Vadodaraમાં બાળકો હવે કમાટીબાગમાં છુક-છુક ગાડીની મજા નહી માણી શકે,તંત્રનો મોટો નિર્ણય

ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ અને ફન પાર્કસ બંધ કરાયા કમાટીબાગમાં જોયટ્રેન, બમ્પી રાઈડસની સાથે બે કાફે પણ બંધ NOC અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઈ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્રએ રાતોરાત શહેરના 16 ગેમ ઝોન સદંતર બંધ કરાવી દીધા છે. સાથે જ કમાટીબાગમાં આવેલી જોય ટ્રેન અને રાઇડ્સ સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધી છે. કમિટીનું કરાયુ ગઠન ગેમઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી, સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી, ફાયર એન. ઓ.સી., બિલ્ડીંગની ઓ.સી., ઈલેક્ટ્રીસિટી લોડ અને કનેક્શન સહિતની નવેસરથી ચકાસણી કરવામાં ન આવે, ત્યાં સુધી તમામ ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ અને ફન પાર્કસને બંધ કરવાનો આદેશ મ્યુનિ.કમિશનરે કર્યો છે. આ ચકાસણી કરવા એક કમિટીનું ગઠન કરાયું છે. કાફે પણ કરાયા બંધ શહેરમાં આવેલ ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ આગની કે આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે સરકારના આદેશથી જ તંત્ર હરકતમાં આવ્યું છે. આ આનંદ પ્રમોદના સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી ચકાસણી કરવા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ એક કમિટી બનાવી છે. જેમાં જે કોર્પોરેશનના સિવિલ, ઈલેક્ટ્રીક, મિકેનીકના એન્જિનિયરો, ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર, જીઈબીના એન્જિનિયર, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એન્જિનિયર અને પોલીસ વિભાગના મળી કુલ ૧૬ કર્મચારીઓને સમાવ્યા છે. આ કમિટીને ૨૪ કલાકમાં રિપોર્ટ કરવા જણાવાયું છે. જેને લઈ એક્ટિવ થયેલા કમિટીના સભ્યોએ આજે વિવિધ વિસ્તારોમાં ગેમઝોન બંધ કરાવવાની સાથે કમાટીબાગ ખાતે જોય ટ્રેન અને બમ્પી રાઈડ પણ બંધ કરાવી હતી. તેમજ મુજમહુડા ખાતે આવેલ સ્પીરીટ ઓફ ઈન્ડિયા અને ટેસ્ટ ઓફ વડોદરાની બાજુમાં કન્ટેઈનર મૂકીને ચાલતા કાફે રેસ્ટોરન્ટો પણ બંધ કરાવ્યા છે. 24 કલાકમાં કમિટી આ મુદ્દાઓની ચકાસણી કરી અહેવાલ રજૂ કરશે 1- જરૂરી પરવાનગી, લાયસન્સ, એન.ઓ.સી. લેવામાં આવેલ છે કે કેમ? તેની તપાસ પોલીસ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ કરશે. જો, જરૂરી પરવાનગી ન હોય તો તાત્કાલીક અસરથી પ્રવૃતિ બંધ કરાવવાની રહેશે. 2- ગેમઝોન, એમ્યુઝેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના સ્થળોએ ક્ષેત્રફળ મુજબ મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં નિર્દેશિત થયેલ છે કે કેમ? તેની ચકાસણી ફાયર અને પોલીસ વિભાગે કરવાની રહેશે. 3-ફાયર અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા એસ્કેપ રૂટ / બહાર જવાના રસ્તા નિયત થયા છે કે કેમ? તેમજ જરૂરી ફાયર સિસ્ટમ લગાડી છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. 4- પાવર લોડ છે કે કેમ? સ્થળ પર લગાવેલા અન્ય ઈલેક્ટ્રીક ઉપકરણો, કેબલ યોગ્ય છે? તેની ચકાસણી કરવાની રહેશે. 5- મિકેનિકલ વિભાગ દ્વારા મિકેનીકલ ઉપકરણોની યોગ્યતા તથા કાર્યક્ષમતા બાબતે તપાસ કરવાની રહેશે. 6- સિવિલ સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીનું રજિસ્ટર્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું સર્ટીફિકેટ મેળવ્યું છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. 7-વડોદરા મહાનગર પાલિકાનું બિલ્ડીંગ ઓક્યુપેશન સર્ટીફિકેટ મેળવ્યું છે? તેની ચકાસણી કરવી. 8-સ્ટાફને ફાયર સેફટી અને ફસ્ટ એડની તાલીમ આપી છે? તેની તપાસ કરવાની રહેશે.  

