યુવકના નામે ઓનલાઇન ૧૦ લાખની લોન લઇને બારોબાર ટ્રાન્સફર કરી લીધી

અમદાવાદ,સોમવારતમે મોકલેલા કુરીયરના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને નાર્કોટીક્સનો કેસ કરવાની ધમકી આપ્યા બાદ યુવકના બેંક એકાઉન્ટની વિગતોને આધારે રૂપિયા ૧૦ લાખની ઇન્સ્ટન્ટ લોન લઇને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે  સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ત્રાગડમાં આવેલી આનંદલાઇફ સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય અર્થ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  થોડા દિવસ પહેલા તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે તે ફેડેક્સ કુરીયર કંપનીમાંથી વાત કરે છે. તમારા નામે એક પાર્સલ આવ્યું છે. જે મુંબઇથી ઇરાન મોકલવાનું છે. જેમાં ડ્ગ્સ છે. જો કે અર્થ પટેલે આ પાર્સલ મોકલ્યું ન હોવાનું કહેતા  કોલ કરનારે ફોનને નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.  જેમાં એનસીબીના નામે એક વ્યક્તિએ પોલીસ વેરિફીકેશન અને અન્ય પુછપરછ કરવા માટે સ્કાય પે એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને વિડીયો કોલ કરીને પોલીસનું ઓળખપત્ર બતાવીને બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમના આઇસીઆઇસીઆઇ બેંકમાં  ૯.૭૬ લાખ જમા થયાનો મેસેજ આવ્યો હતો. આ નાણાં અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ ફોન કટ કરી દીધો હતો.  તે પછી અર્થ પટેલને બેંકમાંથી રૂપિયા ૧૦ લાખની લોન લીધાનો મેસેજ આવ્યો ત્યારે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

યુવકના નામે ઓનલાઇન ૧૦ લાખની લોન લઇને બારોબાર ટ્રાન્સફર કરી લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

તમે મોકલેલા કુરીયરના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને નાર્કોટીક્સનો કેસ કરવાની ધમકી આપ્યા બાદ યુવકના બેંક એકાઉન્ટની વિગતોને આધારે રૂપિયા ૧૦ લાખની ઇન્સ્ટન્ટ લોન લઇને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે  સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ત્રાગડમાં આવેલી આનંદલાઇફ સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય અર્થ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  થોડા દિવસ પહેલા તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે તે ફેડેક્સ કુરીયર કંપનીમાંથી વાત કરે છે. તમારા નામે એક પાર્સલ આવ્યું છે. જે મુંબઇથી ઇરાન મોકલવાનું છે. જેમાં ડ્ગ્સ છે. જો કે અર્થ પટેલે આ પાર્સલ મોકલ્યું ન હોવાનું કહેતા  કોલ કરનારે ફોનને નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.  જેમાં એનસીબીના નામે એક વ્યક્તિએ પોલીસ વેરિફીકેશન અને અન્ય પુછપરછ કરવા માટે સ્કાય પે એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને વિડીયો કોલ કરીને પોલીસનું ઓળખપત્ર બતાવીને બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમના આઇસીઆઇસીઆઇ બેંકમાં  ૯.૭૬ લાખ જમા થયાનો મેસેજ આવ્યો હતો. આ નાણાં અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ ફોન કટ કરી દીધો હતો.  તે પછી અર્થ પટેલને બેંકમાંથી રૂપિયા ૧૦ લાખની લોન લીધાનો મેસેજ આવ્યો ત્યારે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.