જિલ્લામાં સ્ટેટિક સર્વેલન્સની 20 ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ

તાલુકા-શહેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર ટીમ તહેનાત૨૩ ચેકપોસ્ટો ઉભી કરીને રોકડ, દારૃ સહિતની સંદિગ્ધ ચીજવસ્તુઓની તપાસ હાથ ધરાઇઃચેકીંગ સઘન બનાવાશેગાંધીનગર :  ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી અને રોકડની હેરફેર ઉપર અંકુશ રાખતી સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૩ ચેક પોસ્ટ પર ઊભા રહીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચારેય તાલુકા- શહેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર આ ટીમના સભ્યો દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ, વધુ પડતી રોકડ, દારૃ, ડ્રગ્સ સહિતની નાશાકારક ચીજવસ્તુઓ હોય તો તેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના પણ આપવામાં આવી છે.લોકસભાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પંચેય વિધાનસભા મતદાર વિભાગમાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે.દવે દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓને સુચના આપી છે ત્યારે વિવિધ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇ મોટી રોકડ કે મતદારોને રીઝવવા માટેની ભેટ- સોગાદ, દારૃ જેવી ચીજવસ્તુઓની આપ-લે ન થાય તેના પર ચાંપતી નજર રાખવા માટે સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્યરત છે.ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે. ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે આવી કુલ ૨૦ જેટલી ટીમો હાલ બનાવવામાં આવી છે.જિલ્લામાં નક્કી થયેલી ૨૩ ચેક પોસ્ટ પર આ ટીમ ઊભી રહે છે અને આ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. વાહનોનું ચેકિંગ થતું હોય ત્યારે તેનું વિડિયો શુટિંગ પણ કરવામાં આવે છે. આ સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગઇકાલે ચ-૦ સર્કલ પાસેથી ૩૨ લાખ રૃપિયા રોકડા સાથે અમદાવાદથી ગાંધીનગરમાં પ્રવેશતી એક કાર પકડવામાં આવી હતી. ૧૦ લાખથી વધુની રકમ હોવાથી આ કેસ ટીમે ઇન્કમટેક્સ વિભાગને સોંપી દિધો છે. તો બીજીબાજુ ૧૦ લાખથી ઓછી રકમ હોય અને બેંકની વિગત કે તે રૃપિયાનો પુરાવો માલિક પાસે હોય તો ટીમ દ્વારા કોઇ હેરાનગતી કરવામાં આવશે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ પણ ટીમને સુચના આપી દીધી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા બાદ આ ટીમો દ્વારા નાકા પોઇન્ટ પણ વધારી દેવામાં આવશે અને ત્યાં ચેકીંગ પણ સઘન કરી દેવામાં આવશે.

જિલ્લામાં સ્ટેટિક સર્વેલન્સની 20 ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તાલુકા-શહેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર ટીમ તહેનાત

૨૩ ચેકપોસ્ટો ઉભી કરીને રોકડ, દારૃ સહિતની સંદિગ્ધ ચીજવસ્તુઓની તપાસ હાથ ધરાઇઃચેકીંગ સઘન બનાવાશે

ગાંધીનગર :  ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી અને રોકડની હેરફેર ઉપર અંકુશ રાખતી સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૩ ચેક પોસ્ટ પર ઊભા રહીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચારેય તાલુકા- શહેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર આ ટીમના સભ્યો દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ, વધુ પડતી રોકડ, દારૃ, ડ્રગ્સ સહિતની નાશાકારક ચીજવસ્તુઓ હોય તો તેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના પણ આપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પંચેય વિધાનસભા મતદાર વિભાગમાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે.દવે દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓને સુચના આપી છે ત્યારે વિવિધ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇ મોટી રોકડ કે મતદારોને રીઝવવા માટેની ભેટ- સોગાદ, દારૃ જેવી ચીજવસ્તુઓની આપ-લે ન થાય તેના પર ચાંપતી નજર રાખવા માટે સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્યરત છે.ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે. ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે આવી કુલ ૨૦ જેટલી ટીમો હાલ બનાવવામાં આવી છે.જિલ્લામાં નક્કી થયેલી ૨૩ ચેક પોસ્ટ પર આ ટીમ ઊભી રહે છે અને આ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. વાહનોનું ચેકિંગ થતું હોય ત્યારે તેનું વિડિયો શુટિંગ પણ કરવામાં આવે છે.

આ સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા ગઇકાલે ચ-૦ સર્કલ પાસેથી ૩૨ લાખ રૃપિયા રોકડા સાથે અમદાવાદથી ગાંધીનગરમાં પ્રવેશતી એક કાર પકડવામાં આવી હતી. ૧૦ લાખથી વધુની રકમ હોવાથી આ કેસ ટીમે ઇન્કમટેક્સ વિભાગને સોંપી દિધો છે. તો બીજીબાજુ ૧૦ લાખથી ઓછી રકમ હોય અને બેંકની વિગત કે તે રૃપિયાનો પુરાવો માલિક પાસે હોય તો ટીમ દ્વારા કોઇ હેરાનગતી કરવામાં આવશે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ પણ ટીમને સુચના આપી દીધી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા બાદ આ ટીમો દ્વારા નાકા પોઇન્ટ પણ વધારી દેવામાં આવશે અને ત્યાં ચેકીંગ પણ સઘન કરી દેવામાં આવશે.