લાંબા બાયપાસ નજીક મધરાતે ગમખ્વાર અકસ્માત

- લાંબાની દાનેવ વિદ્યાલયના ગુરુજનો વિસાવાડા ગામે રામદેવપીરના મંડપમાંથી પરત આવતા હતા ત્યારે નડેલા અકસ્માતથી ગમગીની- રોંગ સાઈડમાં ધસમસતી કારે હડફેટે લેતાં આચાર્ય અને શિક્ષકનાં મોતખંભાળિયા,પોરબંદર : પોરબંદર નજીકના વિસાવાડા ગામે આયોજિત રામદેવપીરના મંડપમાં દર્શન કરીને બાઈક પર પરત જઈ રહેલા લાંબા ગામની દાનેવ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકને કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ પાસે ફુલ સ્પીડે રોંગ સાઇડમાં આવતી કારે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી બંનેનાં મોત નિપજયા છે.વિસાવાડા ગામે ગઇકાલે રાત્રે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવતા પોરબંદરથી માંડીને બારાડી પંથકના હજારો લોકો આ મંડપમાં દર્શનાર્થે ઉમટી પડયા હતા, જેમાં લાંબા ખાતે દાનેવ વિદ્યાલયમાં રહેતા અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મૂળ જામખંભાળીયાના રાજુભાઇ ઉર્ફે રાજેન્દ્રભાઇ મગનભાઇ આરંભડીયા (ઉ.વ.૪૫) અને મૂળ ભાવનગરના શિક્ષક ભરતભાઇ વજસુરભાઈ બંધીયા (ઉ.વ.૩૧) પણ આ મંડપમાં દર્શન માટે આવ્યા હતા. રાત્રીના તે પરત જવા નીકળ્યા ત્યારે લાંબા બાયપાસ નજીક દાડમા દાદાના મંદિર પાસે ફુલ સ્પીડે રોંગ સાઇડમાં આવતી કારના ચાલકે શિક્ષકોના બાઇક સાથે અકસ્માત સર્જતા બન્નેને ગંભીર ઇજા થઇ હતી.રાત્રે ૩.૩૦ વાગ્યે થયેલા આ અકસ્માતમાં શિક્ષક ભરતભાઇ બંધીયાનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ જયારે ગંભીર હાલતમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે લવાયેલા આચાર્ય રાજુભાઇ આરંભડીયાનુ પણ સારવાર દરમ્યાન નિધન થતા શિક્ષકો સહિત બારાડી પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે. કારના નંબરના આધારે ચાલકની સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ કલ્યાણપુર પોલીસ મથકની હદમાં બન્યો છે તેથી ત્યાં એફ.આઇ.આર.ની કાર્યવાહી થઇ હતી. દાનેવ શાળામાં વિસાવાડા ગામના છાત્રો અભ્યાસ કરતા હોવાથી તેમના તથા તેમના વાલીઓના આમંત્રણને માન આપીને આ કાર્યક્રમને માણવા માટે શાળાના આઠ શિક્ષકો ગયા હતા.  વિસાવાડાથી લાંબા જવા માટે નીકળેલા શિક્ષકો દાનેવ શાળામાં કે જ્યાં તેમનો મુકામ હતો, ત્યાં પહોંચવાને માત્ર દોઢેક કિલોમીટર જેટલું અંતર જ બાકી હતું, ત્યાં આ કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મૃતક રાજુભાઈ આરંભડીયા ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા હતા અને માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે આશરે ૨૦ વર્ષથી ફરજ બજાવી, તેઓ દાનેવ શાળાના છાત્રાલયમાં જ રહેતા હતા. તેમનો પુત્ર બારમા ધોરણમાં તથા નાની પુત્રી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ અકસ્માતથી આ પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. ૩૧ વર્ષના  યુવાન ભરતભાઈ બંધીયા આશરે વીસેક દિવસ પૂર્વે જ એક પુત્રના પિતા બન્યા હતા. પરંતુ આ અકસ્માતમાં આ શિક્ષક કાળનો કોળિયો બની ગયા હતા. આ બનાવે શિક્ષણ જગત સાથે મૃતકના પરિવારજનોમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.

