સુરત નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓના 11 મહિનાના કરારની જગ્યાએ 2 મહિના કરાતા રોષ

University Employee Protest: સુરત નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓના કરારમાં 11 મહિનાની જગ્યાએ 2 મહિનાનો કરાતાં આશરે 400 જેટલાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા 2 મહિનાના કરારના નિર્ણયને લઇને કર્મચારીઓમાં રોષ ફેલાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કર્મચારીઓ 11 મહિનાનો કરાર કરવા અંગેની રજૂઆત સાથે માંગણી હતી. મળતી માહિતી પ્રમાણે, જો કર્મચારી દ્વારા વિરોધ કરાશે તો તેમને નોકરી માંથી કાઢી મુકવાની વાત પ્રસરી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય20મી જૂન 2024ના રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 2 મહિનાના કરાર માટે કર્મચારીઓને લેટર આપવામાં આવતા બધા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. જેમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓને હટાવીને પોતાના માનિતા કરાર આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય કરાયો હોવાની ચર્ચા કર્મચારીઓમાં થઈ રહી હતી.રાજકોટ અગ્નિકાંડ કેસ : પીડિત પરિવાર ન્યાય માટે એક જૂથ થઈને કોર્ટમાં આરોપી સામે લડત આપશેવિરોધ કરશે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ભયમળતી માહિતી પ્રમાણે, કેટલાંક કર્મચારીઓ વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પહેલા તેઓને જણાવેલું કે હાલ આચારસંહિતા હોવાથી બે મહિનાનો કરાર કરીએ છીએ. જ્યારે હવે 11 મહિનાના કરાર કરવાને બદલે 2 મહિનાનો કરાર કરતાં વિરોધ વધ્યો હતો. આમ જો કર્મચારીઓ આ અંગે વિરોધ કરશે તો તેઓને નોકરી માંથી કાઢી મુકવાનો ભય પણ બતાવવામાં આવ્યો હોવાનું કર્મચારીઓ જાણાવી રહ્યા હતા. અન્ય કેટલાંક કર્મચારીઓ પ્રમાણે, તેઓને 11 મહિનાના કરાર કરી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. યાત્રીગણ ધ્યાન દે! 4 રાજ્યોને જોડતી 4 નવી ટ્રેનો શરુ કરાશે, જાણો સમય, રૂટ અને ક્યાંથી ઉપડશેકર્મચારીઓના હિતમાં લેવાશે નિર્ણયરજીસ્ટાર ડૉ. આર.સી. ગઢવીએ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે "કર્મચારીઓનો કરાર 2 માસ કરવાનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટનો છે. આ નિર્ણય પર કર્મચારીઓમાં નારાજગી હોવાથી હવે ફરી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ યોજીને કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં કેટલાંક અધિકારીઓની અનુકૂળતા ન હોવાથી હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટની નવી બેઠક લગભગ અઠવાડિયા પછી યોજીને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાશે."સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા વરસ્યા, 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા

સુરત નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓના 11 મહિનાના કરારની જગ્યાએ 2 મહિના કરાતા રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Veer Narmad South Gujarat University

University Employee Protest: સુરત નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓના કરારમાં 11 મહિનાની જગ્યાએ 2 મહિનાનો કરાતાં આશરે 400 જેટલાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા 2 મહિનાના કરારના નિર્ણયને લઇને કર્મચારીઓમાં રોષ ફેલાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કર્મચારીઓ 11 મહિનાનો કરાર કરવા અંગેની રજૂઆત સાથે માંગણી હતી. મળતી માહિતી પ્રમાણે, જો કર્મચારી દ્વારા વિરોધ કરાશે તો તેમને નોકરી માંથી કાઢી મુકવાની વાત પ્રસરી હતી. 

બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય

20મી જૂન 2024ના રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 2 મહિનાના કરાર માટે કર્મચારીઓને લેટર આપવામાં આવતા બધા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. જેમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓને હટાવીને પોતાના માનિતા કરાર આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય કરાયો હોવાની ચર્ચા કર્મચારીઓમાં થઈ રહી હતી.

રાજકોટ અગ્નિકાંડ કેસ : પીડિત પરિવાર ન્યાય માટે એક જૂથ થઈને કોર્ટમાં આરોપી સામે લડત આપશે

વિરોધ કરશે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ભય

મળતી માહિતી પ્રમાણે, કેટલાંક કર્મચારીઓ વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પહેલા તેઓને જણાવેલું કે હાલ આચારસંહિતા હોવાથી બે મહિનાનો કરાર કરીએ છીએ. જ્યારે હવે 11 મહિનાના કરાર કરવાને બદલે 2 મહિનાનો કરાર કરતાં વિરોધ વધ્યો હતો. આમ જો કર્મચારીઓ આ અંગે વિરોધ કરશે તો તેઓને નોકરી માંથી કાઢી મુકવાનો ભય પણ બતાવવામાં આવ્યો હોવાનું કર્મચારીઓ જાણાવી રહ્યા હતા. અન્ય કેટલાંક કર્મચારીઓ પ્રમાણે, તેઓને 11 મહિનાના કરાર કરી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. 

યાત્રીગણ ધ્યાન દે! 4 રાજ્યોને જોડતી 4 નવી ટ્રેનો શરુ કરાશે, જાણો સમય, રૂટ અને ક્યાંથી ઉપડશે

કર્મચારીઓના હિતમાં લેવાશે નિર્ણય

રજીસ્ટાર ડૉ. આર.સી. ગઢવીએ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે "કર્મચારીઓનો કરાર 2 માસ કરવાનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટનો છે. આ નિર્ણય પર કર્મચારીઓમાં નારાજગી હોવાથી હવે ફરી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ યોજીને કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં કેટલાંક અધિકારીઓની અનુકૂળતા ન હોવાથી હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટની નવી બેઠક લગભગ અઠવાડિયા પછી યોજીને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાશે."

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા વરસ્યા, 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા