Junagadh: નરસિંહ મહેતા તળાવને લઈ ફરી વિવાદ ઊભો થયો

નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જુનાગઢ નરસિંહ મહેતા તળાવને લઈ ફરી વિવાદ ઊભો થયો છે. ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તળાવમાં પાણી સંગ્રહને લઈ વિવાદ સર્જાયો છે. તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ચોમાસામાં ગતવર્ષ જેવી પરિસ્થિતિ થશે કે આ વખત મનપા જળ હોનારત ન થાય તે માટેની વ્યવસ્થાઓ કરી છે તે સફળ થશે કે નહિ તે તો આવનાર સમય બતાવશે.  નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો ચોમાસાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢની મધ્યમાં આવેલ અને નવા જુનાગઢને પાણી પૂરું પાડતું નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો છે. તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોમાસાનું પાણી અહી સંગ્રહ કરવામાં નહીં આવે અને પાણી સંગ્રહની કોઈ જ વ્યવસ્થા અહી કરવામાં નથી આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ તળાવમાં પાણી સંગ્રહ ન થવાથી આ વર્ષ પાણીની મોટી સમસ્યા જંજારડા રોડની અનેક સોસાયટીમાં ઊભી થઈ છે. લોકોને પાણીના ટાંકા મંગાવવા પડે છે. જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું હાલમાં જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તળા ની ક્ષમતા 500 એમ.એલ.ડીની હતી જે વધીને 800 એમ.એલ.ડીની કરવામાં થઈ છે. તેમજ તળાવને ઊંડુ ઉતારવામાં આવ્યું છે. તળાવમાં જે પાણીની આવક થશે તેમાં એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં ટનલ મારફત પાણી શુદ્ધ થઈને તળાવમાં આવશે જેથી પ્રથમ વરસાદ બાદ તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેવી સૂચનાએ આપવામાં આવી છે. આમ નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને ચોમાસામાં ગતવર્ષ જેવી પરિસ્થિતિ થશે કે આ વખત મનપા જળ હોનારત ન થાય તે માટેની વ્યવસ્થાઓ કરી છે તે સફળ થશે તે કેમ તે આવનાર સમય બતાવશે.

Junagadh: નરસિંહ મહેતા તળાવને લઈ ફરી વિવાદ ઊભો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો
  • પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું
  • તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

જુનાગઢ નરસિંહ મહેતા તળાવને લઈ ફરી વિવાદ ઊભો થયો છે. ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તળાવમાં પાણી સંગ્રહને લઈ વિવાદ સર્જાયો છે. તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ચોમાસામાં ગતવર્ષ જેવી પરિસ્થિતિ થશે કે આ વખત મનપા જળ હોનારત ન થાય તે માટેની વ્યવસ્થાઓ કરી છે તે સફળ થશે કે નહિ તે તો આવનાર સમય બતાવશે.

 નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો

ચોમાસાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢની મધ્યમાં આવેલ અને નવા જુનાગઢને પાણી પૂરું પાડતું નરસિંહ મહેતા તળાવમાં પાણી સંગ્રહને લઈને વિવાદ ઊભો થયો છે. તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોમાસાનું પાણી અહી સંગ્રહ કરવામાં નહીં આવે અને પાણી સંગ્રહની કોઈ જ વ્યવસ્થા અહી કરવામાં નથી આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ તળાવમાં પાણી સંગ્રહ ન થવાથી આ વર્ષ પાણીની મોટી સમસ્યા જંજારડા રોડની અનેક સોસાયટીમાં ઊભી થઈ છે. લોકોને પાણીના ટાંકા મંગાવવા પડે છે. જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું

હાલમાં જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાણી નિકાલ અને આવકની વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તળા ની ક્ષમતા 500 એમ.એલ.ડીની હતી જે વધીને 800 એમ.એલ.ડીની કરવામાં થઈ છે. તેમજ તળાવને ઊંડુ ઉતારવામાં આવ્યું છે. તળાવમાં જે પાણીની આવક થશે તેમાં એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં ટનલ મારફત પાણી શુદ્ધ થઈને તળાવમાં આવશે જેથી પ્રથમ વરસાદ બાદ તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેવી સૂચનાએ આપવામાં આવી છે. આમ નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને ચોમાસામાં ગતવર્ષ જેવી પરિસ્થિતિ થશે કે આ વખત મનપા જળ હોનારત ન થાય તે માટેની વ્યવસ્થાઓ કરી છે તે સફળ થશે તે કેમ તે આવનાર સમય બતાવશે.