Ahmedabad: શહેરના રાયપુર, ખાડિયા, ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા

મધ્ય ઝોનના 310 ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ 150 મકાનોરથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક : 109 મકાનોના માલિકોને નોટિસ રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર- ખાડિયા અને ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. AMC દ્વારા શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસું શરૂ થનાર હોવાથી તેમજ જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયનજક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે. AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં આવેલ માંડવીની પોળ નજીક શેઠની પોળમાં એક ભયજનક મકાન અને મુરલીધરની પોળમાં એક ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામમાં લીંબાટીની શેરી, એલ. જે. દવે સ્કુલની સામે લગભગ 50 વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા. મ્યુનિ. દ્વારા ચોમાસા અને જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 310 જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર 285 ભયજનક મકાનો છે. દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 મકાનો, ખાડિયા -2માં 79 અને ખાડિયા-1માં 32 ભયજનક મકાનો છે. AMC દ્વારા કુલ 121 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તે પૈકી રથયાત્રા રૂટ પર આવેલા 109 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં 12 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને ઉતારી લેવા સૂચના અપાઈ છે.

Ahmedabad: શહેરના રાયપુર, ખાડિયા, ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્ય ઝોનના 310 ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ 150 મકાનો
  • રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક : 109 મકાનોના માલિકોને નોટિસ
  • રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા

AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર- ખાડિયા અને ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. AMC દ્વારા શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસું શરૂ થનાર હોવાથી તેમજ જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયનજક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે.

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં આવેલ માંડવીની પોળ નજીક શેઠની પોળમાં એક ભયજનક મકાન અને મુરલીધરની પોળમાં એક ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામમાં લીંબાટીની શેરી, એલ. જે. દવે સ્કુલની સામે લગભગ 50 વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા. મ્યુનિ. દ્વારા ચોમાસા અને જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 310 જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર 285 ભયજનક મકાનો છે. દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 મકાનો, ખાડિયા -2માં 79 અને ખાડિયા-1માં 32 ભયજનક મકાનો છે. AMC દ્વારા કુલ 121 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તે પૈકી રથયાત્રા રૂટ પર આવેલા 109 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં 12 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને ઉતારી લેવા સૂચના અપાઈ છે.