Vadodara: વડોદરામાં ભાજપના કોર્પોરેટરને ધમકી આપવાના કેસમાં બે શખ્સોની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં કેસ ઉકેલી નાંખ્યોઆરોપી પાસેથી પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યાનોકરીમાંથી કાઢી મુકતા ખંડણીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસોવડોદરા શહેરમાં વોર્ડ નંબર-2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને ફોન પર ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ધમકી અને ખંડણી માગવાના કેસને ઉકેલી નાંખ્યો છે. અજાણ્યા ફોન પરથી કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને એક કરોડ રૂપિયાની ખંડણી નહિ અપાય તો પરિવાર સહિત તેને મારવાની ધમકી આપી હતી. જેથી કોર્પોરેટરે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને ગત 14 અને 16મી જૂને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમજ ખંડણી નહિ મળે તો આખા પરિવાર અને તેને પણ જીવથી હાથ ધોવાનો વારો આવશે એવી ખંડણી સહિત ધમકીનો ફોન આવ્યો હતો. જેથી તાબડતોબ કોર્પોરેટરે ખંડણી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તેમાં તેમની પાસે રૂપિયાની ખંડણી માંગવામાં આવી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી મળતા કોર્પોરેટરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.તારીખ 14 અને 16 જૂનના દિવસે ખંડણી માંગતો ફોન આવ્યો હતો. નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત અને પરિવાર ફરસાણ અને મીઠાઈની દુકાન ચલાવે છે. જેથી આ અગાઉ દુકાનમાં કામ કરનાર રામનિવાસ બિશનોઈએ જ ધમકી આપ્યાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું હતું. વર્તન બરાબર ન હોવાથી રામનિવાસ બિશનોઈને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મુકતા રામનિવાસ બિશનોઈએ ખંડણીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાંચની સઘન તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રામનિવાસે પોતાના મિત્ર પ્રહલાદ બિશનોઈ પાસે ધમકીભર્યો ફોન કરાવ્યો હતો. જેથી પોલીસે રામનિવાસ અને પ્રહલાદ બિશનોઈને વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસેથી ઝડપી પાડયા હતા. તપાસમાં પ્રહલાદ બિશનોઈ પાસેથી પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે રામનિવાસ બિશનોઈ અને પ્રહલાદ બિશનોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પ્રહલાદ બિશનોઈ હિસ્ટ્રીશીટર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પ્રહલાદ બિશનોઈ પર રાજસ્થાનમાં પણ 10 ગંભીર ગુના દાખલ હોવાનું સામે આવ્યું હતું. ખંડણી અને ધમકી કેસમાં રામનિવાસ બિશનોઈએ જ પ્રહલાદને પિસ્તોલ આપી હતી તેવું સામે આવ્યું હતું. 

Vadodara: વડોદરામાં ભાજપના કોર્પોરેટરને ધમકી આપવાના કેસમાં બે શખ્સોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં કેસ ઉકેલી નાંખ્યો
  • આરોપી પાસેથી પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યા
  • નોકરીમાંથી કાઢી મુકતા ખંડણીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો

વડોદરા શહેરમાં વોર્ડ નંબર-2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને ફોન પર ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ધમકી અને ખંડણી માગવાના કેસને ઉકેલી નાંખ્યો છે. અજાણ્યા ફોન પરથી કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને એક કરોડ રૂપિયાની ખંડણી નહિ અપાય તો પરિવાર સહિત તેને મારવાની ધમકી આપી હતી. જેથી કોર્પોરેટરે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને ગત 14 અને 16મી જૂને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમજ ખંડણી નહિ મળે તો આખા પરિવાર અને તેને પણ જીવથી હાથ ધોવાનો વારો આવશે એવી ખંડણી સહિત ધમકીનો ફોન આવ્યો હતો. જેથી તાબડતોબ કોર્પોરેટરે ખંડણી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી.

વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તેમાં તેમની પાસે રૂપિયાની ખંડણી માંગવામાં આવી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી મળતા કોર્પોરેટરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.તારીખ 14 અને 16 જૂનના દિવસે ખંડણી માંગતો ફોન આવ્યો હતો. નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત અને પરિવાર ફરસાણ અને મીઠાઈની દુકાન ચલાવે છે. જેથી આ અગાઉ દુકાનમાં કામ કરનાર રામનિવાસ બિશનોઈએ જ ધમકી આપ્યાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું હતું. વર્તન બરાબર ન હોવાથી રામનિવાસ બિશનોઈને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મુકતા રામનિવાસ બિશનોઈએ ખંડણીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

ક્રાઈમ બ્રાંચની સઘન તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રામનિવાસે પોતાના મિત્ર પ્રહલાદ બિશનોઈ પાસે ધમકીભર્યો ફોન કરાવ્યો હતો. જેથી પોલીસે રામનિવાસ અને પ્રહલાદ બિશનોઈને વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસેથી ઝડપી પાડયા હતા. તપાસમાં પ્રહલાદ બિશનોઈ પાસેથી પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે રામનિવાસ બિશનોઈ અને પ્રહલાદ બિશનોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પ્રહલાદ બિશનોઈ હિસ્ટ્રીશીટર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પ્રહલાદ બિશનોઈ પર રાજસ્થાનમાં પણ 10 ગંભીર ગુના દાખલ હોવાનું સામે આવ્યું હતું. ખંડણી અને ધમકી કેસમાં રામનિવાસ બિશનોઈએ જ પ્રહલાદને પિસ્તોલ આપી હતી તેવું સામે આવ્યું હતું.