હોસ્પિટલને બદનામ કરવા ખોટા મેસેજ કરનાર સ્ટાફ નર્સની ધરપકડ

અમદાવાદ,રવિવારશહેરના ગોતા વિસ્તારમાં આવેલી આઇવીએફ હોેસ્પિટલમાં નોકરી કરતા મહિલા  તબીબ અને અન્ય સ્ટાફને ઇન્સ્ટાગ્રામ પરથી હોસ્પિટલના ડાયરેક્ટરના નામે ધમકી ભર્યા મેસેજ કરવાના મામલે સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા હોસ્પિટલની સ્ટાફ નર્સની  ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેક્ટર સાથે કોઇ બાબતે વાંધો પડતા તેણે હોસ્પિટલને બદનામ કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામનું બનાવટી એકાઉન્ટ બનાવીને મેસેજ કર્યા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને  તેમના જ વિસ્તારમાં આવેલી એક આઇવીએફ હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ બજાવતા મહિલા તબીબના ઇન્સ્ટાગ્રામ  પર મેસેજ આવ્યો હતો કે હોસ્પિટલમાંથી નોકરી છોડી દેજે નહીતર , તારા બાળકને મારી નાખીશ. તારો પાલો મારા સાથે પડયો છે. આ મેસેજમાં ધમકી આપનાર તરીકે હોસ્પિટલના ડાયરેક્ટરનું નામ હતું. જો કે આ મેસેજ કોઇએ ડાયરેક્ટરના નામે કર્યો હતો. આ પ્રકારનો મેસેજ અન્ય સ્ટાફને પણ તેમના નામ સાથેનો મેસેજ મોકલાયો હતો.  જે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કામ કરતી એક નર્સ દ્વારા તેના જ ફોનથી આ મેસેજ મોકલાયા હતા. મહિલા નર્સની અટકાયત કરીને તેની પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે  હોસ્પિટલ અને  ડાયરેક્ટરને બદનામ કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર અન્ય ફેક આઇડી બનાવ્યું હતું. જેના દ્વારા સ્ટાફના તમામ લોકોને હોેસ્પિટલ છોડી દેવાના ધમકીભર્યા મેસેજ કર્યા હતા. આ અંગે સ્ટાફ નર્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલને બદનામ કરવા ખોટા મેસેજ કરનાર સ્ટાફ નર્સની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના ગોતા વિસ્તારમાં આવેલી આઇવીએફ હોેસ્પિટલમાં નોકરી કરતા મહિલા  તબીબ અને અન્ય સ્ટાફને ઇન્સ્ટાગ્રામ પરથી હોસ્પિટલના ડાયરેક્ટરના નામે ધમકી ભર્યા મેસેજ કરવાના મામલે સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા હોસ્પિટલની સ્ટાફ નર્સની  ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેક્ટર સાથે કોઇ બાબતે વાંધો પડતા તેણે હોસ્પિટલને બદનામ કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામનું બનાવટી એકાઉન્ટ બનાવીને મેસેજ કર્યા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને  તેમના જ વિસ્તારમાં આવેલી એક આઇવીએફ હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ બજાવતા મહિલા તબીબના ઇન્સ્ટાગ્રામ  પર મેસેજ આવ્યો હતો કે હોસ્પિટલમાંથી નોકરી છોડી દેજે નહીતર , તારા બાળકને મારી નાખીશ. તારો પાલો મારા સાથે પડયો છે. આ મેસેજમાં ધમકી આપનાર તરીકે હોસ્પિટલના ડાયરેક્ટરનું નામ હતું. જો કે આ મેસેજ કોઇએ ડાયરેક્ટરના નામે કર્યો હતો. આ પ્રકારનો મેસેજ અન્ય સ્ટાફને પણ તેમના નામ સાથેનો મેસેજ મોકલાયો હતો.  જે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની હોસ્પિટલમાં કામ કરતી એક નર્સ દ્વારા તેના જ ફોનથી આ મેસેજ મોકલાયા હતા. મહિલા નર્સની અટકાયત કરીને તેની પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે  હોસ્પિટલ અને  ડાયરેક્ટરને બદનામ કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર અન્ય ફેક આઇડી બનાવ્યું હતું. જેના દ્વારા સ્ટાફના તમામ લોકોને હોેસ્પિટલ છોડી દેવાના ધમકીભર્યા મેસેજ કર્યા હતા. આ અંગે સ્ટાફ નર્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.