Gujarat Monsoon: ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું..! 104 તાલુકામાં મેઘ મહેર, અનેક જળાશયો છલકાયા

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટદક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલગુજરાતમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટ જોવા મળી રહી છે.. આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે.રાજ્યના 104 તાલુકામાં વરસાદ ગુજરાતમાં આજે રાત્રે 8 કલાક સુધી 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના લાલપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સુરત, તાપી, દેવભૂમિ દ્વારકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તુલ 20 જેટલા તાલુકા એવા છે જ્યાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં મેઘરાજાની જમાવટ વરસાદના દ્રશ્યોની શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.. ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પહેલા વરસાદમાં ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા. વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે છીપવાડ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાયા.. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલઉત્તર ગુજરાતના છોટાઉદેપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો..પ્રથમ વરસાદમાં જ છોટાઉદેપુર પાણી પાણી થઈ ગયું. છોટાઉદેપુરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હેરણ નદીમાં પુર આવ્યું.. નદીમાં નવા નીર આવતાં જ વાસણા આડબંધ ઓવરફ્લો થયો હતો.. એટલું જ નહીં ક્વાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું હતું.. ક્વાંટ તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..જામનગર પંથકમાં ધોધમાર વરસાદના કારણે મુળીલા ગામની નદી પરનો પુલ તૂટી ગયો હતો.. નપાણિયાથી ખીજડિયા જવાનો પુલ તુટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વારંવાર બ્રિજ બનાવવાની માગ કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.વરસાદને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી?હવામાન વિભાગ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આખરે ચોમસાનો માહોલ જામતા લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.. પરંતુ, તંત્રની બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

Gujarat Monsoon: ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું..! 104 તાલુકામાં મેઘ મહેર, અનેક જળાશયો છલકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટ
  • દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી 
  • વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટ જોવા મળી રહી છે.. આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે.

રાજ્યના 104 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં આજે રાત્રે 8 કલાક સુધી 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના લાલપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સુરત, તાપી, દેવભૂમિ દ્વારકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તુલ 20 જેટલા તાલુકા એવા છે જ્યાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 

ગુજરાતમાં મેઘરાજાની જમાવટ 

વરસાદના દ્રશ્યોની શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીએ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.. ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પહેલા વરસાદમાં ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા. વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે છીપવાડ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાયા.. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉત્તર ગુજરાતના છોટાઉદેપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો..પ્રથમ વરસાદમાં જ છોટાઉદેપુર પાણી પાણી થઈ ગયું. છોટાઉદેપુરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હેરણ નદીમાં પુર આવ્યું.. નદીમાં નવા નીર આવતાં જ વાસણા આડબંધ ઓવરફ્લો થયો હતો.. એટલું જ નહીં ક્વાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું હતું.. ક્વાંટ તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

જામનગર પંથકમાં ધોધમાર વરસાદના કારણે મુળીલા ગામની નદી પરનો પુલ તૂટી ગયો હતો.. નપાણિયાથી ખીજડિયા જવાનો પુલ તુટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વારંવાર બ્રિજ બનાવવાની માગ કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

વરસાદને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આખરે ચોમસાનો માહોલ જામતા લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.. પરંતુ, તંત્રની બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..