Ahmedabadમાં મત ગણતરી કેન્દ્ર પર તમામ તૈયારીઓ પૂર્ણ,અધિકારીઓએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજમાં થશે મત ગણતરી મત ગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવાયા મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, CCTV સહિતની વ્યવસ્થા કરાઈ લોકસભા 2024ના ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે ચૂંટણીપંચ દ્રારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,અમદાવાદ લોકસભા પૂર્વ અને પશ્ચિમનું મત ગણતરી કેન્દ્ર ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ છે,ત્યારે કોઈ ઘટના ના બને તેને લઈ મત ગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પરિણામને ગણતરીના કલાકો બાકી આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવશે,ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સાહનો માહોલ છે તંત્ર દ્રારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે,લોકસભાની મત ગણતરી સેન્ટર પર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે,મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ ,cctvથી સજ્જ છે.ઉમેદવાર માટેના રૂમ ,એલઇડી સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે,બીજી તરફ મત ગણતરી કેન્દ્રમાં બેરીકેટ લગાવી માર્ગ કરાયો તૈયાર,પોલીસ બંદોબસ્ત માટેના ડોમ તૈયાર કરાયો છે.ભુજમાં જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ભુજની એન્જિનિયરીંગ કોલેજમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મત ગણતરી થવાની છે ત્યારે મત ગણતરી કેન્દ્ર પર મોબાઇલ કે, ઇન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો લઇ જવા અને 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર રોક લગાવાઇ છે. ગાંધીનગરનુ મતગણતરી કેન્દ્ર પણ નક્કી ગુજરાતની રાજધાની ગાંધીનગર મત વિભાગની મત ગણતરી માટેનું કેન્દ્ર નક્કી કરી લેવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર- ૧૫ ખાતે યોજાશે. આ સેન્ટરની મુલાકાત જનરલ ઓર્બ્ઝવર વિનયકુમારે પણ લીધી છે. જનરલ ઓર્બ્ઝવરએ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી ઉપરાંત આ બેઠકમાં તમામ એ.આર.ઓ. દ્વારા તેમના વિધાનસભા મતદાર વિભાગમાં મતગણતરી માટે કરવામાં આવેલી તૈયારીઓના સુચારું આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તમામ નોડલ અધિકારીઓએ પોતાની તૈયારીઓની માહિતી આપી હતી. બેઠક બાદ જનરલ ઓર્બ્ઝવરએ મત ગણતરી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabadમાં મત ગણતરી કેન્દ્ર પર તમામ તૈયારીઓ પૂર્ણ,અધિકારીઓએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજમાં થશે મત ગણતરી
  • મત ગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવાયા
  • મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, CCTV સહિતની વ્યવસ્થા કરાઈ

લોકસભા 2024ના ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે ચૂંટણીપંચ દ્રારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,અમદાવાદ લોકસભા પૂર્વ અને પશ્ચિમનું મત ગણતરી કેન્દ્ર ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ છે,ત્યારે કોઈ ઘટના ના બને તેને લઈ મત ગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

પરિણામને ગણતરીના કલાકો બાકી

આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવશે,ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સાહનો માહોલ છે તંત્ર દ્રારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે,લોકસભાની મત ગણતરી સેન્ટર પર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે,મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ ,cctvથી સજ્જ છે.ઉમેદવાર માટેના રૂમ ,એલઇડી સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે,બીજી તરફ મત ગણતરી કેન્દ્રમાં બેરીકેટ લગાવી માર્ગ કરાયો તૈયાર,પોલીસ બંદોબસ્ત માટેના ડોમ તૈયાર કરાયો છે.


ભુજમાં જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

ભુજની એન્જિનિયરીંગ કોલેજમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મત ગણતરી થવાની છે ત્યારે મત ગણતરી કેન્દ્ર પર મોબાઇલ કે, ઇન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો લઇ જવા અને 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર રોક લગાવાઇ છે.


ગાંધીનગરનુ મતગણતરી કેન્દ્ર પણ નક્કી

ગુજરાતની રાજધાની ગાંધીનગર મત વિભાગની મત ગણતરી માટેનું કેન્દ્ર નક્કી કરી લેવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર- ૧૫ ખાતે યોજાશે. આ સેન્ટરની મુલાકાત જનરલ ઓર્બ્ઝવર વિનયકુમારે પણ લીધી છે.

જનરલ ઓર્બ્ઝવરએ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી

ઉપરાંત આ બેઠકમાં તમામ એ.આર.ઓ. દ્વારા તેમના વિધાનસભા મતદાર વિભાગમાં મતગણતરી માટે કરવામાં આવેલી તૈયારીઓના સુચારું આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તમામ નોડલ અધિકારીઓએ પોતાની તૈયારીઓની માહિતી આપી હતી. બેઠક બાદ જનરલ ઓર્બ્ઝવરએ મત ગણતરી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.