વડોદરા કોર્પોરેશનમાં ઇજનેરોની અછત છે છતાં આઉટસોર્સથી ઇજનેરોની ભરતી કરવાની દરખાસ્ત મુલતવી

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 175 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેટા એન્ટ્રી ઓપરેટરો તેમજ ફિલ્ડ સુપરવાઇઝરોની આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ફિક્સ પગારના ધોરણે ભરતી કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ હતી. આ દરખાસ્ત ભાજપની સંકલન સમિતિના નિર્ણયના આધારે હાલ મુલતવી રાખવામાં આવી છે. 175 માંથી એન્જિનિયરો અને ફિલ્ડ સુપરવાઇઝરોની જગ્યા જ 155 જેટલી છે. હાલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત છે. હજુ પ્રી-મોનસૂનની કામગીરી ચાલુ છે અને ચોમાસુ માથે છે. આ દરખાસ્ત આમ તો ચૂંટણી આચાર સંહિતા પૂર્વે આવવાની હતી, પરંતુ આચારસંહિતા લાગુ થતા દરખાસ્ત અટવાઈ ગઈ હતી. ચોમાસામાં વિવિધ વિભાગોમાં એન્જિનિયરો અને ફિલ્ડ સુપરવાઈઝરોની કામગીરી ખૂબ વધી જાય છે. આ દરખાસ્ત અંગે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા થતા એક મહિનો નીકળી જશે અને ત્યાં સુધીમાં તો ચોમાસુ પણ ચાલુ થઈ જશે. જોકે જ્યારે આ માટે ટેન્ડર મંગાવવામાં આવશે ત્યારે એજન્સી સમક્ષ એવી શરત મુકાશે કે ઇજનેર સ્થાનિક હોવા જોઈએ, એવું પણ જાણવા મળ્યું છે. આઉટ સોર્સથી આ રીતે ભરતી કરવામાં કેટલા સ્થાનિકોને લેવા તે અંગે કોઈ પરિપત્ર થયો છે કે કેમ તે મંગાવીને પણ તેનો અભ્યાસ કરાશે. આચારસંહિતાને કારણે દરખાસ્ત વિલંબથી આવવી, ટેન્ડર પ્રક્રિયામાં થનારો સમય, સ્ટાફની અછત અને ચોમાસુ માથે છે ત્યારે આ બધા કારણોને ધ્યાનમાં રાખીને દરખાસ્ત મંજુર કરવાની જરૂર હતી, તેમ વહીવટી તંત્રના વર્તુળો જણાવે છે. જોકે અગાઉ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ દરખાસ્ત ના મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસએ પત્ર લખીને જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનમાં એન્જિનિયરોની ઘટ છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર હાલ 15 વર્ષથી એન્જિનિયરો તરીકે જે લોકો ફરજ બજાવે છે તેઓને કાયમી કરવા જોઈએ. કોર્પોરેશનમાં પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી ફરિયાદો રોજેરોજ આવતી હોય છે, અને આ તમામ ફરિયાદોના નિકાલ માટે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ ફિલ્ડના એન્જિનિયરોની જરૂરિયાત હોય છે. આ એન્જિનિયરો એવા હોવા જોઈએ કે જે વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ જાણતા હોય.

વડોદરા કોર્પોરેશનમાં ઇજનેરોની અછત છે છતાં આઉટસોર્સથી ઇજનેરોની ભરતી કરવાની દરખાસ્ત મુલતવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 175 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેટા એન્ટ્રી ઓપરેટરો તેમજ ફિલ્ડ સુપરવાઇઝરોની આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ફિક્સ પગારના ધોરણે ભરતી કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ હતી. આ દરખાસ્ત ભાજપની સંકલન સમિતિના નિર્ણયના આધારે હાલ મુલતવી રાખવામાં આવી છે. 175 માંથી એન્જિનિયરો અને ફિલ્ડ સુપરવાઇઝરોની જગ્યા જ 155 જેટલી છે. હાલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત છે. હજુ પ્રી-મોનસૂનની કામગીરી ચાલુ છે અને ચોમાસુ માથે છે. આ દરખાસ્ત આમ તો ચૂંટણી આચાર સંહિતા પૂર્વે આવવાની હતી, પરંતુ આચારસંહિતા લાગુ થતા દરખાસ્ત અટવાઈ ગઈ હતી.

ચોમાસામાં વિવિધ વિભાગોમાં એન્જિનિયરો અને ફિલ્ડ સુપરવાઈઝરોની કામગીરી ખૂબ વધી જાય છે. આ દરખાસ્ત અંગે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા થતા એક મહિનો નીકળી જશે અને ત્યાં સુધીમાં તો ચોમાસુ પણ ચાલુ થઈ જશે. જોકે જ્યારે આ માટે ટેન્ડર મંગાવવામાં આવશે ત્યારે એજન્સી સમક્ષ એવી શરત મુકાશે કે ઇજનેર સ્થાનિક હોવા જોઈએ, એવું પણ જાણવા મળ્યું છે. આઉટ સોર્સથી આ રીતે ભરતી કરવામાં કેટલા સ્થાનિકોને લેવા તે અંગે કોઈ પરિપત્ર થયો છે કે કેમ તે મંગાવીને પણ તેનો અભ્યાસ કરાશે. આચારસંહિતાને કારણે દરખાસ્ત વિલંબથી આવવી, ટેન્ડર પ્રક્રિયામાં થનારો સમય, સ્ટાફની અછત અને ચોમાસુ માથે છે ત્યારે આ બધા કારણોને ધ્યાનમાં રાખીને દરખાસ્ત મંજુર કરવાની જરૂર હતી, તેમ વહીવટી તંત્રના વર્તુળો જણાવે છે. જોકે અગાઉ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ દરખાસ્ત ના મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસએ પત્ર લખીને જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનમાં એન્જિનિયરોની ઘટ છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર હાલ 15 વર્ષથી એન્જિનિયરો તરીકે જે લોકો ફરજ બજાવે છે તેઓને કાયમી કરવા જોઈએ. કોર્પોરેશનમાં પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી ફરિયાદો રોજેરોજ આવતી હોય છે, અને આ તમામ ફરિયાદોના નિકાલ માટે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ ફિલ્ડના એન્જિનિયરોની જરૂરિયાત હોય છે. આ એન્જિનિયરો એવા હોવા જોઈએ કે જે વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ જાણતા હોય.