Rajkot અગ્નિકાંડમાં ફાયર NOC ન હોવાથી મનપા ટીપી વિભાગે ફાઇલ ફગાવી હતી

ગેમઝોનના બાંધકામને કાયદેસર બનાવવા ઘડયો હતો પ્લાન સંચાલકોએ ઇમ્પેક્ટ ફી ભરવાની તૈયારી સાથે ફાઇલ મુકી હતી ફાયર NOC ન હોવાથી મનપા ટીપી વિભાગે ફાઇલ ફગાવી હતી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે,જેમાં ગેમઝોનના બાંધકામને કાયદેસર બનાવવા માટે પ્લાન ઘડાયો હતો,તો સંચાલકોએ ઈમ્પેકટ ફી ભરવાની તૈયારી સાથે ફાઈલ મુકી હતી,પરંતુ ફાયર વિભાગની NOC ન હોવાથી મનપાના ટીપી વિભાગે ફાઈલને ફગાવી દીધી હતી. તંત્રએ લીધી DNA ટેસ્ટની મદદ 25 મે 2024ની સાંજ ગુજરાત માટે દુખદ હતી કેમકે કાલાવાડ રોડ પર જે ગેમઝોનમાં ઘટના બની તે જાણીને સૌ કોઈની આંખમાં પાણી હતા,આ ઘટનામાં 28 લોકોના મોત થયા છે,તો મૃતદેહ એ સુધી બળીને ખાખ થઈ ગયા કે કોનો મૃતદેહ છે તે ઓળખવું પણ અઘરૂ થઈ ગયું છે,જેના કારણે તંત્રએ DNA ટેસ્ટની મદદ લીધી હતી. આ કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે તુષાર ગોકાણીની નિમણૂક કરાઈ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પે. પી.પી. તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.બીજી તરફ રાજકોટ બાર એસોસિએશને આરોપી તરફ કેસ લડવાની મનાઈ કરી દીધી છે. 7 લોકોના પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યાં 1-સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા 2-સ્મિત મનીષભાઈ વાળા 3-સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા 4-જીગ્નેશ કાળુભાઇ ગઢવી 5-ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ 6-વિશ્વરાજસિંહ જશુભા જાડેજા 7-આશાબેન ચંદુભાઈ કાથડ DNA મેચ થતા પરિવારને જાણ કરાઈ વધુ 3 લોકોના DNA રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. DNA રિપોર્ટ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ધર્મરાજ વિરેન્દ્રસિંહ જાડેજા અને ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના DNA ટેસ્ટ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી. ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ લઇ પરિવારજનો ભાવનગર જવા રવાના થયાં છે.  

Rajkot અગ્નિકાંડમાં ફાયર NOC ન હોવાથી મનપા ટીપી વિભાગે ફાઇલ ફગાવી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોનના બાંધકામને કાયદેસર બનાવવા ઘડયો હતો પ્લાન
  • સંચાલકોએ ઇમ્પેક્ટ ફી ભરવાની તૈયારી સાથે ફાઇલ મુકી હતી
  • ફાયર NOC ન હોવાથી મનપા ટીપી વિભાગે ફાઇલ ફગાવી હતી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે,જેમાં ગેમઝોનના બાંધકામને કાયદેસર બનાવવા માટે પ્લાન ઘડાયો હતો,તો સંચાલકોએ ઈમ્પેકટ ફી ભરવાની તૈયારી સાથે ફાઈલ મુકી હતી,પરંતુ ફાયર વિભાગની NOC ન હોવાથી મનપાના ટીપી વિભાગે ફાઈલને ફગાવી દીધી હતી.

તંત્રએ લીધી DNA ટેસ્ટની મદદ

25 મે 2024ની સાંજ ગુજરાત માટે દુખદ હતી કેમકે કાલાવાડ રોડ પર જે ગેમઝોનમાં ઘટના બની તે જાણીને સૌ કોઈની આંખમાં પાણી હતા,આ ઘટનામાં 28 લોકોના મોત થયા છે,તો મૃતદેહ એ સુધી બળીને ખાખ થઈ ગયા કે કોનો મૃતદેહ છે તે ઓળખવું પણ અઘરૂ થઈ ગયું છે,જેના કારણે તંત્રએ DNA ટેસ્ટની મદદ લીધી હતી.

આ કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે તુષાર ગોકાણીની નિમણૂક કરાઈ

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પે. પી.પી. તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.બીજી તરફ રાજકોટ બાર એસોસિએશને આરોપી તરફ કેસ લડવાની મનાઈ કરી દીધી છે.

7 લોકોના પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યાં

1-સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

2-સ્મિત મનીષભાઈ વાળા

3-સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા

4-જીગ્નેશ કાળુભાઇ ગઢવી

5-ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ

6-વિશ્વરાજસિંહ જશુભા જાડેજા

7-આશાબેન ચંદુભાઈ કાથડ

DNA મેચ થતા પરિવારને જાણ કરાઈ

વધુ 3 લોકોના DNA રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. DNA રિપોર્ટ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ધર્મરાજ વિરેન્દ્રસિંહ જાડેજા અને ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના DNA ટેસ્ટ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી. ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ લઇ પરિવારજનો ભાવનગર જવા રવાના થયાં છે.