Unseasonal Rain News: અમરેલી ગ્રામ્ય પંથકમાં ચોથા દિવસે પણ કમોસમી વરસાદ

દેવભૂમિ દેવળીયા, ચકરગઢ, ગોખરવાળામાં વરસાદબગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ હામપુર, કાગડડી સહિત ગામોમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા કેટલાંક દિવસોથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં આકાશેથી કમોસમી આફત વરસી રહી છે. ત્યારે અમરેલી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 4 દિવસથી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ થઈ રહયો છે. જેમાં, અમરેલી, દેવભૂમિ દેવળીયા, ચકરગઢ, ગોખરવાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદ થઈ રહયો છે. વધુમાં, અમરેલીના બગસરામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો. આખા દિવસના ઉકળાટ બાદ બગસરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. તો, પવન સાથે વરસાદ થવાને લીધે અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી. તો, બગસરા પંથકના હામપુર, કાગડડી તેમજ સમઢીયાળા ગામમાં ભારે પવન સાથે વરસાદ થતાં ખેતરો પાણી પાણી થઈ ગયા છે. જેને કારણે ખેડૂતોમાં પણ પાક નુકસાનીને લઈને ચિંતા ઊભી થઈ હતી.

Unseasonal Rain News: અમરેલી ગ્રામ્ય પંથકમાં ચોથા દિવસે પણ કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેવભૂમિ દેવળીયા, ચકરગઢ, ગોખરવાળામાં વરસાદ
  • બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • હામપુર, કાગડડી સહિત ગામોમાં ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા કેટલાંક દિવસોથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં આકાશેથી કમોસમી આફત વરસી રહી છે. ત્યારે અમરેલી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 4 દિવસથી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે.


અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ થઈ રહયો છે. જેમાં, અમરેલી, દેવભૂમિ દેવળીયા, ચકરગઢ, ગોખરવાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદ થઈ રહયો છે.

વધુમાં, અમરેલીના બગસરામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો. આખા દિવસના ઉકળાટ બાદ બગસરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. તો, પવન સાથે વરસાદ થવાને લીધે અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી. તો, બગસરા પંથકના હામપુર, કાગડડી તેમજ સમઢીયાળા ગામમાં ભારે પવન સાથે વરસાદ થતાં ખેતરો પાણી પાણી થઈ ગયા છે. જેને કારણે ખેડૂતોમાં પણ પાક નુકસાનીને લઈને ચિંતા ઊભી થઈ હતી.