Surendranagar Breaking: ધ્રાંગધ્રા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હોબાળો, ક્ષત્રિયોએ કર્યો સૂત્રોચ્ચાર

ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો કર્યો વિરોધરૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ પોલીસે 10 જેટલા ક્ષત્રિય યુવાનોને કર્યા ડિટેઈન ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સુધી શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપે ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીને લઈને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ભાજપ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ભાજપને આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો કાર્યક્રમ સ્થળે ભાજપ કાર્યાલય ખાતે આવી ચઢયા હતા અને લોકસભામાં ભાજપના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ કર્યો હતો. મળતી માહિતી મઉજબ, મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ રૂપાલા હાય હાય અને ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જોકે, લોકોનો વિરોધ વધતાં પોલીસે તુરંત સક્રિય થઈને 10 જેટલા યુવકોની અટકાયત કરી લીધી હતી. પોલીસની અટકાયતની કાર્યવાહીને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે આ પહેલા બે ગામડાઓમાં સભા સ્થળ બદલવા બાદ ધ્રાંગધ્રા શહેરમાં પણ વિરોધ થતાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

Surendranagar Breaking: ધ્રાંગધ્રા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હોબાળો, ક્ષત્રિયોએ કર્યો સૂત્રોચ્ચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો કર્યો વિરોધ
  • રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ
  • પોલીસે 10 જેટલા ક્ષત્રિય યુવાનોને કર્યા ડિટેઈન

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સુધી શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપે ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો.

લોકસભા ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીને લઈને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ભાજપ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ભાજપને આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો કાર્યક્રમ સ્થળે ભાજપ કાર્યાલય ખાતે આવી ચઢયા હતા અને લોકસભામાં ભાજપના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ કર્યો હતો.


મળતી માહિતી મઉજબ, મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ રૂપાલા હાય હાય અને ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જોકે, લોકોનો વિરોધ વધતાં પોલીસે તુરંત સક્રિય થઈને 10 જેટલા યુવકોની અટકાયત કરી લીધી હતી. પોલીસની અટકાયતની કાર્યવાહીને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે આ પહેલા બે ગામડાઓમાં સભા સ્થળ બદલવા બાદ ધ્રાંગધ્રા શહેરમાં પણ વિરોધ થતાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.