Ahmedabdમાં પરિણીતાએ ઘરેલુ હિંસા અને પતિએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી

51 લાખ રોકડ અને દાગીના લીધા બાદ પણ દહેજ માંગી અપાતો હતો ત્રાસ પતિ સહિતનાં 4 સાસરીયાઓ સામે નોંધાયો ગુનો ઘરેલુ હિંસા અને પતિ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અમદાવાદના સોલા પોલીસ મથકમા પરિણીતાએ તેના પતિ અને સાસરીયા સામે ઘરેલુ હિંસાને લઈ ફરિયાદ નોંધાવી છે,પતિ અને સાસરીયા વારંવાર રૂપિયા અને સોનાની માંગ કરતા હોવાને લઈ ફરિયાદ નોંધાવી છે.તો પતિ દ્રારા માનસિકત્રાસ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની પણ ફરિયાદ નોંધાવી છે,તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે. ઘરેલુ હિંસાના કેસ વધ્યા ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં મહિલાઓ માટેની હેલ્પલાઈન અભયમ્ 'ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકા જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ ૨૦૨૦માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક-સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેકુ પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું હતું. ઘરેલુ હિંસાના ૧૭૬૪૨ કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય અમદાવાદથી વર્ષ ૨૦૨૩માં ૪૮૧૫ કોલ્સ સતામણી, ૨૧૫૫ કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે. જામનગરમાં પણ મહિલાએ નોંધાવી ફરિયાદ જામનગરની એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ સીતમ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રોકાવા આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુરુદ્વારા મંગલબાગ શેરી નંબર-2 માં રહેતી હેત્વીબેન પુનિતભાઈ પડિયા નામની 24 વર્ષની પરણિત યુવતીએ પોતાને મારકૂટ કરી ત્રાસ ગુઝારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે રાજકોટમાં રહેતા પોતાના પતિ પૂનિતભાઈ હરેશભાઈ પડિયા, સાસુ હર્ષાબેન હરેશભાઈ પડિયા, સસરા હરેશભાઈ છગનભાઈ પડીયા અને નણંદ કિંજલબેન હરેશભાઈ પડિયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

Ahmedabdમાં પરિણીતાએ ઘરેલુ હિંસા અને પતિએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 51 લાખ રોકડ અને દાગીના લીધા બાદ પણ દહેજ માંગી અપાતો હતો ત્રાસ
  • પતિ સહિતનાં 4 સાસરીયાઓ સામે નોંધાયો ગુનો
  • ઘરેલુ હિંસા અને પતિ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યો હોવાની ફરિયાદ

અમદાવાદના સોલા પોલીસ મથકમા પરિણીતાએ તેના પતિ અને સાસરીયા સામે ઘરેલુ હિંસાને લઈ ફરિયાદ નોંધાવી છે,પતિ અને સાસરીયા વારંવાર રૂપિયા અને સોનાની માંગ કરતા હોવાને લઈ ફરિયાદ નોંધાવી છે.તો પતિ દ્રારા માનસિકત્રાસ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની પણ ફરિયાદ નોંધાવી છે,તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.

ઘરેલુ હિંસાના કેસ વધ્યા

ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં મહિલાઓ માટેની હેલ્પલાઈન અભયમ્ 'ને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકા જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ ૨૦૨૦માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક-સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેકુ પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું હતું. ઘરેલુ હિંસાના ૧૭૬૪૨ કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય અમદાવાદથી વર્ષ ૨૦૨૩માં ૪૮૧૫ કોલ્સ સતામણી, ૨૧૫૫ કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે.

જામનગરમાં પણ મહિલાએ નોંધાવી ફરિયાદ

જામનગરની એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ સીતમ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રોકાવા આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુરુદ્વારા મંગલબાગ શેરી નંબર-2 માં રહેતી હેત્વીબેન પુનિતભાઈ પડિયા નામની 24 વર્ષની પરણિત યુવતીએ પોતાને મારકૂટ કરી ત્રાસ ગુઝારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે રાજકોટમાં રહેતા પોતાના પતિ પૂનિતભાઈ હરેશભાઈ પડિયા, સાસુ હર્ષાબેન હરેશભાઈ પડિયા, સસરા હરેશભાઈ છગનભાઈ પડીયા અને નણંદ કિંજલબેન હરેશભાઈ પડિયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.