Surat News : પાટીદાર અનામત આંદોલનના બે યુવા નેતાઓ આજે જોડાશે ભાજપમાં

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કેસરિયા કરશે ગત અઠવાડીયે આપ પાર્ટીને કર્યુ હતુ બાય-બાય સાંજે 8 વાગ્યે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આજે ભાજપમાં જોડાશે.આમ આદમી પાર્ટીના ચિહ્ન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથીરિયા અને માલવિયા સી.આર.પાટીલની હાજરીમાં આજે વરાછા સ્થિત માનગઢ ચોકમાં ભાજપનો ખેસ ધારણ કરશે.પાટીદાર અનામત આંદોલન વખતે બન્ને નેતા PAASનો ચહેરો રહ્યા હતા. કોણ કોણ રહેશે હાજર વર્ષ 2020ની ધારાસભ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોગ્રેસને બદલે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતુ,PAASના સમર્થનથી સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો,તો અલ્પેશ અને ધાર્મિક ગત વિધાનસભામાં ચૂંટણી આપમાંથી ચૂંટણી લડયા હતા અને બન્નેની હાર થઈ હતી,ત્યારે આજે PAASના 200 જેટલાં આંદોલનકારીઓ પણ ભાજપમાં જોડાશે.આજે સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા,મંત્રી પફુલ પાનશેરીયા, મંત્રી મુકેશ પટેલ,સુરતના મેયર દક્ષેશ માવાણી,સાંસદ મુકેશ દલાલ સહિતના આગેવાનો હાજર રહેશે. પહેલા શું કહ્યું હતુ અલ્પેશ કથીરિયાએ અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ મનદુખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડયા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને કોઇ જાણકારી મળી નથી.રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. રાજીનામા માટે સેવા કરવાનું આપ્યુ હતું બહાનું બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. બંનેએ ખરી ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ન આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. એક તરફ પાર્ટીના મુખિયા જેલમાં છે, તો બીજી તરફ પાર્ટીના કાંગરા એક પછી એક ખરી રહ્યાં છે.  

Surat News : પાટીદાર અનામત આંદોલનના બે યુવા નેતાઓ આજે જોડાશે ભાજપમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કેસરિયા કરશે
  • ગત અઠવાડીયે આપ પાર્ટીને કર્યુ હતુ બાય-બાય
  • સાંજે 8 વાગ્યે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે

પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આજે ભાજપમાં જોડાશે.આમ આદમી પાર્ટીના ચિહ્ન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથીરિયા અને માલવિયા સી.આર.પાટીલની હાજરીમાં આજે વરાછા સ્થિત માનગઢ ચોકમાં ભાજપનો ખેસ ધારણ કરશે.પાટીદાર અનામત આંદોલન વખતે બન્ને નેતા PAASનો ચહેરો રહ્યા હતા.

કોણ કોણ રહેશે હાજર

વર્ષ 2020ની ધારાસભ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોગ્રેસને બદલે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતુ,PAASના સમર્થનથી સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો,તો અલ્પેશ અને ધાર્મિક ગત વિધાનસભામાં ચૂંટણી આપમાંથી ચૂંટણી લડયા હતા અને બન્નેની હાર થઈ હતી,ત્યારે આજે PAASના 200 જેટલાં આંદોલનકારીઓ પણ ભાજપમાં જોડાશે.આજે સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા,મંત્રી પફુલ પાનશેરીયા, મંત્રી મુકેશ પટેલ,સુરતના મેયર દક્ષેશ માવાણી,સાંસદ મુકેશ દલાલ સહિતના આગેવાનો હાજર રહેશે.

પહેલા શું કહ્યું હતુ અલ્પેશ કથીરિયાએ

અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ મનદુખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડયા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને કોઇ જાણકારી મળી નથી.રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ.

રાજીનામા માટે સેવા કરવાનું આપ્યુ હતું બહાનું

બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. બંનેએ ખરી ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા ન આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. એક તરફ પાર્ટીના મુખિયા જેલમાં છે, તો બીજી તરફ પાર્ટીના કાંગરા એક પછી એક ખરી રહ્યાં છે.