Gujarat Rain: રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ, અનેક ગામડા સંપર્ક વિહોણા

રાજ્યમાં વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયોભાવનગર જીલ્લાના 36 ગામોમા વિજ પુરવઠો બંધ કચ્છ ના 29 અને જુનાગઢના 16 ગામોમા પુરવઠો બંધ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધરતીપુત્રોમાં પણ વરસાદને જોઈને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે અને અનેક ગામડાઓ સંપર્કવિહોણા પણ બન્યા છે. 88 ગામમાં વીજ પુરવઠો ઠપ ત્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને લોકોને લાઈટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર જોવા મળી છે. મહુલા તાલુકાના 28 ગામમાં વીજળી ગુલ ત્યારે ભાવનગરના મહુલા તાલુકામાં જ સૌથી વધુ 28 ગામમાં અને કચ્છના લખપત તાલુકાના 29 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા જનજીવનને મોટી અસર પડી છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ-હાઈવે બંધ હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે તો જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. NDRFની 10 ટીમો તૈનાત મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાક વરસાદ વરસતાં રાજ્યમાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઈ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઈ છે.

Gujarat Rain: રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ, અનેક ગામડા સંપર્ક વિહોણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો
  • ભાવનગર જીલ્લાના 36 ગામોમા વિજ પુરવઠો બંધ
  • કચ્છ ના 29 અને જુનાગઢના 16 ગામોમા પુરવઠો બંધ

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધરતીપુત્રોમાં પણ વરસાદને જોઈને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે અને અનેક ગામડાઓ સંપર્કવિહોણા પણ બન્યા છે.

88 ગામમાં વીજ પુરવઠો ઠપ

ત્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને લોકોને લાઈટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર જોવા મળી છે.

મહુલા તાલુકાના 28 ગામમાં વીજળી ગુલ

ત્યારે ભાવનગરના મહુલા તાલુકામાં જ સૌથી વધુ 28 ગામમાં અને કચ્છના લખપત તાલુકાના 29 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા જનજીવનને મોટી અસર પડી છે.

ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ-હાઈવે બંધ

હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે તો જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

NDRFની 10 ટીમો તૈનાત

મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાક વરસાદ વરસતાં રાજ્યમાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઈ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઈ છે.