જાધપરવાંઢ નજીક રણમાં મીઠાંનાં પ્લોટ માટે બે જૂથ વચ્ચે ધીંગાણું

પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા લથડી રણમાં ફાયરિંગમાં ૩ ને ગોળી લાગી, એક ને ફ્રેક્ચર સહીતની ઈજાઓ, ૧૭ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈગાંધીધામ: પૂર્વ કચ્છમાં કાયદા વ્યવસ્થાની ધજીયા ઉડાવતો બનાવ જોધપરવાંઢ નજીક ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા મીઠાંનાં કારખાનામાં બન્યો હતો. જ્યાં બે જૂથ વચ્ચે મીઠાંનાં કારખાના માટે કાયદો વ્યવસ્થાની શરમ રાખ્યા વગર રણમાં ફાયરિંગ કરવામાં આવી હતી.જેમાં ૫ વાહનોમાં આવેલા ૧૭ ઈસમોએ બંદૂકો વડે અંધાધૂન ફાયરિંગ કરી યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં યુવાન સાથે ત્રણ લોકોને ગોળી લગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાપરનાં કાનમેરમાં રહેતા મગનભાઈ સુજાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી કાનમેરથી ગાગોદર ગયો હતો, જ્યાં વલીમામદ ઇભ્રાહીમ રાજા, જેમલ કમાભાઈ ગોહિલ અને રમેશ હઠા ભરવાડ સાથે જોધપરવાંઢ પાસે આવેલા ઘુડખર અભ્યારણ્યમાં જુના મીઠાના કારખાના પાસે આંટો મારવા ગયા હતા.જ્યાં બપોરનાં ૪ વાગ્યાનાં આસપાસ ૧૭ ઈસમો ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડીયા, ઈશ્વર, શક્તિ ડાયા ડોડીયા, બળદેવ ગેલા, રાયધણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતિષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રત્ના રબારી ફોરચુનર, સ્વીફ્ટ, ક્રેટા, બોલેરો અને એક ડાલા જીપમાં આવી પહોંચ્યા હતા અને અંધાધૂન બંદૂક વડે ફાયરિંગ કરવા લાગ્યા હતા.જે ફાયરિંગમાં દિનેશ ખીમજી કોળીને માથાનાં ભાગે, મુકેશ બેચરા કોળીને પગમાં અને વલીમામદને નાકનાં ભાગે બંદૂકની ગોળી લાગી હતી. દિનેશને માથામાં ગોળી લગતા તે જમીન પર નીચે પડી ગયો હતો. જેથી દિનેશને બાઈક પર બેસાડી ફરિયાદી અને તેની સાથે નવીન જગસી કોળી સારવાર માટે લઈ જતા હતા. દરમિયાન તેમને મારી નાખવા ઇરાદે આરોપી વિજય રાયધણ ઉસેટિયાએ બોલેરોથી બાઈકને પાછળથી ટક્કર મારી ફરિયાદી સાથે દિનેશ અને નવીનને નીચે પાડી દીધા હતા અને લાકડી અને બંદૂકનાં હાથા વડે ફરિયાદી મારમારી ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપીઓએ ફરિયાદીને આ રણ તમારો બાપનો નથી ફરી અહીં આવ્યા તો જાનથી મારી નાખીશું કહી જાતિ સૂચક શબ્દો બોલ્યા હતા. ગોળીબારીમાં ઘાયલ ત્રણને ગાંધીધામ અને એક ને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જેથી ફરિયાદીએ ૧૭ આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જાધપરવાંઢ નજીક રણમાં મીઠાંનાં પ્લોટ માટે બે જૂથ વચ્ચે ધીંગાણું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા લથડી 

રણમાં ફાયરિંગમાં ૩ ને ગોળી લાગી, એક ને ફ્રેક્ચર સહીતની ઈજાઓ, ૧૭ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં કાયદા વ્યવસ્થાની ધજીયા ઉડાવતો બનાવ જોધપરવાંઢ નજીક ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા મીઠાંનાં કારખાનામાં બન્યો હતો. જ્યાં બે જૂથ વચ્ચે મીઠાંનાં કારખાના માટે કાયદો વ્યવસ્થાની શરમ રાખ્યા વગર રણમાં ફાયરિંગ કરવામાં આવી હતી.જેમાં ૫ વાહનોમાં આવેલા ૧૭ ઈસમોએ બંદૂકો વડે અંધાધૂન ફાયરિંગ કરી યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં યુવાન સાથે ત્રણ લોકોને ગોળી લગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાપરનાં કાનમેરમાં રહેતા મગનભાઈ સુજાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી કાનમેરથી ગાગોદર ગયો હતો, જ્યાં વલીમામદ ઇભ્રાહીમ રાજા, જેમલ કમાભાઈ ગોહિલ અને રમેશ હઠા ભરવાડ સાથે જોધપરવાંઢ પાસે આવેલા ઘુડખર અભ્યારણ્યમાં જુના મીઠાના કારખાના પાસે આંટો મારવા ગયા હતા.જ્યાં બપોરનાં ૪ વાગ્યાનાં આસપાસ ૧૭ ઈસમો ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડીયા, ઈશ્વર, શક્તિ ડાયા ડોડીયા, બળદેવ ગેલા, રાયધણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતિષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રત્ના રબારી ફોરચુનર, સ્વીફ્ટ, ક્રેટા, બોલેરો અને એક ડાલા જીપમાં આવી પહોંચ્યા હતા અને અંધાધૂન બંદૂક વડે ફાયરિંગ કરવા લાગ્યા હતા.જે ફાયરિંગમાં દિનેશ ખીમજી કોળીને માથાનાં ભાગે, મુકેશ બેચરા કોળીને પગમાં અને વલીમામદને નાકનાં ભાગે બંદૂકની ગોળી લાગી હતી. દિનેશને માથામાં ગોળી લગતા તે જમીન પર નીચે પડી ગયો હતો. જેથી દિનેશને બાઈક પર બેસાડી ફરિયાદી અને તેની સાથે નવીન જગસી કોળી સારવાર માટે લઈ જતા હતા. દરમિયાન તેમને મારી નાખવા ઇરાદે આરોપી વિજય રાયધણ ઉસેટિયાએ બોલેરોથી બાઈકને પાછળથી ટક્કર મારી ફરિયાદી સાથે દિનેશ અને નવીનને નીચે પાડી દીધા હતા અને લાકડી અને બંદૂકનાં હાથા વડે ફરિયાદી મારમારી ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપીઓએ ફરિયાદીને આ રણ તમારો બાપનો નથી ફરી અહીં આવ્યા તો જાનથી મારી નાખીશું કહી જાતિ સૂચક શબ્દો બોલ્યા હતા. ગોળીબારીમાં ઘાયલ ત્રણને ગાંધીધામ અને એક ને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જેથી ફરિયાદીએ ૧૭ આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.