Limbdi News: કાનપરા પાટિયા પાસે ટ્રાવેલ્સ બસ સળિયા ભરેલી ટ્રક પાછળ ટકરાઈ

લીંબડી હાઇવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માતઈજાગ્રસ્તોને સારવારઅર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફ્કિ જામની સમસ્યાને પુનઃ કાર્યાન્વિત કરી હતી રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી બગોદરા વચ્ચે કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ તથા ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતાં 15થી વધુ મુસાફ્રોને ઈજા પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પાણશીણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરાથી ધ્રોલ તરફ્ શ્રમજીવી મજુરો ભરી જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ કાનપરાના પાટિયા પાસે આગળ જતા લોખંડના સળિયા ભરેલા ટ્રકે એકાએક કાવુ મારી વાળવા જતા તેની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાવેલ્સમાં 15થી વધુ મુસાફ્રોને ઇજાઓ પહોંચી હતી. તમામને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા પાણશિણા પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફ્કિ જામની સમસ્યાને પુનઃ કાર્યાન્વિત કરી હતી. અકસ્માતના બનાવ અંગે પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Limbdi News: કાનપરા પાટિયા પાસે ટ્રાવેલ્સ બસ સળિયા ભરેલી ટ્રક પાછળ ટકરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લીંબડી હાઇવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત
  • ઈજાગ્રસ્તોને સારવારઅર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  • અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફ્કિ જામની સમસ્યાને પુનઃ કાર્યાન્વિત કરી હતી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી બગોદરા વચ્ચે કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ તથા ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતાં 15થી વધુ મુસાફ્રોને ઈજા પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

પાણશીણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરાથી ધ્રોલ તરફ્ શ્રમજીવી મજુરો ભરી જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ કાનપરાના પાટિયા પાસે આગળ જતા લોખંડના સળિયા ભરેલા ટ્રકે એકાએક કાવુ મારી વાળવા જતા તેની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાવેલ્સમાં 15થી વધુ મુસાફ્રોને ઇજાઓ પહોંચી હતી. તમામને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા પાણશિણા પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફ્કિ જામની સમસ્યાને પુનઃ કાર્યાન્વિત કરી હતી. અકસ્માતના બનાવ અંગે પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.