Ahmedabad: BJ મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના, 2 વિદ્યાર્થીઓને અપાયા સિગારેટના ડામ

BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં રેગીંગવિદ્યાર્થી રેગીંગથી કંટાળી અભ્યાસ છોડી પોતાના વતન પરત જતો રહ્યો ABVPએ હલ્લાબોલ સાથે ડીનને આપ્યું આવેદનપત્ર ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં રેગીંગની ઘટના સામે આવી છે અને રેગીંગની ઘટનાથી કંટાળીને મધ્યપ્રદેશનો વિદ્યાર્થી વતન જતો રહ્યો છે. 2 વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયા BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં વિદ્યાર્થી પર રેગીંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીને ઉંઘવા દેવામાં આવતો નહતો, સતત એક જ કપડા પહેરવા માટે દબાણ કરવામાં આવતુ, 2 વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયા છે. ત્યારે મધ્યપ્રદેશનો એક વિદ્યાર્થી રેગીંગથી કંટાળી અધવચ્ચે અભ્યાસ છોડી પોતાના વતન જતો રહ્યો છે, ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના કોલેજે દબાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ABVPએ હલ્લાબોલ સાથે ડીનને આવેદનપત્ર આપ્યું છે. હવે અમે કડક કાર્યવાહી કરીશું: ડીન તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં પણ રેગીંગની ઘટના સામે આવી હતી અને કડક પગલાં ના લેવાતા વારંવાર રેગીંગની ઘટના સામે આવી છે અને બી.જે. મેડિકલ કોલેજનો ઓર્થોપેડિક વિભાગ જાણે રેગીંગ માટે જાણીતો બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે બી.જે.મેડિકલ કોલેજના ડીન હંસા ગોસ્વામીએ નિવેદન આપતા કહ્યું કે અમે વિદ્યાર્થીને રૂબરૂ બોલાવ્યો હતો અને તેની ઘટના વિશે સાંભળીને કમિટી રચી છે. ત્યારે UGCએ પણ 24 કલાકમાં ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે અને અમે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીશું.

Ahmedabad: BJ મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના, 2 વિદ્યાર્થીઓને અપાયા સિગારેટના ડામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં રેગીંગ
  • વિદ્યાર્થી રેગીંગથી કંટાળી અભ્યાસ છોડી પોતાના વતન પરત જતો રહ્યો
  • ABVPએ હલ્લાબોલ સાથે ડીનને આપ્યું આવેદનપત્ર

ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં રેગીંગની ઘટના સામે આવી છે અને રેગીંગની ઘટનાથી કંટાળીને મધ્યપ્રદેશનો વિદ્યાર્થી વતન જતો રહ્યો છે.

2 વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયા

BJ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં વિદ્યાર્થી પર રેગીંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીને ઉંઘવા દેવામાં આવતો નહતો, સતત એક જ કપડા પહેરવા માટે દબાણ કરવામાં આવતુ, 2 વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયા છે. ત્યારે મધ્યપ્રદેશનો એક વિદ્યાર્થી રેગીંગથી કંટાળી અધવચ્ચે અભ્યાસ છોડી પોતાના વતન જતો રહ્યો છે, ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના કોલેજે દબાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ABVPએ હલ્લાબોલ સાથે ડીનને આવેદનપત્ર આપ્યું છે.

હવે અમે કડક કાર્યવાહી કરીશું: ડીન

તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં પણ રેગીંગની ઘટના સામે આવી હતી અને કડક પગલાં ના લેવાતા વારંવાર રેગીંગની ઘટના સામે આવી છે અને બી.જે. મેડિકલ કોલેજનો ઓર્થોપેડિક વિભાગ જાણે રેગીંગ માટે જાણીતો બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દે બી.જે.મેડિકલ કોલેજના ડીન હંસા ગોસ્વામીએ નિવેદન આપતા કહ્યું કે અમે વિદ્યાર્થીને રૂબરૂ બોલાવ્યો હતો અને તેની ઘટના વિશે સાંભળીને કમિટી રચી છે. ત્યારે UGCએ પણ 24 કલાકમાં ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે અને અમે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીશું.