મની વાત કરી હતી. જેના પગલે સાવકી પરંતુ માતા અને મહિલા હોવાના પગલે તેને પોતાની સાવકી દિકરી માટે લાગણી થતા તેણે આશ્વાસન આપ્યુ હતુ. આ બાદ કેટલાક સમય બાદ સગીરા ભરૂચ ખાતે તેની સાવકી માતા સાથે આવી હતી ત્યાં પિતાએ ફરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદ તરત જ સગીરાએ આ અંગે તેની સાવકી માતાને જાણ કરતા અને તેની બાબત પિતાને ખબર પડતા જ માતા અને સગીર દિકરીને પિતાએ ઢોર માર માર્યો હતો. છેવટે મહિલા શકિત રણચંડી બની હતી અને સાવકી માતાએ પોતાની દીકરીને સુરક્ષા કવચ પુરૂ પાડયુ હોય તેમ લાગણી બતાવતા સગીર દિકરીમાં પણ પિતાને બોધપાઠ આપવા અંગેની તાકાત આવી હતી. જેથી સાવકી માતા અને દિકરી સી.ડીવીઝન પોલીસ ભરૂચ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર પ્રકરણ પોલીસ તંત્રને જણાવતા એક સમયે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયુ હતુ તેમણે સગીર દિકરીના પિતા અને બાળલગ્ન કરનાર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Bharuch: ભરૂચમાં સગા બાપનું રાક્ષસી કૃત્ય,સગીર દીકરીને બે વાર ગર્ભવતી બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાવકી માતાએ દીકરી તરફ હમદર્દી દર્શાવી ફરિયાદ કરવા મદદ કરી
  • પિતાએ દુષ્કર્મ, જાનથી મારી નાંખવાની ધમકી, બાળલગ્ન સહિતના ગુના આચર્યા
  • ત્યાં પણ સાવકી માતાની ગેરહાજરીમાં દિકરીની એકલતાનો લાભ લઈ પિતાએ વારંવાર સગી સગીર દિકરી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું

ઘોળ કળીયુગના આ દિવસોમાં એક પછી એક વિચિત્ર બનાવો સપાટી પર આવી રહ્યા છે. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ સગા બાપે રાક્ષસી કૃત્ય કર્યુ હોય તેમ પોતાની સગી અને સગીર દિકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને બે-બે વાર ગર્ભવતી બનાવી હતી.

તો બીજીબાજુ સાવકી માતાએ દિકરી તરફ હમદર્દી અને મદદની ભાવના દર્શાવી પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ કરવા સાવકી દિકરીને સહાય કરી હતી. આ અંગે વિગતે જોતા ભરૂચ સીટી પોલીસ સી.ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ વર્ષ 2022 માં એક દિકરીના માતા-પિતાને બનતુ ન હોવાના પગલે છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા અને તેથી બીજી પત્ની સાથે તેની પહેલી પત્ની થકી થયેલ દિકરી સાથે રહેવા લાગ્યો હતો. બીજા સંતાનો અભ્યાસ અર્થે બહારગામ રહેતા હોય પતિ અને સગીર દિકરી ઘરમાં કેટલીકવાર એકલા જ રહેતા હતા. તેવામાં પિતાએ વારંવાર રાક્ષસી સ્વરૂપ ધારણ કરી સગીર દિકરી પર બળાત્કાર ગુજાર્યા હતા. તેવામાં સગીર દિકરી ગર્ભવતી બની જતા પિતાને મળેલ માહિતી મુજબ કોઈ ઝાડના મુળીયા ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. અમદાવાદ ખાતે દિકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ધમકી પણ આપી હતી કે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ દિકરીને લઈ પિતા તેની બીજી પત્ની સાથે વડોદરા રહેવા લાગ્યો હતો. ત્યાં પણ સાવકી માતાની ગેરહાજરીમાં દિકરીની એકલતાનો લાભ લઈ પિતાએ વારંવાર સગી સગીર દિકરી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સમયે પણ દિકરીને ગર્ભ રહી ગયો હતો.

આ સમય દરમ્યાન પિતાએ એક નવી ચાલ રમી દાહોડના સતિષ નરપત મેડાને બોલાવી પોતાની સગીર દિકરીને તેની સાથે પરણાવી દીધી હતી. આમ અત્યાર સુધીમાં કાયદાની દ્રષ્ટીએ દુષ્કર્મ, જાનથી મારી નાંખવાની ધમકી, બાળલગ્ન વગેરેના ગુના બની ચુકયા હતા. તેવામાં મધ્યપ્રદેશ ખાતે રહેતા સગા-સંબંધીના ત્યાં સગીરાને સાવકી માતા સાથે મળવાનું થતા તેણે પિતાએ કરેલ તમામ દુષ્કર્મની વાત કરી હતી. જેના પગલે સાવકી પરંતુ માતા અને મહિલા હોવાના પગલે તેને પોતાની સાવકી દિકરી માટે લાગણી થતા તેણે આશ્વાસન આપ્યુ હતુ. આ બાદ કેટલાક સમય બાદ સગીરા ભરૂચ ખાતે તેની સાવકી માતા સાથે આવી હતી ત્યાં પિતાએ ફરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદ તરત જ સગીરાએ આ અંગે તેની સાવકી માતાને જાણ કરતા અને તેની બાબત પિતાને ખબર પડતા જ માતા અને સગીર દિકરીને પિતાએ ઢોર માર માર્યો હતો.

છેવટે મહિલા શકિત રણચંડી બની હતી અને સાવકી માતાએ પોતાની દીકરીને સુરક્ષા કવચ પુરૂ પાડયુ હોય તેમ લાગણી બતાવતા સગીર દિકરીમાં પણ પિતાને બોધપાઠ આપવા અંગેની તાકાત આવી હતી. જેથી સાવકી માતા અને દિકરી સી.ડીવીઝન પોલીસ ભરૂચ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર પ્રકરણ પોલીસ તંત્રને જણાવતા એક સમયે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયુ હતુ તેમણે સગીર દિકરીના પિતા અને બાળલગ્ન કરનાર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.