અમદાવાદમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ

ઝોન 1 LCBએ 4 આરોપીની કરી ધરપકડ સોનાના દાગીના સહિત 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો નવરંગપુરા અને અડાલજના ગુનાનો ભેદ ઉકેલાયો અમદાવાદમાં મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ઝોન 1 LCBએ 4 આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપી રિક્ષાનો નંબર ન દેખાય તે માટે નંબર પ્લેટ પર લીંબુ મરચા લટકાવતા હોવાનો ખુલાસો થયો છે. મહિલાઓને બનાવતા ટાર્ગેટ શહેરમાં એકલી ફરતી મહિલાને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. લાલાભાઈ પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુભાઈ પટણી છે ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હતા. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સાગરીતોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી પાસેથી 1.34 લાખના દાગીના મળી 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ચોરીથી બચવા નંબર પ્લેટ પર લીંબુ લગાવતા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ એ અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગર ના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે. આ સાથે જ આરોપી પોલીસ થી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લિંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જોઈ શકે.. તેમ છતા સીસીટીવીની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી મહત્વનું છે કે આરોપી ની પૂછપરછમાં હજી બે જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે.સાથે જ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચતા હતા તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.  

અમદાવાદમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝોન 1 LCBએ 4 આરોપીની કરી ધરપકડ
  • સોનાના દાગીના સહિત 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • નવરંગપુરા અને અડાલજના ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ઝોન 1 LCBએ 4 આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપી રિક્ષાનો નંબર ન દેખાય તે માટે નંબર પ્લેટ પર લીંબુ મરચા લટકાવતા હોવાનો ખુલાસો થયો છે.

મહિલાઓને બનાવતા ટાર્ગેટ

શહેરમાં એકલી ફરતી મહિલાને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. લાલાભાઈ પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુભાઈ પટણી છે ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હતા. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સાગરીતોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી પાસેથી 1.34 લાખના દાગીના મળી 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


ચોરીથી બચવા નંબર પ્લેટ પર લીંબુ લગાવતા

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ એ અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગર ના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે. આ સાથે જ આરોપી પોલીસ થી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લિંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જોઈ શકે.. તેમ છતા સીસીટીવીની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી મહત્વનું છે કે આરોપી ની પૂછપરછમાં હજી બે જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે.સાથે જ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચતા હતા તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.