Ahmedabad News : શેરમાં રોકાણ કરાવી નફાની લાલચે 1.97 કરોડની કરાઈ છેતરપિંડી

અલગ અલગ શેરમાં રોકાણ કરાવી મોટો નફો આપવાની લાલચે છેતરપિંડી બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવી છેતરપિંડી આચરી સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે.ત્યારે અમદાવાદના નિવૃત CA સાથે 1.97 કરોડની ઠગાઈ થઈ છે,જેમાં આરોપી દ્વારા શેરબજારમાં નફાની લાલચ આપી 1.97 કરોડની છેતરપિંડી કરાઈ છે,આરોપીએ ફરિયાદીને બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવીને છેતરપિંડી આચરી છે,પોલીસે આરોપીને શોધવા કવાયત હાથધરી છે. વડોદરામાં પણ શેબરબજારી લાલચમાં એક વ્યકિત છેતરાયોતરસાલી રોડ પર નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીની સિનીયર મેનેજર તરીકે કામ કરતાં મીતુલ ભટ્ટે નવેમ્બર-2023માં તેઓ સોશિયલ મીડિયા એક જાહેરાત જોઈ હતી જેમાં શેર બજારનું વ્હોટ્સએપ ગૃપમાં જોડાવો તે અંગે હતું. જેથી તેઓએ ત્યાં ક્લિક કરતા આશીષ શાહ દલાલ સ્ટ્રીટ ટ્રેન્ડીંગ ચેમ્પીયન એપસોલાન 55 નામનું ગૃપ ખુલ્યું હતું. સારો પ્રતિસાદ મળતાં મીતુલભાઈને શેર ખરીદવાની ઈચ્છા થતાં ગૃપમાં આપેલી વેબસાઈટ ખોલતા એક એપ ડાઉનલોડ થઈ હતી. જે અપ્લીકેશનમાં દસ્તાવેજો આપતા તેમને રીયલ ટાઈમ સ્ટોક માર્કેટ જેવા કિંમત બતાવી રહ્યા હતા.સિનિયર મેનેજરે ઓનલાઈન શેર બજારની જાહેરાતો જોઈને રોકાણ કરતાં રૂ.7.50 લાખ ગુમાવ્યા હતા.આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જીઓ માટે સાથે એક કરોડથી વધુની છેતરપિંડી અમદાવાદ સાયબર ક્રાઇમ માં થોડા દિવસો પહેલા જીઓ માર્ટ સાથે એક કરોડ થી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા છેતરપિંડી કરનારા આરોપીઓની શોધ ખોળ હાથ ધરાઇ હતી જેમાં સાયબર ક્રાઇમ એ અમદાવાદના મેમનગરના અમિત કારિયા અને વડોદરાના ભાવિન જીવાણી નામના આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે બંને આરોપીઓ પાસેથી 36 સીમકાર્ડ, 12 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, રાઉટર, ક્રેડિટ કાર્ડ સહિત 43,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Ahmedabad News : શેરમાં રોકાણ કરાવી નફાની લાલચે 1.97 કરોડની કરાઈ છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અલગ અલગ શેરમાં રોકાણ કરાવી મોટો નફો આપવાની લાલચે છેતરપિંડી
  • બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવી છેતરપિંડી આચરી
  • સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે.ત્યારે અમદાવાદના નિવૃત CA સાથે 1.97 કરોડની ઠગાઈ થઈ છે,જેમાં આરોપી દ્વારા શેરબજારમાં નફાની લાલચ આપી 1.97 કરોડની છેતરપિંડી કરાઈ છે,આરોપીએ ફરિયાદીને બનાવટી એપ્લિકેશન પર મોટો નફો બતાવીને છેતરપિંડી આચરી છે,પોલીસે આરોપીને શોધવા કવાયત હાથધરી છે.

વડોદરામાં પણ શેબરબજારી લાલચમાં એક વ્યકિત છેતરાયો

તરસાલી રોડ પર નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીની સિનીયર મેનેજર તરીકે કામ કરતાં મીતુલ ભટ્ટે નવેમ્બર-2023માં તેઓ સોશિયલ મીડિયા એક જાહેરાત જોઈ હતી જેમાં શેર બજારનું વ્હોટ્સએપ ગૃપમાં જોડાવો તે અંગે હતું. જેથી તેઓએ ત્યાં ક્લિક કરતા આશીષ શાહ દલાલ સ્ટ્રીટ ટ્રેન્ડીંગ ચેમ્પીયન એપસોલાન 55 નામનું ગૃપ ખુલ્યું હતું. સારો પ્રતિસાદ મળતાં મીતુલભાઈને શેર ખરીદવાની ઈચ્છા થતાં ગૃપમાં આપેલી વેબસાઈટ ખોલતા એક એપ ડાઉનલોડ થઈ હતી. જે અપ્લીકેશનમાં દસ્તાવેજો આપતા તેમને રીયલ ટાઈમ સ્ટોક માર્કેટ જેવા કિંમત બતાવી રહ્યા હતા.સિનિયર મેનેજરે ઓનલાઈન શેર બજારની જાહેરાતો જોઈને રોકાણ કરતાં રૂ.7.50 લાખ ગુમાવ્યા હતા.આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

જીઓ માટે સાથે એક કરોડથી વધુની છેતરપિંડી

અમદાવાદ સાયબર ક્રાઇમ માં થોડા દિવસો પહેલા જીઓ માર્ટ સાથે એક કરોડ થી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા છેતરપિંડી કરનારા આરોપીઓની શોધ ખોળ હાથ ધરાઇ હતી જેમાં સાયબર ક્રાઇમ એ અમદાવાદના મેમનગરના અમિત કારિયા અને વડોદરાના ભાવિન જીવાણી નામના આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે બંને આરોપીઓ પાસેથી 36 સીમકાર્ડ, 12 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, રાઉટર, ક્રેડિટ કાર્ડ સહિત 43,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.