Junagadh Rain: જૂનાગઢના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

જુનાગઢના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસાદને કારણે લોકોને મળી ગરમીથી આંશિક રાહત વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતિ જૂનાગઢના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. સમગ્ર શહેરમાં આજે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે વરસાદ ખબક્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટાબાગના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જોકે, છેલ્લા કેટલાંક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીથી આ વરસાદને કારણે લોકોને આંશિક રાહત મળી છે. જોકે, જુનાગઢમાં આજે થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આજે થયેલા ધીમીધારે વરસાદને કારણે પાકને નુકશાન થવાની શક્યતા છે. તો અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં વાવાઝોડું ફૂંકાયું તો જુનાગઢમાં આજે થયેલા વરસાદની સાથે સાથે ઘણા સ્થળોએ ભારે પવન પણ ફૂંકાયો હતો. જુનાગઢના ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં વાવાઝોડું ફૂંકાયું હતું. જુનાગઢના આ મીની વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ભારે પવન ફૂંકાતા શેડના પતરા ઊડી ગયા હતા. તો પતરા ઉડીને બે વ્યકિતઓ પર પડયા હતા,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. વાવઝોડાથી કેરીના પાકનુ ખરણ વધ્યું છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે. જેની સાથે જ માર્ચમાં ગરમીઓ પારો ઉંચો રહેવાથી કેરીમાં જે અંકુરણ થવુ જોઈએ એને પણ અસર થાય છે. જેની સાથે જ મોરવા ગરમી સહન ન કરી શકતા, ખરણ પણ વધ્યુ હતુ.

Junagadh Rain: જૂનાગઢના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનાગઢના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
  • વરસાદને કારણે લોકોને મળી ગરમીથી આંશિક રાહત
  • વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતિ

જૂનાગઢના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. સમગ્ર શહેરમાં આજે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે વરસાદ ખબક્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટાબાગના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.


જોકે, છેલ્લા કેટલાંક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીથી આ વરસાદને કારણે લોકોને આંશિક રાહત મળી છે. જોકે, જુનાગઢમાં આજે થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આજે થયેલા ધીમીધારે વરસાદને કારણે પાકને નુકશાન થવાની શક્યતા છે. તો અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


જૂનાગઢમાં વાવાઝોડું ફૂંકાયું

તો જુનાગઢમાં આજે થયેલા વરસાદની સાથે સાથે ઘણા સ્થળોએ ભારે પવન પણ ફૂંકાયો હતો. જુનાગઢના ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં વાવાઝોડું ફૂંકાયું હતું. જુનાગઢના આ મીની વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ભારે પવન ફૂંકાતા શેડના પતરા ઊડી ગયા હતા. તો પતરા ઉડીને બે વ્યકિતઓ પર પડયા હતા,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.

વાવઝોડાથી કેરીના પાકનુ ખરણ વધ્યું

છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે. જેની સાથે જ માર્ચમાં ગરમીઓ પારો ઉંચો રહેવાથી કેરીમાં જે અંકુરણ થવુ જોઈએ એને પણ અસર થાય છે. જેની સાથે જ મોરવા ગરમી સહન ન કરી શકતા, ખરણ પણ વધ્યુ હતુ.