ગાંધીધામઃ 4માંથી બે ગેમઝોન પાસે ફાયર NOC નથી, અગ્નિશામકો પણ એક્સપાયર્ડ

ગાંધીધામમાં ગેમ ઝોનની તપાસમાં ગંભીર બેદરકારી પકડાઈત્રણ ગેમ ઝોનમાં તપાસ બાકીઃ નગરપાલિકા, વીજ તંત્ર, જીડીએ, ફાયર વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરાઇ ગાંધીધામ: રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સરકાર અચાનક જાગી છે અને રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી નાખવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ વિવિધ વિભાગના અધિકારીઓની ટિમ બનાવી તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યારે ગાંધીધામમાં કાર્યરત ૪ મોટા ગેમ ઝોનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ૪ પૈકીનાં ૨ પાસે તો ફાયર એનઓસી છે જ નહીં ઉપરાંત અગ્નિશામક (ફાયર એક્ષટીગ્યુશર) પણ એક્સપાયર થયેલા હોવાનું સામે આવ્યું હતું.   આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીધામ વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં ગાંધીધામ મામલતદાર, પીજીવીસીએલના અધિકારી, ફાયર એન્ડ સેફ્ટી, જીડીએ, નગરપાલિકા વગેરેના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓમ સિનેપ્લેક્સ પાસે આવેલી ફન બ્લાસ્ટ તેના નજીક જ ઓરા બિલ્ડીંગમાં આવેલી ગેમ બોક્સ, આદિત્ય મોલ અંદર આવેલ રાજહંસ અને રોટરી સર્કલ પાસે ફ્રેન્ડ સ્ક્વેર બિલ્ડીંગમાં આવેલ લેમન કિડ્સ પ્લેનેટ નામના ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તપાસ દરમિયાન લેમન કિડ્સ પ્લેનેટ અને ગેમ બોક્સમાં તો ફાયર એનઓસી લેવામાં જ નથી આવી જ્યારે ગેમ બોક્સમાં જે ફાયર એક્ષટીગ્યુશર છે તે એક્સપાયર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ગાંધીધામ વિસ્તારમાં કુલ ૭ જેટલા ગેમ ઝોન છે જેમથી તંત્રએ માત્ર ૪ માં જ તપાસ કરી હતી. જ્યારે ટાગોર રોડ પર આવેલ ફન ગેલેરી, સિંધુ બાગ અને આદિપુર ખાતે આવેલ બગીચામાં તપાસ કરવામાં ન આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતું. જોકે હાલ પૂરતા ગાંધીધામમાં જેટલા પણ ગેમ ઝોન કાર્યરત છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના ગેમ ઝોન બાંધકામ પરમીશન ન લેવી પડે તે માટે પતરાના શેડમાં કાર્યરત છે. જેમાંથી મોટા ભાગના ગેમ ઝોનમાં ફાયર એક્ઝિટ (બહાર નીકળવાનો રસ્તો) નથી. તેમ છતાં કોઈપણ જાતના ડર વગર ગંભીર બેદરકારી દાખવી ગેમ ઝોન ધમધમી રહ્યા છે. તો બીજી તરફ એવી પણ માહિતી મળી હતી કે, બે ગેમ ઝોન એવા છે જે પેટ્રોલપંપના એકદમ નજીક છે. જો તેમાં આગ લાગવાનો બનાવ બને તો સમગ્ર ગાંધીધામ વિસ્તાર માટે ખતરારૂપ બની જાય તેમ છે. છતાં પણ ફાયર એનઓસી પણ અપાઈ છે અને મંજૂરી પણ અપાઈ છે. આ બાબતની જો યોગ્ય તપાસ થાય તો મોટી બેદરકારી સામે આવે તેમ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગાંધીધામમાં સ્કૂલ, હોટલ અને કંપનીઓમાં ફાયર સેફ્ટીના સાધનો છે જ નહીં જ્યારે કોઈ મોટો બનાવ બને ત્યારે જ સરકાર જાગે છે અને તપાસના નાટક કરી કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગેમ ઝોનમાં આગ લગતા તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ગાંધીધામ વિસ્તારમાં અમુક સ્કૂલો, કંપનીઓ અને હોટલોમાં તો ફાયર સેફ્ટીના સાધનો છે જ નહીં. માત્ર ફાયરની રિંગ લગાવી દેવામાં આવે છે અને તેના આધારે જ પરમીશન પણ આપી દેવામાં આવે છે. ખરેખર જો તપાસ થાય તો ગાંધીધામ વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવે તેમ હોવાનું ખુદ એક ફાયર વિભાગના સૂત્રએ જ માહિતી આપતા જણાવ્યુ હતું. 

