Jamnagarમાં એકમાત્ર Game Zone તેમજ અન્ય વીડિયો પાર્લરોમાં તંત્રનું ચેકિંગ

ઈલેક્ટ્રીકના સાધનો વાયરીંગની ફિટનેસનું ચેકિંગ ઈમરજન્સી એસ્કેપ સહિતના મુદાનો રીપોર્ટ સરકારને સોંપાયો કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝની ચકાસણી કરી રાજકોટમાં અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકો હોમાયા બાદ રાજ્ય સરકારની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ, વીજતંત્રના ઈજનેરો, મામલતદાર કચેરીના સ્ટાફને સાથે રાખીને જુદી જુદી ત્રણ ટીમો મારફત જામનગર શહેરમાં આવેલા એકમાત્ર ગેમ ઝોન તેમજ ખુલ્લામાં રખાયેલા બાળ મનોરંજનના સાધનો ધરાવતા 3 સ્થાનો તેમજ અમુક વીડીયો ગેમના પાર્લરોની ચકાસણી કરવામાં આવી હતી. કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝની ચકાસણી જામનગર શહેરની ભાગોળે કાલાવડ હાઇવે પર ઠેબા બાયપાસ ચોકડી પાસેના જેસીઆર સિનેમા સંલગ્ન ગેમ ઝોનમાં, મોડર્ન માર્કેટમાં ઈન્ફ્રા-ડીપ થર્ડ આઈ, કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝ, ખોડીયાર કોલોની રોડ ઉપર ઓપન પ્લોટમાં પ્રાઈવેટ ગેમ ઝોન, ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, 58-દિગ્વિજય પ્લોટમાં અંજલી વીડીયો ગેમ ઝોન, બાયપાસ ઉપર આશિર્વાદ રિસોર્ટનો ગેમ ઝોન, ખંભાળિયા હાઈ-વે ઉપર લાખાબાવળ ગામ નજીક સેવન સિઝન રિસોર્ટનો ગેમ ઝોન, પટેલકોલોનીમાં આયુષ ગેમઝોન (વીડીયો ગેમની દુકાન) સહિતના સ્થળોએ ચકાસણી કરવામાં આવી છે.  રાજ્ય સરકારને તમામ સ્થળોનો રિપોર્ટ સોંપી દેવાની કાર્યવાહી કરવામાં આવી મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોન, વીડિયો પાર્લર જેવા તમામ સ્થાનોએ ઈલેક્ટ્રીકેશનના સાધનોની ફીટનેસ, મંજુરીના પેપર્સ, જે તે જગ્યાએ બાંધકામના માળખાની સ્ટેબિલિટીનું સર્ટીફીકેટ, વપરાશની પરવાનગી તેમજ તેને લગતું સરકાર માન્ય આર્કિટેક્ટનું સર્ટિફિકેટ, મનોરંજન, લાઇસન્સ તેમજ ફાયર સેફ્ટીના સાધનો, નિયમ મુજબ લોકોને ઈમરજન્સીમાં બહાર નીકળવાના માર્ગોની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી છે. જે સ્થળોએ આ તમામ સરકારી નિયમોનું પાલન થતું હશે તે સ્થળોએ રાબેતા મુજબ પ્રવૃત્તિ ચાલુ રાખવા દેવામાં આવશે. જ્યારે અન્ય સ્થળોએ નિયમ મુજબની વ્યવસ્થા ઉભી થશે ત્યાર બાદ અધિકારીઓ ચકાસણી કરીને આગળની મંજૂરીની પ્રક્રિયા કરશે. તંત્ર દ્વારા આજે રવિવારે સાંજે જ રાજ્ય સરકારને તમામ સ્થળોનો રિપોર્ટ સોંપી દેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Jamnagarમાં એકમાત્ર  Game Zone તેમજ અન્ય વીડિયો પાર્લરોમાં તંત્રનું ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈલેક્ટ્રીકના સાધનો વાયરીંગની ફિટનેસનું ચેકિંગ
  • ઈમરજન્સી એસ્કેપ સહિતના મુદાનો રીપોર્ટ સરકારને સોંપાયો
  • કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝની ચકાસણી કરી

રાજકોટમાં અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકો હોમાયા બાદ રાજ્ય સરકારની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ, વીજતંત્રના ઈજનેરો, મામલતદાર કચેરીના સ્ટાફને સાથે રાખીને જુદી જુદી ત્રણ ટીમો મારફત જામનગર શહેરમાં આવેલા એકમાત્ર ગેમ ઝોન તેમજ ખુલ્લામાં રખાયેલા બાળ મનોરંજનના સાધનો ધરાવતા 3 સ્થાનો તેમજ અમુક વીડીયો ગેમના પાર્લરોની ચકાસણી કરવામાં આવી હતી.

કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝની ચકાસણી

જામનગર શહેરની ભાગોળે કાલાવડ હાઇવે પર ઠેબા બાયપાસ ચોકડી પાસેના જેસીઆર સિનેમા સંલગ્ન ગેમ ઝોનમાં, મોડર્ન માર્કેટમાં ઈન્ફ્રા-ડીપ થર્ડ આઈ, કોર્પોરેશનના એમ્યુઝમેન્ટ પાર્કની કોન્ટ્રાક્ટર સંચાલિતની રાઈડઝ, ખોડીયાર કોલોની રોડ ઉપર ઓપન પ્લોટમાં પ્રાઈવેટ ગેમ ઝોન, ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, 58-દિગ્વિજય પ્લોટમાં અંજલી વીડીયો ગેમ ઝોન, બાયપાસ ઉપર આશિર્વાદ રિસોર્ટનો ગેમ ઝોન, ખંભાળિયા હાઈ-વે ઉપર લાખાબાવળ ગામ નજીક સેવન સિઝન રિસોર્ટનો ગેમ ઝોન, પટેલકોલોનીમાં આયુષ ગેમઝોન (વીડીયો ગેમની દુકાન) સહિતના સ્થળોએ ચકાસણી કરવામાં આવી છે.

 રાજ્ય સરકારને તમામ સ્થળોનો રિપોર્ટ સોંપી દેવાની કાર્યવાહી કરવામાં આવી

મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોન, વીડિયો પાર્લર જેવા તમામ સ્થાનોએ ઈલેક્ટ્રીકેશનના સાધનોની ફીટનેસ, મંજુરીના પેપર્સ, જે તે જગ્યાએ બાંધકામના માળખાની સ્ટેબિલિટીનું સર્ટીફીકેટ, વપરાશની પરવાનગી તેમજ તેને લગતું સરકાર માન્ય આર્કિટેક્ટનું સર્ટિફિકેટ, મનોરંજન, લાઇસન્સ તેમજ ફાયર સેફ્ટીના સાધનો, નિયમ મુજબ લોકોને ઈમરજન્સીમાં બહાર નીકળવાના માર્ગોની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી છે. જે સ્થળોએ આ તમામ સરકારી નિયમોનું પાલન થતું હશે તે સ્થળોએ રાબેતા મુજબ પ્રવૃત્તિ ચાલુ રાખવા દેવામાં આવશે. જ્યારે અન્ય સ્થળોએ નિયમ મુજબની વ્યવસ્થા ઉભી થશે ત્યાર બાદ અધિકારીઓ ચકાસણી કરીને આગળની મંજૂરીની પ્રક્રિયા કરશે. તંત્ર દ્વારા આજે રવિવારે સાંજે જ રાજ્ય સરકારને તમામ સ્થળોનો રિપોર્ટ સોંપી દેવાની કાર્યવાહી કરવામાં આવી છે.