Ahmedabadના નિકોલમાં ઢોસામાંથી નિકળ્યુ મૃત ઉંદર,બહારનુ ખાવા વાળા માટે ચિંતાજનક સમાચાર

ઢોસાના સંભારમાંથી નિકળ્યો મૃત ઉંદર નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટનો બનાવ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અમદાવાદીઓ તમે પણ બહારનું ખાતા પહેલા ચેતી જજો,નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક જમવા ગયા તે સમયે તેમણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો,તો ઢોસાના સંભારમાંથી મૃત ઉંદર નિકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે,તો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ફૂડ વિભાગે વધુ તપાસ હાથધરી છે. નિકોલના દેવી ઢોસા સેન્ટરનો બનાવ અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા સેન્ટરની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં સંભારમાંથી મૃત ઉંદર મળી આવ્યુ હતુ,જેના કારણે ગ્રાહકે હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા અને ફુડ વિભાગને જાણ કરી હતી.અમદાવાદની અનેક રેસ્ટોરન્ટોમાં આવી અનેક વખત ઘટનાઓ બને છે તેમ છત્તા ફુડ વિભાગ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખે તેવું લાગી રહ્યું છે.વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફુડ વિભાગનું ચેકિંગવડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના તેમ છત્તા કોન્ટ્રાકટરો આંખ આળા કાન કરી રહ્યાં છે,ત્યારે શુ આ કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક રદ થશે કે પછી કોઈ દંડ કરાશે તે જોવું રહ્યું. 16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. 19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી.મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાગૃત બન્યા છે. ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે? છેલ્લા 10 દિવસમાં અનેક ઘટનાઓ બની ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.

Ahmedabadના નિકોલમાં ઢોસામાંથી નિકળ્યુ મૃત ઉંદર,બહારનુ ખાવા વાળા માટે ચિંતાજનક સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઢોસાના સંભારમાંથી નિકળ્યો મૃત ઉંદર
  • નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટનો બનાવ
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદીઓ તમે પણ બહારનું ખાતા પહેલા ચેતી જજો,નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક જમવા ગયા તે સમયે તેમણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો,તો ઢોસાના સંભારમાંથી મૃત ઉંદર નિકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે,તો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ફૂડ વિભાગે વધુ તપાસ હાથધરી છે.

નિકોલના દેવી ઢોસા સેન્ટરનો બનાવ

અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા સેન્ટરની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં સંભારમાંથી મૃત ઉંદર મળી આવ્યુ હતુ,જેના કારણે ગ્રાહકે હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા અને ફુડ વિભાગને જાણ કરી હતી.અમદાવાદની અનેક રેસ્ટોરન્ટોમાં આવી અનેક વખત ઘટનાઓ બને છે તેમ છત્તા ફુડ વિભાગ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખે તેવું લાગી રહ્યું છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફુડ વિભાગનું ચેકિંગ

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના તેમ છત્તા કોન્ટ્રાકટરો આંખ આળા કાન કરી રહ્યાં છે,ત્યારે શુ આ કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક રદ થશે કે પછી કોઈ દંડ કરાશે તે જોવું રહ્યું.

16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી

અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.

19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો

જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી.

મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી

13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાગૃત બન્યા છે.

ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

છેલ્લા 10 દિવસમાં અનેક ઘટનાઓ બની

ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.