Vadodara: વાઘોડિયામાં બાઈકની હેડલાઈટમાંથી નીકળ્યો અચાનક સાપ, વાહન ચાલકનો છુટી ગયો પરસેવો

બાઈકમાં સાપ દેખાતા જ વાહન ચાલક ગભરાયોજીવદયા સંસ્થાના કાર્યકરોએ પોણો કલાકની મહેનત બાદ બાઈકમાંથી સાપ બહાર કાઢ્યો તમામ લોકોએ વાહન ચલાવતા પહેલા ખાસ તકેદારી રાખવાની જરૂર રાજ્યમાં ચારેબાજુ મેઘ મહેર થઈ રહી છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બાઈકની હેડલાઈટમાં સાપ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. હેડલાઈટમાંથી નીકળ્યો સાપ વાઘોડિયા વિસ્તારમાં એક બાઈક ચાલક પોતાના બાઈકમાં સવાર થયો, ત્યારે તેને અચાનક બાઈકની હેડલાઈટમાં કંઈક અજૂગતુ દેખાયુ અને તે અચાનક જ બાઈક પરથી ઉતરી ગયો, ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે બાઈકની હેડલાઈટમાં સાપ છુપાયેલો હતો. જો કે બાઈકમાં સાપ દેખાતા જ વાહન ચાલક ગભરાઈ ગયો હતો. ત્યારબાદ જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી અને સંસ્થાના કાર્યકરોએ પોણો કલાકની મહેનત બાદ બાઈકમાંથી સાપને બહાર કાઢ્યો હતો. ચોમાસાની સિઝનમાં વાહન પર બેસતા પહેલા ચેતવુ હાલમાં ચોમાસાની સિઝનમાં તમામ લોકોએ વાહન ચલાવતા પહેલા ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને આ સિઝનમાં વાહન પર બેસતા પહેલા તેને જરૂર ચેક કરવું જોઈએ. ત્યારબાદ તેની પર સવારી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચોમાસામાં મગરો પણ માનવ વસ્તીમાં આવી જાય છે.

Vadodara: વાઘોડિયામાં બાઈકની હેડલાઈટમાંથી નીકળ્યો અચાનક સાપ, વાહન ચાલકનો છુટી ગયો પરસેવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાઈકમાં સાપ દેખાતા જ વાહન ચાલક ગભરાયો
  • જીવદયા સંસ્થાના કાર્યકરોએ પોણો કલાકની મહેનત બાદ બાઈકમાંથી સાપ બહાર કાઢ્યો
  • તમામ લોકોએ વાહન ચલાવતા પહેલા ખાસ તકેદારી રાખવાની જરૂર

રાજ્યમાં ચારેબાજુ મેઘ મહેર થઈ રહી છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બાઈકની હેડલાઈટમાં સાપ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હેડલાઈટમાંથી નીકળ્યો સાપ

વાઘોડિયા વિસ્તારમાં એક બાઈક ચાલક પોતાના બાઈકમાં સવાર થયો, ત્યારે તેને અચાનક બાઈકની હેડલાઈટમાં કંઈક અજૂગતુ દેખાયુ અને તે અચાનક જ બાઈક પરથી ઉતરી ગયો, ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે બાઈકની હેડલાઈટમાં સાપ છુપાયેલો હતો. જો કે બાઈકમાં સાપ દેખાતા જ વાહન ચાલક ગભરાઈ ગયો હતો. ત્યારબાદ જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી અને સંસ્થાના કાર્યકરોએ પોણો કલાકની મહેનત બાદ બાઈકમાંથી સાપને બહાર કાઢ્યો હતો.

ચોમાસાની સિઝનમાં વાહન પર બેસતા પહેલા ચેતવુ

હાલમાં ચોમાસાની સિઝનમાં તમામ લોકોએ વાહન ચલાવતા પહેલા ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને આ સિઝનમાં વાહન પર બેસતા પહેલા તેને જરૂર ચેક કરવું જોઈએ. ત્યારબાદ તેની પર સવારી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચોમાસામાં મગરો પણ માનવ વસ્તીમાં આવી જાય છે.