Kheda વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સાધુ સાથે થઈ લાફાવાળી,નોંધાઈ પોલીસ ફરિયાદ

સુરત અને અમદાવાદના હરીભકતો સામે નોંધાવી ફરિયાદ હરીભક્તોએ વડતાલ મંદિરમાં કર્યો હતો હોબાળો હરીભકતોએ ધોલધપાટ કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ વડતાલ મંદિરના સેવક ભકતે હોબાળો મચાવનાર સુરત અને અમદાવાદના હરીભક્તો સામે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.હોબાળા મચાવનાર 5 લોકોએ એક સંત સાથે ધોલધપાટ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ થયો છે.વડતાલ સંપ્રદાયના કેટલાક સાધુ અને સંતો દ્વારા સંપ્રદાયને ન લાજે તેવા કૃત્યો કરતા હરિભક્તોમાં રોષ હતો.મંદિરના સેવકે નોંધાવી ફરિયાદ 13 જૂનના રોજ હરિભકતો દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવી બેનર સાથે સૂત્રોચાર કરી આવેદન પત્ર પાઠવ્યું હતુ.હરિભકતો આવેલા અને રોષ પૂર્વક મંદિરમાં સંતો વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડયું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ ચોપડે નોંધાઈ છે.ફરિયાદ દ્વારા આક્ષેપ કરાયો છે કે,ભકતોએસંત નિવાસમાં ઘૂસી એક સંત સાથે ઝપાઝપી કરી ધોલધપાટ કરી હતી.13 હરિભક્તો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફરિયાદ નોધાવતા વડતાલ મંદિર પુનઃ ચર્ચામાં આવ્યું છે. મંદિરમાં વાતાવરણ બગાડયું મંદિર પરીસરમાં આવી હાથમાં મંદિરના સાધુ, સંતો તથા હાલના ટ્રસ્ટીઓ વિરૂધ્ધના બેનરો હોવાથી મંદિરમાં મોટે મોટેથી બુમો પાડી અચાનક મંદિરનુ વાતાવરણ બગાડી નાખેલ હતું. જેથી ભક્ત નરેન્દ્રભાઈ પટેલ પોતાની જગ્યાએથી કોઠારીની ઓફીસ આગળ આવેલ જ્યાથી તેમણે જોયેલ તો આ તમામ તેમના હાથમાં રહેલ બેનરોના લખાણ વાળા સુત્રોચ્ચાર કરી બુમ બરાડા પાડી મંદિરમાં સીડીઓ ચઢી ગયેલ અને મંદિરની અંદર પણ બુમો પાડી સુત્રોચ્ચાર કરી મંદિરની અંદરનુ વાતવરણ પણ બગાડી દીધેલ હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હરિભક્ત નરેન્દ્ર પટેલને જાણવા મળેલ કે, આ લોકોમાંથી 5 વ્યક્તિઓએ મંદિરમા સભામંડપની પાસે આવેલા સંત નિવાસમાં જઇને સંતનિવાસની સીડીઓમાંથી પસાર થતા એક સંતને અવરોધી રોકી લઈ તે સંતને ગમે-તેમ બોલી ઝપાઝપી કરી જબરદસ્તી ખેંચીને નીચે લઈ જઈ તેમની સાથે ધોલધાપટ કરી હોવાના આક્ષેપો કરાયા છે. આથી આ મામલે બનાવના 10 દિવસ પછી ઉપરોક્ત સુરત, અમદાવાદના 13 હરિભક્તો વિરૂધ્ધ વડતાલ પોલીસમાં નરેન્દ્રભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kheda વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સાધુ સાથે થઈ લાફાવાળી,નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત અને અમદાવાદના હરીભકતો સામે નોંધાવી ફરિયાદ
  • હરીભક્તોએ વડતાલ મંદિરમાં કર્યો હતો હોબાળો
  • હરીભકતોએ ધોલધપાટ કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ

વડતાલ મંદિરના સેવક ભકતે હોબાળો મચાવનાર સુરત અને અમદાવાદના હરીભક્તો સામે વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.હોબાળા મચાવનાર 5 લોકોએ એક સંત સાથે ધોલધપાટ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ થયો છે.વડતાલ સંપ્રદાયના કેટલાક સાધુ અને સંતો દ્વારા સંપ્રદાયને ન લાજે તેવા કૃત્યો કરતા હરિભક્તોમાં રોષ હતો.

મંદિરના સેવકે નોંધાવી ફરિયાદ

13 જૂનના રોજ હરિભકતો દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવી બેનર સાથે સૂત્રોચાર કરી આવેદન પત્ર પાઠવ્યું હતુ.હરિભકતો આવેલા અને રોષ પૂર્વક મંદિરમાં સંતો વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડયું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ ચોપડે નોંધાઈ છે.ફરિયાદ દ્વારા આક્ષેપ કરાયો છે કે,ભકતોએસંત નિવાસમાં ઘૂસી એક સંત સાથે ઝપાઝપી કરી ધોલધપાટ કરી હતી.13 હરિભક્તો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફરિયાદ નોધાવતા વડતાલ મંદિર પુનઃ ચર્ચામાં આવ્યું છે.

મંદિરમાં વાતાવરણ બગાડયું

મંદિર પરીસરમાં આવી હાથમાં મંદિરના સાધુ, સંતો તથા હાલના ટ્રસ્ટીઓ વિરૂધ્ધના બેનરો હોવાથી મંદિરમાં મોટે મોટેથી બુમો પાડી અચાનક મંદિરનુ વાતાવરણ બગાડી નાખેલ હતું. જેથી ભક્ત નરેન્દ્રભાઈ પટેલ પોતાની જગ્યાએથી કોઠારીની ઓફીસ આગળ આવેલ જ્યાથી તેમણે જોયેલ તો આ તમામ તેમના હાથમાં રહેલ બેનરોના લખાણ વાળા સુત્રોચ્ચાર કરી બુમ બરાડા પાડી મંદિરમાં સીડીઓ ચઢી ગયેલ અને મંદિરની અંદર પણ બુમો પાડી સુત્રોચ્ચાર કરી મંદિરની અંદરનુ વાતવરણ પણ બગાડી દીધેલ હતું.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી

હરિભક્ત નરેન્દ્ર પટેલને જાણવા મળેલ કે, આ લોકોમાંથી 5 વ્યક્તિઓએ મંદિરમા સભામંડપની પાસે આવેલા સંત નિવાસમાં જઇને સંતનિવાસની સીડીઓમાંથી પસાર થતા એક સંતને અવરોધી રોકી લઈ તે સંતને ગમે-તેમ બોલી ઝપાઝપી કરી જબરદસ્તી ખેંચીને નીચે લઈ જઈ તેમની સાથે ધોલધાપટ કરી હોવાના આક્ષેપો કરાયા છે. આથી આ મામલે બનાવના 10 દિવસ પછી ઉપરોક્ત સુરત, અમદાવાદના 13 હરિભક્તો વિરૂધ્ધ વડતાલ પોલીસમાં નરેન્દ્રભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.