સાબરકાંઠાના ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રકે કારને અડફેટે લીધી, 4નાં કમકમાટીભર્યા મોત

Gujarat Sabarkantha Accident news | સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. જેમાં 4 લોકોના કરૂણ મોત થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર એક બેફામ  ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. કેમ એક પછી એક અકસ્માત વધ્યાં? મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે  પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે  ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

સાબરકાંઠાના ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રકે કારને અડફેટે લીધી, 4નાં કમકમાટીભર્યા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Sabarkantha Accident news | સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. જેમાં 4 લોકોના કરૂણ મોત થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર એક બેફામ  ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. 

કેમ એક પછી એક અકસ્માત વધ્યાં? 

મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે  પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે  ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.