Ahmedabad :માત્ર 30મિનિટ પડેલા વરસાદે ચાર મહિનાથી ચાલતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી

નરોડા અને મેમ્કોમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારોમાં પાણી મંગળવાર સવારે ઊતર્યાં63,000 કેચપીટો ત્રણ તબક્કામાં સાફ કરવા પાછળ કરોડો ખર્ચ્યા છતાં 5થી 6 કલાક પાણી ભરાઈ રહ્યા 8 ફ્લાઇટને એક કલાક સુધી હવામાં ચક્કર મારવા પડયા, બે ડાઇવર્ટ કરાઈ અમદાવાદમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે ફ્લાઈટોના શિડયુલ ખોરવાયા હતા. વિઝિબિલિટી ડાઉન થતાં અમદાવાદ આવતી 8 ફ્લાઇટોને એક કલાક સુધી હવામાં ચક્કર મારવાની ફરજ પડી હતી. હવામાં ચક્કર માર્યા બાદ પણ લેન્ડિંગ પરવાનગી ન મળતાં બેંગ્લુરુથી આવતી ફ્લાઇટને હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઇટને મુંબઈ ડ્રાઇવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોની જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટને સૌથી વધુ 10થી વધુ વખત હવાઈ ચક્કર માર્યા બાદ લેન્ડિંગ પરવાનગી મળી હતી. ભારે પવન ફૂંકાતા 16 વૃક્ષ ધરાશાયી ભારે પવન ફૂંકાતા શ્યામલ, મકરબા, વસ્ત્રાપુર, રાણીપ, રામેદવનગર, ગુલબાઇ ટેકરા, નિકોલ રોડ, નરોડ, બાપુનગર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં કુલ 16 જેટલા વૃક્ષ ધરાશાયી થયા. 36 કલાકમાં 200થી વધુ તાલુકામાં વરસાદ, 70 તાલુકામાં 1થી 5 ઈંચ રાજ્યમાં વિતેલા 36 કલાકમાં 200થી વધુ તાલુકામાં ઝરમરથી ભારે વરસાદ વરસ્યો હતો. 70 તાલુકામાં 1 ઈંચથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પંચમહાલના કાલોલ તાલુકામાં 5 ઈંચ અને ખેડાના માતર તાલુકામાં 4.64 ઈંચ વરસાદ ખાબક્યો. વિસાવદરમાં 4.36 ઈંચ, ખેડામાં 4 ઈંચ, ચુડા તાલુકામાં 3.60 અને મહેમદાવાદમાં 3.76 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ધંધુકા, જામનગરના લાલપુર અને બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. એક ઇંચ કરતાં વધુ વરસાદ પડશે તો સુભાષબ્રિજ RTOમાં ટ્રેક અમુક કલાકો બંધ રહેશે શહેરમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડશે તો સુભાષબ્રિજ RTOમાં પાકાં લાઇસન્સ માટે ચાલતો ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. ટ્રેકમાં વારંવાર પાણી ભરાઇ જાય છે. ટ્રેક રિપેર કરાવ્યો નથી. ટ્રેકમાં ઢાળ હોવાથી પ્રત્યેક ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે. સોમવારે ભારે વરસાદ બાદ મંગળવારે RTO બપોરના 12 વાગ્યા સુધી બંધ રહ્યો હતો.

Ahmedabad :માત્ર 30મિનિટ પડેલા વરસાદે ચાર મહિનાથી ચાલતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નરોડા અને મેમ્કોમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારોમાં પાણી મંગળવાર સવારે ઊતર્યાં
  • 63,000 કેચપીટો ત્રણ તબક્કામાં સાફ કરવા પાછળ કરોડો ખર્ચ્યા છતાં 5થી 6 કલાક પાણી ભરાઈ રહ્યા
  • 8 ફ્લાઇટને એક કલાક સુધી હવામાં ચક્કર મારવા પડયા, બે ડાઇવર્ટ કરાઈ

અમદાવાદમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે ફ્લાઈટોના શિડયુલ ખોરવાયા હતા. વિઝિબિલિટી ડાઉન થતાં અમદાવાદ આવતી 8 ફ્લાઇટોને એક કલાક સુધી હવામાં ચક્કર મારવાની ફરજ પડી હતી.

હવામાં ચક્કર માર્યા બાદ પણ લેન્ડિંગ પરવાનગી ન મળતાં બેંગ્લુરુથી આવતી ફ્લાઇટને હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઇટને મુંબઈ ડ્રાઇવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોની જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટને સૌથી વધુ 10થી વધુ વખત હવાઈ ચક્કર માર્યા બાદ લેન્ડિંગ પરવાનગી મળી હતી.

ભારે પવન ફૂંકાતા 16 વૃક્ષ ધરાશાયી

ભારે પવન ફૂંકાતા શ્યામલ, મકરબા, વસ્ત્રાપુર, રાણીપ, રામેદવનગર, ગુલબાઇ ટેકરા, નિકોલ રોડ, નરોડ, બાપુનગર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં કુલ 16 જેટલા વૃક્ષ ધરાશાયી થયા.

36 કલાકમાં 200થી વધુ તાલુકામાં વરસાદ, 70 તાલુકામાં 1થી 5 ઈંચ

રાજ્યમાં વિતેલા 36 કલાકમાં 200થી વધુ તાલુકામાં ઝરમરથી ભારે વરસાદ વરસ્યો હતો. 70 તાલુકામાં 1 ઈંચથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પંચમહાલના કાલોલ તાલુકામાં 5 ઈંચ અને ખેડાના માતર તાલુકામાં 4.64 ઈંચ વરસાદ ખાબક્યો. વિસાવદરમાં 4.36 ઈંચ, ખેડામાં 4 ઈંચ, ચુડા તાલુકામાં 3.60 અને મહેમદાવાદમાં 3.76 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ધંધુકા, જામનગરના લાલપુર અને બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

એક ઇંચ કરતાં વધુ વરસાદ પડશે તો સુભાષબ્રિજ RTOમાં ટ્રેક અમુક કલાકો બંધ રહેશે

શહેરમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડશે તો સુભાષબ્રિજ RTOમાં પાકાં લાઇસન્સ માટે ચાલતો ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. ટ્રેકમાં વારંવાર પાણી ભરાઇ જાય છે. ટ્રેક રિપેર કરાવ્યો નથી. ટ્રેકમાં ઢાળ હોવાથી પ્રત્યેક ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે. સોમવારે ભારે વરસાદ બાદ મંગળવારે RTO બપોરના 12 વાગ્યા સુધી બંધ રહ્યો હતો.