Lok Sabha Election 2024: રૂપાલા-ધાનાણી સહિત ઉમેદવારોને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

ચૂંટણી ખર્ચનો હિસાબ નહી આપતા ઉમેદવારોને નોટિસભાજપના પરષોત્તમ રૂપાલાએ કર્યો સૌથી વધુ ચૂંટણી ખર્ચ પરેશ ધાનાણીએ હિસાબ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ પણ ઉમેદવારોને લઈને સતત એક્શન લઈ રહ્યું છે. ત્યારે, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સહિત અનેક ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને નોટિસ ફટકારી છે. તો સાથે સાથે અન્ય 7 અપક્ષ ઉમેદવારોને પણ નોટિસ ફટકારી છે. જાણવા મળી રહ્યું છે કે ધાનાણી અને રૂપાલા સહિત નોટિસ ફટકારવામાં આવેલ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ નથી આપ્યો. મળતી માહિતી મુજબ, રાજકોટ બેઠક પર 7 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ પેટે માત્ર પેટ્રોલ ડીઝલનો ખર્ચ જ દર્શાવ્યો છે. તો સાથે સાથે, સૌથી વધુ ભાજપના પરષોત્તમ રૂપાલાએ ખર્ચ કર્યો છે. રૂપાલાએ અત્યાર સુધીમાં 16.66 લાખનો ખર્ચ કર્યો જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ 5.46 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે. તો ચૂંટણી પંચની નોટિસને પગલે પરેશ ધાનાણી દ્વારા હિસાબ રજૂ કરવા માટે વધુ સમય માંગવામાં આવ્યો છે.

Lok Sabha Election 2024: રૂપાલા-ધાનાણી સહિત ઉમેદવારોને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂંટણી ખર્ચનો હિસાબ નહી આપતા ઉમેદવારોને નોટિસ
  • ભાજપના પરષોત્તમ રૂપાલાએ કર્યો સૌથી વધુ ચૂંટણી ખર્ચ
  • પરેશ ધાનાણીએ હિસાબ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો

આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ પણ ઉમેદવારોને લઈને સતત એક્શન લઈ રહ્યું છે. ત્યારે, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સહિત અનેક ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને નોટિસ ફટકારી છે. તો સાથે સાથે અન્ય 7 અપક્ષ ઉમેદવારોને પણ નોટિસ ફટકારી છે. જાણવા મળી રહ્યું છે કે ધાનાણી અને રૂપાલા સહિત નોટિસ ફટકારવામાં આવેલ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ નથી આપ્યો.

મળતી માહિતી મુજબ, રાજકોટ બેઠક પર 7 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ પેટે માત્ર પેટ્રોલ ડીઝલનો ખર્ચ જ દર્શાવ્યો છે. તો સાથે સાથે, સૌથી વધુ ભાજપના પરષોત્તમ રૂપાલાએ ખર્ચ કર્યો છે. રૂપાલાએ અત્યાર સુધીમાં 16.66 લાખનો ખર્ચ કર્યો જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ 5.46 લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે. તો ચૂંટણી પંચની નોટિસને પગલે પરેશ ધાનાણી દ્વારા હિસાબ રજૂ કરવા માટે વધુ સમય માંગવામાં આવ્યો છે.