ગાંધીધામઃ 4માંથી બે ગેમઝોન પાસે ફાયર NOC નથી, અગ્નિશામકો પણ એક્સપાયર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીધામમાં ગેમ ઝોનની તપાસમાં ગંભીર બેદરકારી પકડાઈ

ત્રણ ગેમ ઝોનમાં તપાસ બાકીઃ નગરપાલિકા, વીજ તંત્ર, જીડીએ, ફાયર વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરાઇ 

ગાંધીધામ: રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સરકાર અચાનક જાગી છે અને રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી નાખવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ વિવિધ વિભાગના અધિકારીઓની ટિમ બનાવી તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યારે ગાંધીધામમાં કાર્યરત ૪ મોટા ગેમ ઝોનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ૪ પૈકીનાં ૨ પાસે તો ફાયર એનઓસી છે જ નહીં ઉપરાંત અગ્નિશામક (ફાયર એક્ષટીગ્યુશર) પણ એક્સપાયર થયેલા હોવાનું સામે આવ્યું હતું.   

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીધામ વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં ગાંધીધામ મામલતદાર, પીજીવીસીએલના અધિકારી, ફાયર એન્ડ સેફ્ટી, જીડીએ, નગરપાલિકા વગેરેના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓમ સિનેપ્લેક્સ પાસે આવેલી ફન બ્લાસ્ટ તેના નજીક જ ઓરા બિલ્ડીંગમાં આવેલી ગેમ બોક્સ, આદિત્ય મોલ અંદર આવેલ રાજહંસ અને રોટરી સર્કલ પાસે ફ્રેન્ડ સ્ક્વેર બિલ્ડીંગમાં આવેલ લેમન કિડ્સ પ્લેનેટ નામના ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તપાસ દરમિયાન લેમન કિડ્સ પ્લેનેટ અને ગેમ બોક્સમાં તો ફાયર એનઓસી લેવામાં જ નથી આવી જ્યારે ગેમ બોક્સમાં જે ફાયર એક્ષટીગ્યુશર છે તે એક્સપાયર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ગાંધીધામ વિસ્તારમાં કુલ ૭ જેટલા ગેમ ઝોન છે જેમથી તંત્રએ માત્ર ૪ માં જ તપાસ કરી હતી. જ્યારે ટાગોર રોડ પર આવેલ ફન ગેલેરી, સિંધુ બાગ અને આદિપુર ખાતે આવેલ બગીચામાં તપાસ કરવામાં ન આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતું. જોકે હાલ પૂરતા ગાંધીધામમાં જેટલા પણ ગેમ ઝોન કાર્યરત છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના ગેમ ઝોન બાંધકામ પરમીશન ન લેવી પડે તે માટે પતરાના શેડમાં કાર્યરત છે. જેમાંથી મોટા ભાગના ગેમ ઝોનમાં ફાયર એક્ઝિટ (બહાર નીકળવાનો રસ્તો) નથી. તેમ છતાં કોઈપણ જાતના ડર વગર ગંભીર બેદરકારી દાખવી ગેમ ઝોન ધમધમી રહ્યા છે. તો બીજી તરફ એવી પણ માહિતી મળી હતી કે, બે ગેમ ઝોન એવા છે જે પેટ્રોલપંપના એકદમ નજીક છે. જો તેમાં આગ લાગવાનો બનાવ બને તો સમગ્ર ગાંધીધામ વિસ્તાર માટે ખતરારૂપ બની જાય તેમ છે. છતાં પણ ફાયર એનઓસી પણ અપાઈ છે અને મંજૂરી પણ અપાઈ છે. આ બાબતની જો યોગ્ય તપાસ થાય તો મોટી બેદરકારી સામે આવે તેમ હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

ગાંધીધામમાં સ્કૂલ, હોટલ અને કંપનીઓમાં ફાયર સેફ્ટીના સાધનો છે જ નહીં 

જ્યારે કોઈ મોટો બનાવ બને ત્યારે જ સરકાર જાગે છે અને તપાસના નાટક કરી કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગેમ ઝોનમાં આગ લગતા તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ગાંધીધામ વિસ્તારમાં અમુક સ્કૂલો, કંપનીઓ અને હોટલોમાં તો ફાયર સેફ્ટીના સાધનો છે જ નહીં. માત્ર ફાયરની રિંગ લગાવી દેવામાં આવે છે અને તેના આધારે જ પરમીશન પણ આપી દેવામાં આવે છે. ખરેખર જો તપાસ થાય તો ગાંધીધામ વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવે તેમ હોવાનું ખુદ એક ફાયર વિભાગના સૂત્રએ જ માહિતી આપતા જણાવ્યુ હતું.