Bharuch:કોઇ અર્બન નક્સલી ભરૂચની સીટ ઉપર ન ચૂંટાઈ જાય તેનું ધ્યાન રાખજો

ઝઘડિયામાં અમિત શાહ વિપક્ષ ઉપર વરસ્યાંઆપ પાર્ટીને મત આપશો તો વર્ષોથી ચાલતી ખંડણી પ્રથા ફરી ચાલુ થશે કોંગ્રેસે દેશ ઉપર 70 વર્ષ રાજ કર્યું તેમ છતાં રામ જન્મ ભૂમિ ઉપર મંદિર બનાવ્યું નહિં.   ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવારના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે જાહેર સભા સંબોધી હતી. જેમાં અમિત શાહ કોંગ્રેસ સહિત વિપક્ષ ઉપર વરસ્યા હતા. કોંગ્રેસ આદિવાસીઓથી નફરત કરે છે. અને પોતે ચૈતર વસાવા એન્ડ પાર્ટીને સારી રીતે ઓળખે છે તેમ કહી કોઇ અર્બન નક્સલી ભરૂચ લોકસભા સીટ ઉપર ન ચૂંટાઈ આવે તેનું ધ્યાન રાખવા મતદારોને અમિત શાહે અપીલ કરી હતી. આપ પાર્ટીને મત આપશો તો વર્ષોથી ચાલતી ખંડણી પ્રથા ફરી ચાલુ થશે તેવી વાત અમિત શાહે કરી હતી.   ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે જાહેર સભા ગજવી હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષને આડે હાથ લીધા હતા. છેલ્લા ત્રીસ વર્ષથી સતત ચૂંટાતા આવતા મનસુખ વસાવાના વખાણ કરી તેમના કરેલા કામો અમિત શાહે મતદારોને ગણાવ્યા હતા. મનસુખ વસાવાને મતદારોએ આપેલો એક એક મત નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવામાં મદદ કરશેની વાત અમિત શાહે કરી હતી.    અયોધ્યા જન્મ ભૂમિનું રામ મંદિર હોય કે કાશ્મીરની 370ની કલમ તમામ બાબતે અમિત શાહે કોંગ્રેસ સહિત ઇન્ડીયા ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે સાથે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના નેતૃત્વમાં ભાજપા સરકારે કરેલા કાર્યોની સિધ્ધી મતદારોને ગણાવી હતી. કોંગ્રેસે દેશ ઉપર 70 વર્ષ રાજ કર્યું તેમ છતાં રામ જન્મ ભૂમિ ઉપર મંદિર બનાવ્યું નહિં. પરંતુ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવી કરોડો લોકોની આસ્થાનું રક્ષણ કર્યું છે. રામ મંદિરનું આમંત્રણ નહિં સ્વીકારનાર કોંગ્રેસ સહિત વિપક્ષને ક્યારેય મત નહી આપવા અમિત શાહે હાકલ કરી હતી.

Bharuch:કોઇ અર્બન નક્સલી ભરૂચની સીટ ઉપર ન ચૂંટાઈ જાય તેનું ધ્યાન રાખજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝઘડિયામાં અમિત શાહ વિપક્ષ ઉપર વરસ્યાં
  • આપ પાર્ટીને મત આપશો તો વર્ષોથી ચાલતી ખંડણી પ્રથા ફરી ચાલુ થશે
  • કોંગ્રેસે દેશ ઉપર 70 વર્ષ રાજ કર્યું તેમ છતાં રામ જન્મ ભૂમિ ઉપર મંદિર બનાવ્યું નહિં.

  ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવારના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે જાહેર સભા સંબોધી હતી. જેમાં અમિત શાહ કોંગ્રેસ સહિત વિપક્ષ ઉપર વરસ્યા હતા. કોંગ્રેસ આદિવાસીઓથી નફરત કરે છે. અને પોતે ચૈતર વસાવા એન્ડ પાર્ટીને સારી રીતે ઓળખે છે તેમ કહી કોઇ અર્બન નક્સલી ભરૂચ લોકસભા સીટ ઉપર ન ચૂંટાઈ આવે તેનું ધ્યાન રાખવા મતદારોને અમિત શાહે અપીલ કરી હતી. આપ પાર્ટીને મત આપશો તો વર્ષોથી ચાલતી ખંડણી પ્રથા ફરી ચાલુ થશે તેવી વાત અમિત શાહે કરી હતી.

  ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે જાહેર સભા ગજવી હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષને આડે હાથ લીધા હતા. છેલ્લા ત્રીસ વર્ષથી સતત ચૂંટાતા આવતા મનસુખ વસાવાના વખાણ કરી તેમના કરેલા કામો અમિત શાહે મતદારોને ગણાવ્યા હતા. મનસુખ વસાવાને મતદારોએ આપેલો એક એક મત નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવામાં મદદ કરશેની વાત અમિત શાહે કરી હતી.

   અયોધ્યા જન્મ ભૂમિનું રામ મંદિર હોય કે કાશ્મીરની 370ની કલમ તમામ બાબતે અમિત શાહે કોંગ્રેસ સહિત ઇન્ડીયા ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે સાથે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના નેતૃત્વમાં ભાજપા સરકારે કરેલા કાર્યોની સિધ્ધી મતદારોને ગણાવી હતી. કોંગ્રેસે દેશ ઉપર 70 વર્ષ રાજ કર્યું તેમ છતાં રામ જન્મ ભૂમિ ઉપર મંદિર બનાવ્યું નહિં. પરંતુ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવી કરોડો લોકોની આસ્થાનું રક્ષણ કર્યું છે. રામ મંદિરનું આમંત્રણ નહિં સ્વીકારનાર કોંગ્રેસ સહિત વિપક્ષને ક્યારેય મત નહી આપવા અમિત શાહે હાકલ કરી હતી.