Banaskantha: અંબાજીમાં ધોધમાર વરસાદ, ધર્મશાળાના ગેટ સુધી પાણી ભરાયા

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહીઅંબાજીની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરી લીધુ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધર્મશાળાઓના ગેટ સુધી પાણી ભરાયા છે, ત્યારે અંબાજીની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.લાખણી પંથકમાં વરસાદ  ત્યારે બનાસકાંઠા લાખણી પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ભારે પવન સાથે આ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. લાખણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજનું આગમન થતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે અને સામાન્ય વરસાદમાં જ લાખણી બજારના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે થોડી અગવડતાનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે.અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જો અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ ખંભાળિયા, કરેણ ધારગણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ હેત વરસાવતા ખેતરો વરસાદી પાણથી છલકાયા છે અને ખેડૂતોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના દેવહાંટ, તેજગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરતીપુત્રો એકદમ ખુશ જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Banaskantha: અંબાજીમાં ધોધમાર વરસાદ, ધર્મશાળાના ગેટ સુધી પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
  • અંબાજીની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ
  • બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરી લીધુ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધર્મશાળાઓના ગેટ સુધી પાણી ભરાયા છે, ત્યારે અંબાજીની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

લાખણી પંથકમાં વરસાદ 

ત્યારે બનાસકાંઠા લાખણી પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ભારે પવન સાથે આ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. લાખણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજનું આગમન થતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે અને સામાન્ય વરસાદમાં જ લાખણી બજારના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે થોડી અગવડતાનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે.

અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જો અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ ખંભાળિયા, કરેણ ધારગણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ હેત વરસાવતા ખેતરો વરસાદી પાણથી છલકાયા છે અને ખેડૂતોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે.

ત્યારે છોટાઉદેપુરમાં પણ વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના દેવહાંટ, તેજગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરતીપુત્રો એકદમ ખુશ જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે.

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.