ગુજરાતના મોટાભાગના શહેરમાં પારો ગગડયો, કાળઝાળ ગરમીથી લોકોને રાહત

12 શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોંધાયુંરાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી નિરંતર તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે ચોમાસાના પ્રારંભ જેવો માહોલ જોવા મળ્યો હતો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી નિરંતર તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોચી ગયુ હતુ. પરંતુ સતત પારો ગગડતાં આજે ગુરૂવારે તાપમાન ઘટીને રાજ્યનાં12 શહેરમાં 36 ડિગ્રીથી નીચુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળો ઘેરાતાં મહત્તમ તાપમાન ઘટીને 35.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં બપોરના સમયે ચોમાસાના પ્રારંભ જેવો માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણના લીધે દિવસ દરમિયાન શહેરના તમામ રસ્તાઓ પર વાહનોનો ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન જાણે કાળઝાળ ગરમીએ વિદાય લઈ લીધી હોય તેવો મોહાલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને 26 ડિગ્રીએ પહોચતાં રાત્રે ગરમીનો વર્તારો જોવા મળશે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ આજે ગુરુવારે 12 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોધાયું હતુ. જેમાં અમદાવાદ શહેરનું તાપમાન 35.7 ડિગ્રી, ડીસાનું 32.7, ગાંધીનગરનું 36, દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટા છવાયા વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો છે. હાલમાં અમદાવાદ શહેરમા મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોધાવવુ જોઈએ એના બદલે 35.7 ડિગ્રી નોંધાઈ રહ્યુ છે. આમ સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા સંકેતો મુજબ આગામી ત્રણ-ચાર દિવસ બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

ગુજરાતના મોટાભાગના શહેરમાં પારો ગગડયો, કાળઝાળ ગરમીથી લોકોને રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 12 શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોંધાયું
  • રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી નિરંતર તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે
  • ચોમાસાના પ્રારંભ જેવો માહોલ જોવા મળ્યો હતો

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી નિરંતર તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોચી ગયુ હતુ. પરંતુ સતત પારો ગગડતાં આજે ગુરૂવારે તાપમાન ઘટીને રાજ્યનાં12 શહેરમાં 36 ડિગ્રીથી નીચુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળો ઘેરાતાં મહત્તમ તાપમાન ઘટીને 35.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં બપોરના સમયે ચોમાસાના પ્રારંભ જેવો માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણના લીધે દિવસ દરમિયાન શહેરના તમામ રસ્તાઓ પર વાહનોનો ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન જાણે કાળઝાળ ગરમીએ વિદાય લઈ લીધી હોય તેવો મોહાલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને 26 ડિગ્રીએ પહોચતાં રાત્રે ગરમીનો વર્તારો જોવા મળશે.

હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ આજે ગુરુવારે 12 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોધાયું હતુ. જેમાં અમદાવાદ શહેરનું તાપમાન 35.7 ડિગ્રી, ડીસાનું 32.7, ગાંધીનગરનું 36, દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટા છવાયા વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો છે. હાલમાં અમદાવાદ શહેરમા મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોધાવવુ જોઈએ એના બદલે 35.7 ડિગ્રી નોંધાઈ રહ્યુ છે. આમ સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા સંકેતો મુજબ આગામી ત્રણ-ચાર દિવસ બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે.