અમદાવાદના વાસણામાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યકિતએ કર્યો આપઘાત

આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વિનોદ ઠક્કર નામના વેપારીના આપઘાત મામલે વાસણા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ નોધ્યો ગુનો ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા અને ઉમેશ ચૌહાણ છે. આ આરોપીઓએ ભેગા મળીને એક વેપારીને વ્યાજચક્રમાં એવો ફસાવ્યો કે તેણે પોતાના જ જીવનનો અંત લાવી દીધો.થોડા સમય પહેલા રાજ્ય સરકારે વ્યાજખોર પર અંકુશ લાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી,પરંતુ ઝુંબેશ પુર્ણ થતા જ ફરી એક વાર વ્યાજખોર સક્રિય થયા હોય તેવી ઘટના સામે આવી છે. ત્રણ આરોપીની કરાઈ ધરપકડ વાસણાં વિસ્તારમા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા અને ફ્લોર ફેક્ટરી ચલાવતા વિનોદ ઠક્કર નામનાં વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 5મી એપ્રિલના રોજ પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જોકે તેમના દ્વારા લખાયેલ સ્યુસાઈડ નોટે આ પાછળના કારણોના ખુલાસા કર્યા હતા. જેથી તેમની પત્નીએ આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણા અને ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્યુસાઈડ નોટમાં માનસિકત્રાસનો કર્યો ઉલ્લેખ મૃતક વિનોદ ઠક્કરે લખેલી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે પોતે માનસિક કંટાળી ગયા છે, દર્શક ઠક્કર, ગોપાલ તારાજી, ઉમેશ ચૌહાણ, કમલેશ પટેલ અને અનીલ અગ્રવાલના કારણે તે આ પગલું ભરે છે. તમામ લોકો પાસેથી ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા ડબલ ચુકવી દીધા બાદ પણ ત્રાસ આપવામાં આવતો હતો. કૌટુંબિક બનેવી દર્શકકુમારને મહિને એક લાખ વ્યાજ આપવા છતાં તે હેરાન કરતો હતો. કમલેશ તેઓની ગાડી પણ લઈ ગયો છે અને સીંગદાણા જે વેપારીએ ખરીદ્યા હતા તે ચોરીના હોવાનું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતી હતી. જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. સ્યુસાઈડ નોટમાં તેઓએ પોતાની વિમા પોલીસી અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે તેઓના આ પગલાથી પરિવાર નિરાધાર બન્યો છે. ધંધામાં જરૂર હતી રૂપિયાની મૃતક વિનોદ ઠક્કર છેલ્લાં 20 વર્ષથી જસરાજ ફ્લોર ફેક્ટરી ચલાવતા હતા અને ધંધામાં પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જોકે બાદમાં તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતા તેઓએ આ પગલું ભર્યું હતું. આ ઘટનાને લઈને તેઓની પત્ની સોનલ ઠક્કરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2ની શોધખોળ હાથધરી છે.

અમદાવાદના વાસણામાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યકિતએ કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
  • વિનોદ ઠક્કર નામના વેપારીના આપઘાત મામલે વાસણા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ નોધ્યો ગુનો
  • ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી

વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા અને ઉમેશ ચૌહાણ છે. આ આરોપીઓએ ભેગા મળીને એક વેપારીને વ્યાજચક્રમાં એવો ફસાવ્યો કે તેણે પોતાના જ જીવનનો અંત લાવી દીધો.થોડા સમય પહેલા રાજ્ય સરકારે વ્યાજખોર પર અંકુશ લાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી,પરંતુ ઝુંબેશ પુર્ણ થતા જ ફરી એક વાર વ્યાજખોર સક્રિય થયા હોય તેવી ઘટના સામે આવી છે.

ત્રણ આરોપીની કરાઈ ધરપકડ

વાસણાં વિસ્તારમા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા અને ફ્લોર ફેક્ટરી ચલાવતા વિનોદ ઠક્કર નામનાં વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 5મી એપ્રિલના રોજ પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જોકે તેમના દ્વારા લખાયેલ સ્યુસાઈડ નોટે આ પાછળના કારણોના ખુલાસા કર્યા હતા. જેથી તેમની પત્નીએ આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણા અને ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.


સ્યુસાઈડ નોટમાં માનસિકત્રાસનો કર્યો ઉલ્લેખ

મૃતક વિનોદ ઠક્કરે લખેલી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે પોતે માનસિક કંટાળી ગયા છે, દર્શક ઠક્કર, ગોપાલ તારાજી, ઉમેશ ચૌહાણ, કમલેશ પટેલ અને અનીલ અગ્રવાલના કારણે તે આ પગલું ભરે છે. તમામ લોકો પાસેથી ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા ડબલ ચુકવી દીધા બાદ પણ ત્રાસ આપવામાં આવતો હતો. કૌટુંબિક બનેવી દર્શકકુમારને મહિને એક લાખ વ્યાજ આપવા છતાં તે હેરાન કરતો હતો. કમલેશ તેઓની ગાડી પણ લઈ ગયો છે અને સીંગદાણા જે વેપારીએ ખરીદ્યા હતા તે ચોરીના હોવાનું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતી હતી. જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. સ્યુસાઈડ નોટમાં તેઓએ પોતાની વિમા પોલીસી અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે તેઓના આ પગલાથી પરિવાર નિરાધાર બન્યો છે.


ધંધામાં જરૂર હતી રૂપિયાની

મૃતક વિનોદ ઠક્કર છેલ્લાં 20 વર્ષથી જસરાજ ફ્લોર ફેક્ટરી ચલાવતા હતા અને ધંધામાં પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જોકે બાદમાં તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતા તેઓએ આ પગલું ભર્યું હતું. આ ઘટનાને લઈને તેઓની પત્ની સોનલ ઠક્કરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2ની શોધખોળ હાથધરી છે.