PM Modi in Gujarat: વિશાળ જનમેદની ખરા તાપમાં સુરેન્દ્રનગર પહોંચી

PM મોદી સુરેન્દ્રનગરમાં સભાસ્થળે ઉપસ્થિત સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉમેદવાર હાજર CM ભૂપેન્દ્ર પટેલ સભામાં હાજર રહ્યાં સુરેન્દ્રનગરમાં PM મોદીની ચૂંટણી સભા યોજાઇ રહી છે. જેમાં PM મોદી સુરેન્દ્રનગરમાં સભાસ્થળે ઉપસ્થિત છે. તેમાં સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉમેદવાર હાજર છે. CM ભૂપેન્દ્ર પટેલ સભામાં હાજર છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક ભાજપ માટે પડકાર છે. કોળી સમાજ દ્વારા ઉમેદવારને લઇ વિરોધ કરાયો હતો. આટલી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે જ નવાઇ PM મોદીએ સભા સંબોધતા જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે જ નવાઇ છે. તેમાં પણ માતા બહેનોએ ઓવારણા લીધા તે આનંદની વાત છે. ઘર આંગણે આવીએ ત્યારે જોમ જ જુદુ હોય છે. બે દિવસથી ગુજરાત ખૂબ પ્રેમ વરસાવી રહ્યું છે. ગુજરાતનું ઋણ ક્યારેય ભૂલાય તેમ નથી. સૌરાષ્ટ્રનું ઋણ તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. સૌરાષ્ટ્રે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો. તમારું માથું નીચું થાય એવું મેં ક્યારેય કંઇ નથી કર્યુ. તેનું કારણ તમારો આશીર્વાદ કે પ્રેમ છે. મતદાનના તમારા ગામના તમામ રેકોર્ડ આ વખતે તોડવાના કાચું કે નાનું આપણે કંઇ કરતા જ નથી. સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેડિયમ બનાવ્યું, મોટામાં મોટુ. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસિત દેશ હોવો જોઇએ. ગુજરાતે તો 5 વર્ષ પહેલા વિકસિત થવું પડે છે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતે તેજ ગતિથી આગળ વધવાનું છે. ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય, તેને મજબુત કરો. 26એ 26 તમે 2014, 2019માં પણ આપી છે. પણ મારે આ વખતે કંઇક વધારે જોઇએ છે. મતદાનના તમારા ગામના તમામ રેકોર્ડ આ વખતે તોડવાના છે.

PM Modi in Gujarat: વિશાળ જનમેદની ખરા તાપમાં સુરેન્દ્રનગર પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PM મોદી સુરેન્દ્રનગરમાં સભાસ્થળે ઉપસ્થિત
  • સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉમેદવાર હાજર
  • CM ભૂપેન્દ્ર પટેલ સભામાં હાજર રહ્યાં

સુરેન્દ્રનગરમાં PM મોદીની ચૂંટણી સભા યોજાઇ રહી છે. જેમાં PM મોદી સુરેન્દ્રનગરમાં સભાસ્થળે ઉપસ્થિત છે. તેમાં સુરેન્દ્રનગર અને ભાવનગરના ઉમેદવાર હાજર છે. CM ભૂપેન્દ્ર પટેલ સભામાં હાજર છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક ભાજપ માટે પડકાર છે. કોળી સમાજ દ્વારા ઉમેદવારને લઇ વિરોધ કરાયો હતો.

આટલી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે જ નવાઇ

PM મોદીએ સભા સંબોધતા જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે જ નવાઇ છે. તેમાં પણ માતા બહેનોએ ઓવારણા લીધા તે આનંદની વાત છે. ઘર આંગણે આવીએ ત્યારે જોમ જ જુદુ હોય છે. બે દિવસથી ગુજરાત ખૂબ પ્રેમ વરસાવી રહ્યું છે. ગુજરાતનું ઋણ ક્યારેય ભૂલાય તેમ નથી. સૌરાષ્ટ્રનું ઋણ તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. સૌરાષ્ટ્રે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો. તમારું માથું નીચું થાય એવું મેં ક્યારેય કંઇ નથી કર્યુ. તેનું કારણ તમારો આશીર્વાદ કે પ્રેમ છે. 

મતદાનના તમારા ગામના તમામ રેકોર્ડ આ વખતે તોડવાના

કાચું કે નાનું આપણે કંઇ કરતા જ નથી. સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેડિયમ બનાવ્યું, મોટામાં મોટુ. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસિત દેશ હોવો જોઇએ. ગુજરાતે તો 5 વર્ષ પહેલા વિકસિત થવું પડે છે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતે તેજ ગતિથી આગળ વધવાનું છે. ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય, તેને મજબુત કરો. 26એ 26 તમે 2014, 2019માં પણ આપી છે. પણ મારે આ વખતે કંઇક વધારે જોઇએ છે. મતદાનના તમારા ગામના તમામ રેકોર્ડ આ વખતે તોડવાના છે.