Gandhinagar :પીઆઇ બી.એમ.પટેલ ધરપકડથી બચવા રાજ્યનાં મંદિરોમાં ફરતો હતો

ક્રિકેટ સટ્ટાના 10 લાખની લાંચ કેસમાં ફરાર PI પટેલ હાજર થયામાનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહીને તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયો હતો શાહીબાગમાં આવેલ એસીબી કચેરીની સામે જ આવેલ સાયબર ક્રાઇમની કચેરીમાં પીઆઇ બી.એમ.પટેલ કામ કરતા હતા. ત્યારે ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માટે ફરિયાદી પાસે પીઆઇએ રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રૂ. 10 લાખ લેવા પીઆઇએ પોતાના એએસઆઇ ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલને સિંધુભવન હોલ પાસે મોકલ્યા હતા. જેમાં એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે પીઆઇ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ ફરાર થઇ ગયો હતો. ત્યારે સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયો હતો. જ્યારે હવે એસીબી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ પ્રાથમિક પૂછપરછ કરતા તે શામળાજી તેમજ ગામડામાં આવેલ જુદા-જુદા મંદિરોમાં ફરતો હતો. ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે લાંચ માંગવાના કેસમાં ફરાર પીઆઇ બી.એમ.પટેલ સોમવારે બપોરે એસીબીમાં હાજર થયો હતો. જેમાં પીઆઇ ભાગી ગયા બાદ સતત તેના માનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહેતો હતો અને તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો. તેમજ તે ભાગ્યા બાદ સૌપ્રથમ શામળાજી ગયો હતો અને ત્યાંથી રાજ્યમાં આવેલ જુદા-જુદા ગામડાના મંદિરોમાં ફરતો હતો. તેમજ જુદા-જુદા નંબરો વાપરીને પરિવારજનો સાથે સંપર્ક કરતો હતો. ત્યારે એસીબી પીઆઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. જો કે મહત્વનું છે કે આ પીઆઇએ અગાઉ પણ છેલ્લા ચાર મહિનામાં 20 લાખનો તોડ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

Gandhinagar :પીઆઇ બી.એમ.પટેલ ધરપકડથી બચવા રાજ્યનાં મંદિરોમાં ફરતો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રિકેટ સટ્ટાના 10 લાખની લાંચ કેસમાં ફરાર PI પટેલ હાજર થયા
  • માનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહીને તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો
  • સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયો હતો

શાહીબાગમાં આવેલ એસીબી કચેરીની સામે જ આવેલ સાયબર ક્રાઇમની કચેરીમાં પીઆઇ બી.એમ.પટેલ કામ કરતા હતા. ત્યારે ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માટે ફરિયાદી પાસે પીઆઇએ રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી.

જેમાં રૂ. 10 લાખ લેવા પીઆઇએ પોતાના એએસઆઇ ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલને સિંધુભવન હોલ પાસે મોકલ્યા હતા. જેમાં એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે પીઆઇ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ ફરાર થઇ ગયો હતો. ત્યારે સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયો હતો. જ્યારે હવે એસીબી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ પ્રાથમિક પૂછપરછ કરતા તે શામળાજી તેમજ ગામડામાં આવેલ જુદા-જુદા મંદિરોમાં ફરતો હતો.

ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે લાંચ માંગવાના કેસમાં ફરાર પીઆઇ બી.એમ.પટેલ સોમવારે બપોરે એસીબીમાં હાજર થયો હતો. જેમાં પીઆઇ ભાગી ગયા બાદ સતત તેના માનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહેતો હતો અને તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો. તેમજ તે ભાગ્યા બાદ સૌપ્રથમ શામળાજી ગયો હતો અને ત્યાંથી રાજ્યમાં આવેલ જુદા-જુદા ગામડાના મંદિરોમાં ફરતો હતો. તેમજ જુદા-જુદા નંબરો વાપરીને પરિવારજનો સાથે સંપર્ક કરતો હતો. ત્યારે એસીબી પીઆઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. જો કે મહત્વનું છે કે આ પીઆઇએ અગાઉ પણ છેલ્લા ચાર મહિનામાં 20 લાખનો તોડ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.