જામનગરના જામ શત્રુશલ્યસિંહજીએ રૂપાલાના વિરોધ પર મહિલાઓની હિંમત બિરદાવી

જોહરનો પ્રશ્ન બિલકુલ ઉપસ્થિત થતો જ નથીઃ શત્રુશલ્યસિંહજીરાજૂપત હજુ ભારતમાં છે તે બતાવી દેવાનું છેઃ શત્રુશલ્યસિંહજીલોકશાહીના ઢબે વિરોધ કરવામાં આવેઃ શત્રુશલ્યસિંહજીભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદન પર હવે રાજવી પરિવાર પણ એક્શનમાં આવ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતેના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ પત્ર લખી રૂપાલાના નિવેદનની નિંદા કરી છે અનેતેમાં જણાવ્યું કે, અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેને સજા થવી જોઇએ. છેલ્લા થોડાં દિવસોથી રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. જે પછી જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ પત્ર લખી આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છેકે, જે બહેનોએ હિંમત દર્શાવી તેમને ધન્યવાદ પણ જોહર પ્રશ્નનો હલ નથી. આ સાથે જ વિરોધ મામલે જામ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું કે, લોકશાહી ઢબે વિરોધ કરી રાજૂપત હજુ ભારતમાં છે તે બતાવી દેવાનું છે. જોહરનો પ્રશ્ન બિલકુલ ઉપસ્થિત થતો જ નથી. લોકશાહીના ઢબે વિરોધ કરવામાં આવે તે જરૂરી છે. તેમજ જે આપણને ના પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણી હરાવવા જોઇએ. જ્યારે જામ સાહેબે રાજપૂતોને હિંમત આપતાં કહ્યું કે, રાજપૂતોએ માત્ર હિમત જ નહિ પણ એકતા રાખી બતાવી દેવાનું કે રાજપૂત હજુ ભારતમાં છે. તેમજ સમાજના આગેવાનોને પણ એક સાથે રહેવા માટે જણાવ્યું છે. જોકે રૂપાલા મુદ્દે હવે રાજવી પરિવાર પણ સક્રિય બન્યો છે. 

જામનગરના જામ શત્રુશલ્યસિંહજીએ રૂપાલાના વિરોધ પર મહિલાઓની હિંમત બિરદાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જોહરનો પ્રશ્ન બિલકુલ ઉપસ્થિત થતો જ નથીઃ શત્રુશલ્યસિંહજી
  • રાજૂપત હજુ ભારતમાં છે તે બતાવી દેવાનું છેઃ શત્રુશલ્યસિંહજી
  • લોકશાહીના ઢબે વિરોધ કરવામાં આવેઃ શત્રુશલ્યસિંહજી

ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદન પર હવે રાજવી પરિવાર પણ એક્શનમાં આવ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતેના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ પત્ર લખી રૂપાલાના નિવેદનની નિંદા કરી છે અનેતેમાં જણાવ્યું કે, અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેને સજા થવી જોઇએ.

છેલ્લા થોડાં દિવસોથી રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. જે પછી જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ પત્ર લખી આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છેકે, જે બહેનોએ હિંમત દર્શાવી તેમને ધન્યવાદ પણ જોહર પ્રશ્નનો હલ નથી.

આ સાથે જ વિરોધ મામલે જામ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું કે, લોકશાહી ઢબે વિરોધ કરી રાજૂપત હજુ ભારતમાં છે તે બતાવી દેવાનું છે. જોહરનો પ્રશ્ન બિલકુલ ઉપસ્થિત થતો જ નથી. લોકશાહીના ઢબે વિરોધ કરવામાં આવે તે જરૂરી છે. તેમજ જે આપણને ના પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણી હરાવવા જોઇએ. 

જ્યારે જામ સાહેબે રાજપૂતોને હિંમત આપતાં કહ્યું કે, રાજપૂતોએ માત્ર હિમત જ નહિ પણ એકતા રાખી બતાવી દેવાનું કે રાજપૂત હજુ ભારતમાં છે. તેમજ સમાજના આગેવાનોને પણ એક સાથે રહેવા માટે જણાવ્યું છે. જોકે રૂપાલા મુદ્દે હવે રાજવી પરિવાર પણ સક્રિય બન્યો છે.