Rajkotમાં જવતલ હોમાય એ પહેલા દંપતી આગમાં હોમાયું,શરણાઈ માતમમાં ફેરવાઈ

કેનેડામાં રહેતા યુવાનના કોર્ટ મેરેજ પછી ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્ન હતા USA રહેતાં માતા-પિતા DNA ટેસ્ટ માટે આવશે રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.એક અઠવાડિયા પહેલાં જ ધામધૂમથી સગાઈ થઈ હતી. ડિસેમ્બર માસમાં બંનેના ફરી જ્ઞાતિના રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન ગોઠવાયા હતા.અક્ષય કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. તેઓ 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન ગઈકાલે બંને TRP ગેમઝોનમાં પહોંચ્યા હતા અને વિધિની વક્રતા તો જુઓ કે બંને લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ બંન્નેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું. અક્ષય મૂળ રાજકોટનો અક્ષય મૂળ રાજકોટનો હતો.પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. તે રાજકોટમાં અર્જુન પાર્કનો રહેવાસી હતો. જ્યારે ખ્યાતિબેન મેઘાણીનગરમાં રહેતી હતી. તેમના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે. જેઓ રાજકોટ આવવા માટે નિકળી ગયાં છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી DNA સેમ્પલ આપશે. ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલા ભાવિ દંપતીના ડિસેમ્બર માસમાં લગ્નના તાંતણે બંધાવાના હતા. પરંતુ તે પહેલાં જ બંનેનું મૃત્યુ નીપજ્યું છે. ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધાં છે. જ્યારે અક્ષયનાં માતા-પિતાના DNA સેમ્પલ આપવાનાં બાકી છે. રાજકોટની ગેમ ઝોન મોતની ગેમ બની રહી કાળજું કંપાવી દેતી ઘટનામાં ગઈકાલ સાંજથી સિવિલ હોસ્પિટલની બહાર સ્વજનોની લાઈનો લાગી છે. કોઈ રડી રહ્યું છે, તો કોઈ ઉદાસીન છે. દરેક પોતાના સ્વજનને શોધી રહ્યું છે. કોઈએ ભાઈ, તો કોઈએ દીકરી, કોઈએ બહેન તો કોઈએ સંતાનો ગુમાવ્યા છે. અમેરિકાથી એક પરિવાર હોંશેહોંશે લગ્ન માટે રાજકોટ આવયો હતો. આ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. ઘટનામાં નોંધાઈ ફરિયાદ રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવમાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે. 

Rajkotમાં જવતલ હોમાય એ પહેલા દંપતી આગમાં હોમાયું,શરણાઈ માતમમાં ફેરવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેનેડામાં રહેતા યુવાનના કોર્ટ મેરેજ પછી ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્ન હતા
  • USA રહેતાં માતા-પિતા DNA ટેસ્ટ માટે આવશે
  • રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા

રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.એક અઠવાડિયા પહેલાં જ ધામધૂમથી સગાઈ થઈ હતી. ડિસેમ્બર માસમાં બંનેના ફરી જ્ઞાતિના રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન ગોઠવાયા હતા.અક્ષય કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. તેઓ 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન ગઈકાલે બંને TRP ગેમઝોનમાં પહોંચ્યા હતા અને વિધિની વક્રતા તો જુઓ કે બંને લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ બંન્નેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું.

અક્ષય મૂળ રાજકોટનો

અક્ષય મૂળ રાજકોટનો હતો.પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. તે રાજકોટમાં અર્જુન પાર્કનો રહેવાસી હતો. જ્યારે ખ્યાતિબેન મેઘાણીનગરમાં રહેતી હતી. તેમના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે. જેઓ રાજકોટ આવવા માટે નિકળી ગયાં છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી DNA સેમ્પલ આપશે.

ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધાં

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલા ભાવિ દંપતીના ડિસેમ્બર માસમાં લગ્નના તાંતણે બંધાવાના હતા. પરંતુ તે પહેલાં જ બંનેનું મૃત્યુ નીપજ્યું છે. ખ્યાતિનાં માતા-પિતાએ DNA સેમ્પલ આપી દીધાં છે. જ્યારે અક્ષયનાં માતા-પિતાના DNA સેમ્પલ આપવાનાં બાકી છે.

રાજકોટની ગેમ ઝોન મોતની ગેમ બની રહી

કાળજું કંપાવી દેતી ઘટનામાં ગઈકાલ સાંજથી સિવિલ હોસ્પિટલની બહાર સ્વજનોની લાઈનો લાગી છે. કોઈ રડી રહ્યું છે, તો કોઈ ઉદાસીન છે. દરેક પોતાના સ્વજનને શોધી રહ્યું છે. કોઈએ ભાઈ, તો કોઈએ દીકરી, કોઈએ બહેન તો કોઈએ સંતાનો ગુમાવ્યા છે. અમેરિકાથી એક પરિવાર હોંશેહોંશે લગ્ન માટે રાજકોટ આવયો હતો. આ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.

ઘટનામાં નોંધાઈ ફરિયાદ

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવમાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.