સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂ સાથે પાંચ ઝડપાયા, બે ફરાર

- સાત સ્થળોએ દેશી દારૂના દરોડા- 35 લિટર દારૂ અને 200 લિટર આથો પકડાયોસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા દેશી દારૂના સાત દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ૩૫ લિટર દેશી દારૂ તેમજ ૨૦૦ લિટર આથો સહીતના મુદ્દામાલ સાથે બે મહિલા અને ૩ પુરૂષોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો હાજર મળી આવ્યા ન હતા.સુરેન્દ્રનગર એલસીબીએ  ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામના સ્મશાન પાછળ બાવળની આડમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો આથો કિંમત રૂા.૨,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો પરંતુ આરોપી અનિલ બચુભાઇ દેવીપુજક હાજર મળી આવ્યો ન હતો. તેમજ જોરાવરનગર પોલીસે રતનપરમાં ૨ લિટર દેશી દારૂ સાથે મેહુલભાઇ ભરતભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. જ્યારે મુળી પોલીસે કોળીપરામાં વિજુબેન સવજીભાઇ સલુરાને મકાનમાંથી ૪ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. તેમજ સાયલા પોલીસે સામતપર ગામે મુકેશભાઇ સોમાભાઇના મકાનના ખુલ્લા ફળિયામાંથી ૬ લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. ઉપરાંત બીજા દરોડામાં અઘારા ફળીમાં રહેતા ગીતાબેન જીણાભાઇ ભોજવીયાને ૧૦ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. વઢવાણ પોલીસે ડી માર્ટ નજીકથી હિતેશભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ દવેને ૩ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે થાન પોલીસે સરોડી ગામની સીમમાં આવેલ વાડીમાંથી ૧૦ લિટર દેશી દારૂ સાથે વિનુભાઇ છનાભાઇ ધોરીયાને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂ સાથે પાંચ ઝડપાયા, બે ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સાત સ્થળોએ દેશી દારૂના દરોડા

- 35 લિટર દારૂ અને 200 લિટર આથો પકડાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા દેશી દારૂના સાત દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ૩૫ લિટર દેશી દારૂ તેમજ ૨૦૦ લિટર આથો સહીતના મુદ્દામાલ સાથે બે મહિલા અને ૩ પુરૂષોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો હાજર મળી આવ્યા ન હતા.

સુરેન્દ્રનગર એલસીબીએ  ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામના સ્મશાન પાછળ બાવળની આડમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો આથો કિંમત રૂા.૨,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો પરંતુ આરોપી અનિલ બચુભાઇ દેવીપુજક હાજર મળી આવ્યો ન હતો. તેમજ જોરાવરનગર પોલીસે રતનપરમાં ૨ લિટર દેશી દારૂ સાથે મેહુલભાઇ ભરતભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. 

જ્યારે મુળી પોલીસે કોળીપરામાં વિજુબેન સવજીભાઇ સલુરાને મકાનમાંથી ૪ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. તેમજ સાયલા પોલીસે સામતપર ગામે મુકેશભાઇ સોમાભાઇના મકાનના ખુલ્લા ફળિયામાંથી ૬ લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. 

ઉપરાંત બીજા દરોડામાં અઘારા ફળીમાં રહેતા ગીતાબેન જીણાભાઇ ભોજવીયાને ૧૦ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. વઢવાણ પોલીસે ડી માર્ટ નજીકથી હિતેશભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ દવેને ૩ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. 

જ્યારે થાન પોલીસે સરોડી ગામની સીમમાં આવેલ વાડીમાંથી ૧૦ લિટર દેશી દારૂ સાથે વિનુભાઇ છનાભાઇ ધોરીયાને ઝડપી લીધો હતો.