Vadodaraમાં બાળકો હવે કમાટીબાગમાં છુક-છુક ગાડીની મજા નહી માણી શકે,તંત્રનો મોટો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ અને ફન પાર્કસ બંધ કરાયા
  • કમાટીબાગમાં જોયટ્રેન, બમ્પી રાઈડસની સાથે બે કાફે પણ બંધ
  • NOC અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઈ

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્રએ રાતોરાત શહેરના 16 ગેમ ઝોન સદંતર બંધ કરાવી દીધા છે. સાથે જ કમાટીબાગમાં આવેલી જોય ટ્રેન અને રાઇડ્સ સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધી છે.

કમિટીનું કરાયુ ગઠન

ગેમઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી, સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી, ફાયર એન. ઓ.સી., બિલ્ડીંગની ઓ.સી., ઈલેક્ટ્રીસિટી લોડ અને કનેક્શન સહિતની નવેસરથી ચકાસણી કરવામાં ન આવે, ત્યાં સુધી તમામ ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ અને ફન પાર્કસને બંધ કરવાનો આદેશ મ્યુનિ.કમિશનરે કર્યો છે. આ ચકાસણી કરવા એક કમિટીનું ગઠન કરાયું છે.

કાફે પણ કરાયા બંધ

શહેરમાં આવેલ ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ આગની કે આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે સરકારના આદેશથી જ તંત્ર હરકતમાં આવ્યું છે. આ આનંદ પ્રમોદના સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી જરૂરી ચકાસણી કરવા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ એક કમિટી બનાવી છે. જેમાં જે કોર્પોરેશનના સિવિલ, ઈલેક્ટ્રીક, મિકેનીકના એન્જિનિયરો, ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર, જીઈબીના એન્જિનિયર, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એન્જિનિયર અને પોલીસ વિભાગના મળી કુલ ૧૬ કર્મચારીઓને સમાવ્યા છે. આ કમિટીને ૨૪ કલાકમાં રિપોર્ટ કરવા જણાવાયું છે. જેને લઈ એક્ટિવ થયેલા કમિટીના સભ્યોએ આજે વિવિધ વિસ્તારોમાં ગેમઝોન બંધ કરાવવાની સાથે કમાટીબાગ ખાતે જોય ટ્રેન અને બમ્પી રાઈડ પણ બંધ કરાવી હતી. તેમજ મુજમહુડા ખાતે આવેલ સ્પીરીટ ઓફ ઈન્ડિયા અને ટેસ્ટ ઓફ વડોદરાની બાજુમાં કન્ટેઈનર મૂકીને ચાલતા કાફે રેસ્ટોરન્ટો પણ બંધ કરાવ્યા છે.


24 કલાકમાં કમિટી આ મુદ્દાઓની ચકાસણી કરી અહેવાલ રજૂ કરશે

1- જરૂરી પરવાનગી, લાયસન્સ, એન.ઓ.સી. લેવામાં આવેલ છે કે કેમ? તેની તપાસ પોલીસ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ કરશે. જો, જરૂરી પરવાનગી ન હોય તો તાત્કાલીક અસરથી પ્રવૃતિ બંધ કરાવવાની રહેશે.

2- ગેમઝોન, એમ્યુઝેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના સ્થળોએ ક્ષેત્રફળ મુજબ મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં નિર્દેશિત થયેલ છે કે કેમ? તેની ચકાસણી ફાયર અને પોલીસ વિભાગે કરવાની રહેશે.

3-ફાયર અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા એસ્કેપ રૂટ / બહાર જવાના રસ્તા નિયત થયા છે કે કેમ? તેમજ જરૂરી ફાયર સિસ્ટમ લગાડી છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.

4- પાવર લોડ છે કે કેમ? સ્થળ પર લગાવેલા અન્ય ઈલેક્ટ્રીક ઉપકરણો, કેબલ યોગ્ય છે? તેની ચકાસણી કરવાની રહેશે.

5- મિકેનિકલ વિભાગ દ્વારા મિકેનીકલ ઉપકરણોની યોગ્યતા તથા કાર્યક્ષમતા બાબતે તપાસ કરવાની રહેશે.

6- સિવિલ સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીનું રજિસ્ટર્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું સર્ટીફિકેટ મેળવ્યું છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.

7-વડોદરા મહાનગર પાલિકાનું બિલ્ડીંગ ઓક્યુપેશન સર્ટીફિકેટ મેળવ્યું છે? તેની ચકાસણી કરવી.

8-સ્ટાફને ફાયર સેફટી અને ફસ્ટ એડની તાલીમ આપી છે? તેની તપાસ કરવાની રહેશે.