C.R.Patilએ વિજયમુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું, જય શ્રીરામના નારા લાગ્યા

નવસારી બેઠક પરથી પાટીલે ઉમેદવારી નોંધાવી ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી: પાટીલગઇકાલે વિજયમુહૂર્ત ચૂક્યા હતા પાટીલસી.આર.પાટીલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવી છે. તેમજ 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી સી.આર પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે. જેમાં કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી. તેમજ સી.આર.પાટીલે જણાવ્યું છે કે ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. મોદીસાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે. ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસલોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે. ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે.સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. ત્યારે સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં. 

C.R.Patilએ વિજયમુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું, જય શ્રીરામના નારા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી બેઠક પરથી પાટીલે ઉમેદવારી નોંધાવી
  • ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી: પાટીલ
  • ગઇકાલે વિજયમુહૂર્ત ચૂક્યા હતા પાટીલ

સી.આર.પાટીલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવી છે. તેમજ 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.

કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી 
સી.આર પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે. જેમાં કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી. તેમજ સી.આર.પાટીલે જણાવ્યું છે કે ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. મોદીસાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે. 

ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે. ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી
ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. ત્યારે સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.