Suratના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ ગેસ રિફિલિંગનો કર્યો સૌથી મોટો પર્દાફાશ

મોહનબાગ ખાતે ચાલતું હતું ગેરકાયદે રિફિલિંગ કૌભાંડ ગેસ સર્વિસની દુકાનની આડમાં ચાલતું હતું રિફિલિંગ કુલ 57,700ના મુદ્દામાલ સાથે 2 દુકાનદારની ધરપકડ સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ભાંડાફોડ કર્યો છે.27 ગેસના બાટલા સાથે 2 દુકાનદારોની ધરપકડ કરાઈ છે.મોહનબાગ ખાતે ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતું હતું ગેરકાયદેસર રિફિલિંગ કૌભાંડ,આ કૌભાંડમાં ગેસના બોટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું અને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. મુદ્દામાલ પણ જપ્ત કરાયો મોટાપાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરી વેપલો કરવામાં આવતો હતો સાથે સાથે લોકોના જીવને નુકસાન થાય તે પ્રમાણે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું,પોલીસે બે દુકાનદારોની ધરપકડ કરી ગેસના બાટલા તથા રિફેલિંગના સામાન મળી કુલ 57,700નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ઈચ્છાપોર પોલીસે પણ કૌભાંડ ઝડપ્યું ઈચ્છાપોર પોલીસે 38 વર્ષીય દુકાનદાર ગોવિંદ નથ્થુલાલ ખટીક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. 5 જૂને રાત્રે બાતમીને આધારે પોલીસે સાંઇ સેલ્સ સર્વિસની દુકાનમાં ચેકિંગ કરી હતી. દુકાનમાંથી અલગ અલગ કંપનીઓની ગેસની બોટલમાંથી રિફિલીંગ કરાતું હતું. પોલીસે 23100નો મુદામાલ જપ્ત કર્યો હતો. 28 ફેબ્રુઆરી 2024ના રોજ પંચમહાલમાં ગેસ કૌભાંડ ઝડપાયું પંચમહાલમાં ગોધરાના ભુરાવાવમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. HP એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડા પાડતા ગેસ રિફિલિંગનો ભાંડો ફૂટ્યો હતો. ગેસ એજન્સીના સંચાલકો એ જ કૌભાંડ આચર્યું હોવાની માહિતી મળી છે. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હતું.અડાજણમાં પણ ગેસ કૌભાંડ ઝડપાયુ હતું સુરતમાં સમયાંતરે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. અડાજણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 

Suratના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ ગેસ રિફિલિંગનો કર્યો સૌથી મોટો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોહનબાગ ખાતે ચાલતું હતું ગેરકાયદે રિફિલિંગ કૌભાંડ
  • ગેસ સર્વિસની દુકાનની આડમાં ચાલતું હતું રિફિલિંગ
  • કુલ 57,700ના મુદ્દામાલ સાથે 2 દુકાનદારની ધરપકડ

સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ભાંડાફોડ કર્યો છે.27 ગેસના બાટલા સાથે 2 દુકાનદારોની ધરપકડ કરાઈ છે.મોહનબાગ ખાતે ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતું હતું ગેરકાયદેસર રિફિલિંગ કૌભાંડ,આ કૌભાંડમાં ગેસના બોટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું અને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

મુદ્દામાલ પણ જપ્ત કરાયો

મોટાપાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરી વેપલો કરવામાં આવતો હતો સાથે સાથે લોકોના જીવને નુકસાન થાય તે પ્રમાણે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું,પોલીસે બે દુકાનદારોની ધરપકડ કરી ગેસના બાટલા તથા રિફેલિંગના સામાન મળી કુલ 57,700નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

ઈચ્છાપોર પોલીસે પણ કૌભાંડ ઝડપ્યું

ઈચ્છાપોર પોલીસે 38 વર્ષીય દુકાનદાર ગોવિંદ નથ્થુલાલ ખટીક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. 5 જૂને રાત્રે બાતમીને આધારે પોલીસે સાંઇ સેલ્સ સર્વિસની દુકાનમાં ચેકિંગ કરી હતી. દુકાનમાંથી અલગ અલગ કંપનીઓની ગેસની બોટલમાંથી રિફિલીંગ કરાતું હતું. પોલીસે 23100નો મુદામાલ જપ્ત કર્યો હતો.

28 ફેબ્રુઆરી 2024ના રોજ પંચમહાલમાં ગેસ કૌભાંડ ઝડપાયું

પંચમહાલમાં ગોધરાના ભુરાવાવમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. HP એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડા પાડતા ગેસ રિફિલિંગનો ભાંડો ફૂટ્યો હતો. ગેસ એજન્સીના સંચાલકો એ જ કૌભાંડ આચર્યું હોવાની માહિતી મળી છે. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હતું.

અડાજણમાં પણ ગેસ કૌભાંડ ઝડપાયુ હતું

સુરતમાં સમયાંતરે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. અડાજણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે.