Surat News: શહેરના 10 ગેમ ઝોનમાં ફાયરસેફટીના ધજાગરા, કાર્યવાહીના ભણકારા

10 ગેમ ઝોન વિરૂદ્ધ કડક કાર્યવાહીના ભણકારા10 પૈકી 3માં ટેમ્પરરી સ્ટ્રક્ચર, 5માં તો BU જ નથી તમામ 10 ગેમ ઝોનમાં ઈલેક્ટ્રીકની ખામી સામે આવી રાજકોટમાં 28 લોકોનો ભોગ લીધા બાદ હવે સમગ્ર રાજ્યમાં તંત્ર દોડતું થયું છે અને ગેમ ઝોન અને ફન ઝોન સહિતના જાહેર સ્થળોએ ફાયર સેફટીને લઈને તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, સુરત શહેરમાં વર્ષ 2019માં સામે આવેલ તક્ષશિલા અગ્નિ કાંડ બાદ પણ તંત્રની અદેખાઈ અને લેભાગુઓની લાલચના પુરાવા સતત મળતા રહે છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ ગેરકાયદેસર અને ફાયર સેફટીના ધજાગરા ઉડાડતી ઇમારતોને લઈને મોટો ખૂલસો થયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી. સુરત શહેરમાં ધમધમતા તમામ ગેમઝોન માંથી 10 જેટલા ગેમઝોન એવા સામે આવ્યા છે જ્યાં નિયમોની અદેખાઈ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. આવા 10 ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના 10 ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. તપાસ કરવામાં આવેલ 10 ગેમઝોન પૈકી ત્રણ ગેમઝોન અસ્થાયી સ્ટ્રક્ચર પર બનાવીને ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું તો પાંચ ગેમઝોન પાસે તો BU પરમીશન જ નહોતી. તો સાથે સાથે સામે આવ્યું છે કે તમામ તમામ 10 ગેમ ઝોનમાં ઈલેક્ટ્રીકની ખામી સામે આવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ, મોટા ભાગના ગેમ ઝોનમાં ફાયર એલાર્મ સિસ્ટમનો પણ અભાવ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે તક્ષશિલા હોનારત બાદ પણ શહેરમાં ફાયરથી માંડીને ગેરકાયદેસર બાંધકામોનું ન્યુશન્સ યથાવત જોવા મળી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

Surat News: શહેરના 10 ગેમ ઝોનમાં ફાયરસેફટીના ધજાગરા, કાર્યવાહીના ભણકારા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 ગેમ ઝોન વિરૂદ્ધ કડક કાર્યવાહીના ભણકારા
  • 10 પૈકી 3માં ટેમ્પરરી સ્ટ્રક્ચર, 5માં તો BU જ નથી
  • તમામ 10 ગેમ ઝોનમાં ઈલેક્ટ્રીકની ખામી સામે આવી

રાજકોટમાં 28 લોકોનો ભોગ લીધા બાદ હવે સમગ્ર રાજ્યમાં તંત્ર દોડતું થયું છે અને ગેમ ઝોન અને ફન ઝોન સહિતના જાહેર સ્થળોએ ફાયર સેફટીને લઈને તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, સુરત શહેરમાં વર્ષ 2019માં સામે આવેલ તક્ષશિલા અગ્નિ કાંડ બાદ પણ તંત્રની અદેખાઈ અને લેભાગુઓની લાલચના પુરાવા સતત મળતા રહે છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ ગેરકાયદેસર અને ફાયર સેફટીના ધજાગરા ઉડાડતી ઇમારતોને લઈને મોટો ખૂલસો થયો છે.


રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી. સુરત શહેરમાં ધમધમતા તમામ ગેમઝોન માંથી 10 જેટલા ગેમઝોન એવા સામે આવ્યા છે જ્યાં નિયમોની અદેખાઈ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. આવા 10 ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના 10 ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. તપાસ કરવામાં આવેલ 10 ગેમઝોન પૈકી ત્રણ ગેમઝોન અસ્થાયી સ્ટ્રક્ચર પર બનાવીને ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું તો પાંચ ગેમઝોન પાસે તો BU પરમીશન જ નહોતી. તો સાથે સાથે સામે આવ્યું છે કે તમામ તમામ 10 ગેમ ઝોનમાં ઈલેક્ટ્રીકની ખામી સામે આવી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ, મોટા ભાગના ગેમ ઝોનમાં ફાયર એલાર્મ સિસ્ટમનો પણ અભાવ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે તક્ષશિલા હોનારત બાદ પણ શહેરમાં ફાયરથી માંડીને ગેરકાયદેસર બાંધકામોનું ન્યુશન્સ યથાવત જોવા મળી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.