Rajkot અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત,વધુ એક દુઃખદ સમાચાર

છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું કરી રહ્યા હતા રટણ જશુભા હેમુભા જાડેજાનું પુત્રના વિયોગમાં થયું મોત પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં થયું હતું મોત રાજકોટ TRP અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારે આ મોતમાં વિશ્વરાજસિંહ જાડેજાનું પણ મોત થયુ હતુ.ત્યારે આજે પુત્રના વિયોગમાં વિશ્વરાજસિંહ જાડેજાના પિતાનું પણ મોત થયું છે.પિતા છેલ્લા કેટલાય દિવસથી પુત્રના નામનું રટણ કરી રહ્યા હતા.પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું નોકરી પ્રથમ દિવસ હતો અને આગ લાગતા મોત થયું હતું. અગ્નિકાંડને લઈ ફરિયાદ પણ નોંધાઈ છે રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipc ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે.ગુજરાતના રાજકોટમાં TRP ગેમિંગ ઝોન આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રે 7 અધિકારો સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. રાજકોટની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે. સરકારે કોને કોને સસ્પેન્ડ કર્યા? આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ વિભાગના બે અધિકારીઓ પોલીસ ઈન્સ્પેક્ટર એનઆર રાઠોડ અને પોલીસ ઈન્સ્પેક્ટર વીઆર પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમઆર સુમાને પણ સજા કરવામાં આવી છે. એસઆઈટીનો તપાસનો ધમધમાટ આ ઘટનાને લઈને ગુજરાત સરકારે સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 સભ્યોની SITની રચના કરી છે. એસઆઈચીની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ અને ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. આ કારણોસર આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર ગેમિંગ ઝોન આગની લપેટમાં આવી ગયું હતું. ગુજરાત હાઈકોર્ટમાં કરાયો હતો સુઓમોટો ગેમિંગ ઝોનની ઘટનાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથધરી હતી. કોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસેથી સ્પષ્ટતા માંગી છે. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. આ સાથે કોર્ટે કહ્યું હતું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

Rajkot અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત,વધુ એક દુઃખદ સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું કરી રહ્યા હતા રટણ
  • જશુભા હેમુભા જાડેજાનું પુત્રના વિયોગમાં થયું મોત
  • પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં થયું હતું મોત

રાજકોટ TRP અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારે આ મોતમાં વિશ્વરાજસિંહ જાડેજાનું પણ મોત થયુ હતુ.ત્યારે આજે પુત્રના વિયોગમાં વિશ્વરાજસિંહ જાડેજાના પિતાનું પણ મોત થયું છે.પિતા છેલ્લા કેટલાય દિવસથી પુત્રના નામનું રટણ કરી રહ્યા હતા.પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું નોકરી પ્રથમ દિવસ હતો અને આગ લાગતા મોત થયું હતું.

અગ્નિકાંડને લઈ ફરિયાદ પણ નોંધાઈ છે

રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipc ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે.ગુજરાતના રાજકોટમાં TRP ગેમિંગ ઝોન આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રે 7 અધિકારો સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. રાજકોટની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે.

સરકારે કોને કોને સસ્પેન્ડ કર્યા?

આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ વિભાગના બે અધિકારીઓ પોલીસ ઈન્સ્પેક્ટર એનઆર રાઠોડ અને પોલીસ ઈન્સ્પેક્ટર વીઆર પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમઆર સુમાને પણ સજા કરવામાં આવી છે.

એસઆઈટીનો તપાસનો ધમધમાટ

આ ઘટનાને લઈને ગુજરાત સરકારે સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 સભ્યોની SITની રચના કરી છે. એસઆઈચીની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ અને ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલ રાખવામાં આવ્યું હતું. આ કારણોસર આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર ગેમિંગ ઝોન આગની લપેટમાં આવી ગયું હતું.

ગુજરાત હાઈકોર્ટમાં કરાયો હતો સુઓમોટો

ગેમિંગ ઝોનની ઘટનાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથધરી હતી. કોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસેથી સ્પષ્ટતા માંગી છે. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. આ સાથે કોર્ટે કહ્યું હતું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.