શિનોર પંથકમાં કાળઝાળ ગરમીમાં બપોરે બજાર, બસ સ્ટેન્ડ સૂમસામ

બિનજરૂરી બહાર નીકળવાનું ટાળતા નગરજનોબપોર બાદ નગરમાં જનતા કરફ્યુ જેવો સર્જાતો માહોલ દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે શિનોર પંથકમાં કાળઝાળ ગરમીના કારણે બપોરના બજાર, બસ સ્ટેન્ડ અને તમામ કચેરીમાં કોઈ જોવા ના મળતા સૂમસામ ભાષે છે. ગરમીથી બચવા લોકો હવે ઘરમાં છત, અને પંખાના સહારે ઘરમાંજ પુરાઇ રહે છે. જ્યારે દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. ઉનાળામાં ગરમીની સીઝન ચાલુ થતાં સૂરજદાદા અગન ગોળા વરસાવી રહ્યા હોય તેમ સવારના 9 વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થાય છે. લોકો સવારથી જ પોતાના કામે લાગી 11 વાગ્યા સુધી કામ પતાવી લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. ખેડૂતો પણ પોતાના ખેતરમાં વહેલી સવારે કામ પતાવી દે છે. જ્યારે ગૃહિણીઓ પણ બજારની ખરીદી સવારે તાજા શાકભાજી રોજીંદી ઘરવખરીની ખરીદી કરી લે છે. બપોરના 12 વાગ્યા પછી તો ગામના ચોરા, બજારો, બસ સ્ટેન્ડ સુમસામ ભાસે છે. તેમજ સરકારી કચેરીમાં પણ કામ અર્થે જવાનું ટાળી દે છે. લોકો ઘરમાં છઝ્ર અને પંખાના સહારે ગરમીથી બચવા ઘરમાં જ પુરાઇ રહે છે. બપોરના દુકાનદારો પણ ગ્રાહકો આવતા ના હોય પોતાની દુકાનમાં આરામ ફરમાવતા દેખાઈ રહ્યા છે. હાલમાં ઉનાળો અને તેમાંય ચૈત્ર મહિનાનો આકરો તાપ બાળકોના વેકેશનની પણ મજા બગાડી રહ્યો છે.

શિનોર પંથકમાં કાળઝાળ ગરમીમાં બપોરે બજાર, બસ સ્ટેન્ડ સૂમસામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બિનજરૂરી બહાર નીકળવાનું ટાળતા નગરજનો
  • બપોર બાદ નગરમાં જનતા કરફ્યુ જેવો સર્જાતો માહોલ
  • દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે
  • શિનોર પંથકમાં કાળઝાળ ગરમીના કારણે બપોરના બજાર, બસ સ્ટેન્ડ અને તમામ કચેરીમાં કોઈ જોવા ના મળતા સૂમસામ ભાષે છે. ગરમીથી બચવા લોકો હવે ઘરમાં છત, અને પંખાના સહારે ઘરમાંજ પુરાઇ રહે છે. જ્યારે દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે.

ઉનાળામાં ગરમીની સીઝન ચાલુ થતાં સૂરજદાદા અગન ગોળા વરસાવી રહ્યા હોય તેમ સવારના 9 વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થાય છે. લોકો સવારથી જ પોતાના કામે લાગી 11 વાગ્યા સુધી કામ પતાવી લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. ખેડૂતો પણ પોતાના ખેતરમાં વહેલી સવારે કામ પતાવી દે છે. જ્યારે ગૃહિણીઓ પણ બજારની ખરીદી સવારે તાજા શાકભાજી રોજીંદી ઘરવખરીની ખરીદી કરી લે છે. બપોરના 12 વાગ્યા પછી તો ગામના ચોરા, બજારો, બસ સ્ટેન્ડ સુમસામ ભાસે છે. તેમજ સરકારી કચેરીમાં પણ કામ અર્થે જવાનું ટાળી દે છે. લોકો ઘરમાં છઝ્ર અને પંખાના સહારે ગરમીથી બચવા ઘરમાં જ પુરાઇ રહે છે. બપોરના દુકાનદારો પણ ગ્રાહકો આવતા ના હોય પોતાની દુકાનમાં આરામ ફરમાવતા દેખાઈ રહ્યા છે. હાલમાં ઉનાળો અને તેમાંય ચૈત્ર મહિનાનો આકરો તાપ બાળકોના વેકેશનની પણ મજા બગાડી રહ્યો છે.