Jamnagar News: જામનગરમાં CBIના દરોડા, EPFO અધિકારી લાંચ લેતા ઝડપાયો

EPFO ઓફિસમા રેડ કરી લાંચ લેતા અધિકારી ઝડપ્યાEPFOના કામ કરવા માટે 1.10 લાખ લાંચ માગી હતી ત્રણ જિલ્લાઓના જુદા જુદા સ્થળોએ તપાસ ચાલુ આજે જામનગરમાં CBIએ શહેરમાં આવેલ EPFO કચેરી ખાતે દરોડા પાડીને એન્ફોર્સમેન્ટ ઓફિસર કન્સલ્ટન્ટ/વચેટિયા અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીઓને રૂ. 1.10 લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે. આરોપીઓએ EPF સંબંધિત કામો માટે લાંચની માંગ કરી હતી. મળતી માહિતી મુજબ, CBIએ ફરિયાદના આધારે આરોપી EPFO જામનગરના એન્ફોર્સમેન્ટ ઓફિસર અને દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના કન્સલ્ટન્ટ સામે કેસ દાખલ કર્યો છે. તેમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ EPF સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી. CBIએ એન્ફોર્સમેન્ટ ઓફિસર, EPFO, જામનગરને ત્યાં છટકું ગોઠવીને કન્સલ્ટન્ટ અને વચેટિયા તેમજ મીઠાપુર સ્થિત કન્સલ્ટન્ટના પુત્ર દ્વારા ફરિયાદીની પેઢીના ભાગીદાર પાસેથી રૂ. 1.10 લાખની ગેરકાયદેસર રીતે લાંચ લેતા પકડી પાડયા છે. તો સાથે સાથે EPFOનો એન્ફોર્સમેન્ટ ઓફિસર પણ લાંચ લેતા ઝડપાયો છે. વધુમાં, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના ઠેકાણાઓ ખાતે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

Jamnagar News: જામનગરમાં CBIના દરોડા, EPFO અધિકારી લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • EPFO ઓફિસમા રેડ કરી લાંચ લેતા અધિકારી ઝડપ્યા
  • EPFOના કામ કરવા માટે 1.10 લાખ લાંચ માગી હતી
  • ત્રણ જિલ્લાઓના જુદા જુદા સ્થળોએ તપાસ ચાલુ

આજે જામનગરમાં CBIએ શહેરમાં આવેલ EPFO કચેરી ખાતે દરોડા પાડીને એન્ફોર્સમેન્ટ ઓફિસર કન્સલ્ટન્ટ/વચેટિયા અને તેના પુત્ર સહિત ત્રણ આરોપીઓને રૂ. 1.10 લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે. આરોપીઓએ EPF સંબંધિત કામો માટે લાંચની માંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, CBIએ ફરિયાદના આધારે આરોપી EPFO જામનગરના એન્ફોર્સમેન્ટ ઓફિસર અને દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના કન્સલ્ટન્ટ સામે કેસ દાખલ કર્યો છે. તેમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ EPF સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી.

CBIએ એન્ફોર્સમેન્ટ ઓફિસર, EPFO, જામનગરને ત્યાં છટકું ગોઠવીને કન્સલ્ટન્ટ અને વચેટિયા તેમજ મીઠાપુર સ્થિત કન્સલ્ટન્ટના પુત્ર દ્વારા ફરિયાદીની પેઢીના ભાગીદાર પાસેથી રૂ. 1.10 લાખની ગેરકાયદેસર રીતે લાંચ લેતા પકડી પાડયા છે. તો સાથે સાથે EPFOનો એન્ફોર્સમેન્ટ ઓફિસર પણ લાંચ લેતા ઝડપાયો છે.

વધુમાં, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના ઠેકાણાઓ ખાતે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.