મોડી રાત્રે અકોટા બ્રિજ પર કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા એકનું મોત

Image: Freepikઅકોટા બ્રિજ પર મોડી રાત્રે 12:30 વાગ્યે નશેબાજ કાર ચાલકે એમબીએના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકોટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના પહોળા રસ્તા ઉપર બાઈક સવાર તથા કારચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે તેના કારણે અવારનવાર જીવલેણ અકસ્માત પણ થાય છે અકસ્માત માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એમબીએ ના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ ઉંમર વર્ષ 24 તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરીખ ગઈકાલે રાત્રે મોપેડ પર અકોટા બ્રિજ ની સાઈડ પર બેઠા હતા. હતા તે દરમિયાન પૂર ઝડપે આવતા એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. કારચાલક કલ્પ પંડ્યા ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની સાથે તેને ગર્લફ્રેન્ડ પણ હતી કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લોકોએ કરતા પોલીસે સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડી રાત્રે અકોટા બ્રિજ પર કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image: Freepik

અકોટા બ્રિજ પર મોડી રાત્રે 12:30 વાગ્યે નશેબાજ કાર ચાલકે એમબીએના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકોટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના પહોળા રસ્તા ઉપર બાઈક સવાર તથા કારચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે તેના કારણે અવારનવાર જીવલેણ અકસ્માત પણ થાય છે અકસ્માત માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એમબીએ ના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ ઉંમર વર્ષ 24 તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરીખ ગઈકાલે રાત્રે મોપેડ પર અકોટા બ્રિજ ની સાઈડ પર બેઠા હતા. હતા તે દરમિયાન પૂર ઝડપે આવતા એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. 

કારચાલક કલ્પ પંડ્યા ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની સાથે તેને ગર્લફ્રેન્ડ પણ હતી કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લોકોએ કરતા પોલીસે સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.