લાંબા બાયપાસ નજીક મધરાતે ગમખ્વાર અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- લાંબાની દાનેવ વિદ્યાલયના ગુરુજનો વિસાવાડા ગામે રામદેવપીરના મંડપમાંથી પરત આવતા હતા ત્યારે નડેલા અકસ્માતથી ગમગીની

- રોંગ સાઈડમાં ધસમસતી કારે હડફેટે લેતાં આચાર્ય અને શિક્ષકનાં મોત

ખંભાળિયા,પોરબંદર : પોરબંદર નજીકના વિસાવાડા ગામે આયોજિત રામદેવપીરના મંડપમાં દર્શન કરીને બાઈક પર પરત જઈ રહેલા લાંબા ગામની દાનેવ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકને કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ પાસે ફુલ સ્પીડે રોંગ સાઇડમાં આવતી કારે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી બંનેનાં મોત નિપજયા છે.

વિસાવાડા ગામે ગઇકાલે રાત્રે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવતા પોરબંદરથી માંડીને બારાડી પંથકના હજારો લોકો આ મંડપમાં દર્શનાર્થે ઉમટી પડયા હતા, જેમાં લાંબા ખાતે દાનેવ વિદ્યાલયમાં રહેતા અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મૂળ જામખંભાળીયાના રાજુભાઇ ઉર્ફે રાજેન્દ્રભાઇ મગનભાઇ આરંભડીયા (ઉ.વ.૪૫) અને મૂળ ભાવનગરના શિક્ષક ભરતભાઇ વજસુરભાઈ બંધીયા (ઉ.વ.૩૧) પણ આ મંડપમાં દર્શન માટે આવ્યા હતા. રાત્રીના તે પરત જવા નીકળ્યા ત્યારે લાંબા બાયપાસ નજીક દાડમા દાદાના મંદિર પાસે ફુલ સ્પીડે રોંગ સાઇડમાં આવતી કારના ચાલકે શિક્ષકોના બાઇક સાથે અકસ્માત સર્જતા બન્નેને ગંભીર ઇજા થઇ હતી.

રાત્રે ૩.૩૦ વાગ્યે થયેલા આ અકસ્માતમાં શિક્ષક ભરતભાઇ બંધીયાનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતુ જયારે ગંભીર હાલતમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે લવાયેલા આચાર્ય રાજુભાઇ આરંભડીયાનુ પણ સારવાર દરમ્યાન નિધન થતા શિક્ષકો સહિત બારાડી પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે. કારના નંબરના આધારે ચાલકની સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ કલ્યાણપુર પોલીસ મથકની હદમાં બન્યો છે તેથી ત્યાં એફ.આઇ.આર.ની કાર્યવાહી થઇ હતી.

 દાનેવ શાળામાં વિસાવાડા ગામના છાત્રો અભ્યાસ કરતા હોવાથી તેમના તથા તેમના વાલીઓના આમંત્રણને માન આપીને આ કાર્યક્રમને માણવા માટે શાળાના આઠ શિક્ષકો ગયા હતા.  વિસાવાડાથી લાંબા જવા માટે નીકળેલા શિક્ષકો દાનેવ શાળામાં કે જ્યાં તેમનો મુકામ હતો, ત્યાં પહોંચવાને માત્ર દોઢેક કિલોમીટર જેટલું અંતર જ બાકી હતું, ત્યાં આ કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મૃતક રાજુભાઈ આરંભડીયા ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા હતા અને માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે આશરે ૨૦ વર્ષથી ફરજ બજાવી, તેઓ દાનેવ શાળાના છાત્રાલયમાં જ રહેતા હતા. તેમનો પુત્ર બારમા ધોરણમાં તથા નાની પુત્રી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ અકસ્માતથી આ પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. ૩૧ વર્ષના  યુવાન ભરતભાઈ બંધીયા આશરે વીસેક દિવસ પૂર્વે જ એક પુત્રના પિતા બન્યા હતા. પરંતુ આ અકસ્માતમાં આ શિક્ષક કાળનો કોળિયો બની ગયા હતા. આ બનાવે શિક્ષણ જગત સાથે મૃતકના પરિવારજનોમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.